IPLમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરનો નવો કેપ્ટન બનશે ધોનીનો આ ખાસ ખેલાડી, વિરાટે છોડી દીધી છે કેપ્ટનશીપ, જાણો
એક સ્પોર્ટ્સ વેબસાઇટના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે RCB દક્ષિણ આફ્રિકન ખેલાડી ફાક ડૂ પ્લેસીસ (Faf Du Plessis)ને પોતાનો નવો કેપ્ટન બનાવી શકે છે.
IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગના મેગા ઓક્શન (IPL Mega Auction) પહેલા જ સાત ટીમો પોતાના કેપ્ટનના નામ જાહેર કરી ચૂકી હતી. કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR), રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર (RCB) અને પંજાબ કિંગ્સ તે ત્રણ ટીમો હતી, જેનો પોતાના કેપ્ટન પસંદ કરવાના બાકી રાખ્યા હતા. તાજેતરમાં જ KKR એ શ્રેયસ અય્યરને પોતાની ટીમનો કેપ્ટન બનાવ્યો છે, બાકી બચેલી બે ટીમોમાંથી હવે RCBએ પણ નવા કેપ્ટનનુ નામ જાહેર કરવાની વિચારી લીધુ છે. એક સ્પોર્ટ્સ વેબસાઇટના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે RCB દક્ષિણ આફ્રિકન ખેલાડી ફાક ડૂ પ્લેસીસ (Faf Du Plessis)ને પોતાનો નવો કેપ્ટન બનાવી શકે છે.
રિપોર્ટમાં RCBના એક સુત્રના હવાલાથી કહેવામાં આવ્યુ છે કે, ફાક ડૂ પ્લેસીસ આ માટે યોગ્ય દાવેદાર છે. અમે મેક્સવેલની ઉપલબ્ધતાનો ઇન્તજાર કરી રહ્યાં હતા. હવે એ સ્પષ્ટ છે કે મેક્સવેલ પોતાના લગ્નના કારણે IPLની શરૂઆતી મેચો નહીં રમે. આવામાં અમારી પાસે ફાક ડૂ પ્લેસીસ સૌથી બેસ્ટ વિકલ્પ છે.
ઉલ્લેખનીય છે કે, ફાક ડૂ પ્લેસીસ પહેલા પણ પોતાની નેશનલ ટીમ, દક્ષિણ આફ્રિકન ટીમનુ નેતૃત્વ કરી ચૂક્યો છે, અને આઇપીએલમાં વધુ અનુભવી ખેલાડી છે. છેલ્લા કેટલાય સમયથી ધોનીની ચેન્નાઇ સુપર કિંગ્સમાં ધોનીની કેપ્ટનશીપમાં રમી રહ્યો છે. ધોનીનો ખાસ વિશ્વાસપાત્ર પણ ફાક ડૂ પ્લેસીસને ગણવામાં આવતો હતો.
આ પણ વાંચો-
DRDO Recruitment 2022: DRDOમાં આ જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી
Government Jobs: સરકારી નોકરીની સુવર્ણ તક, આ સરકારી વિભાગમાં 950 જગ્યાઓ માટે ભરતી બહાર પડી
Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25 હજાર 920 કેસ નોંધાયા, 492 લોકોના મોત