યુવતીને અશ્લિલ મેસેજ મોકલનાર ખેલાડી બન્યો ઓસ્ટ્રેલિયન ટીમનો હેડ કોચ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનો ચોંકાવનારો નિર્ણય
Tim Paine Head Coach: ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક ચોંકાવનારો નિર્ણય લીધો છે અને શ્રીલંકા સામેની વનડે અને ચાર દિવસીય મેચ માટે નવા મુખ્ય કોચની નિમણૂક કરી છે

Tim Paine Head Coach: ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક ચોંકાવનારો નિર્ણય લીધો છે અને શ્રીલંકા સામેની વનડે અને ચાર દિવસીય મેચ માટે નવા મુખ્ય કોચની નિમણૂક કરી છે. તેમણે જે ખેલાડીને મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે જેના પર અગાઉ એક છોકરીને અશ્લીલ ફોટા અને ગંદા સંદેશા મોકલવાનો આરોપ છે. આ આરોપોને કારણે તેણે ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટનશીપ છોડવી પડી હતી. અમે ટિમ પેન વિશે વાત કરી રહ્યા છીએ.
Congratulations to the former Australian wicket-keeper 👏 pic.twitter.com/pxr2fefEwd
— Cricket Australia (@CricketAus) June 20, 2025
ટિમ પેન બિગ બેશ લીગમાં એડિલેડ સ્ટ્રાઈકર્સનો કોચ છે, હવે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેને એક મોટી જવાબદારી સોંપી છે અને તેને ઓસ્ટ્રેલિયન ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યો છે, જે જૂલાઈમાં શ્રીલંકા સામે વનડે અને ચાર દિવસીય મેચ રમશે.
ટિમ પેન ઓસ્ટ્રેલિયાની એ ટીમનો મુખ્ય કોચ બન્યો
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ટિમ પેનને ઓસ્ટ્રેલિયા ક્રિકેટની એ ટીમના મુખ્ય કોચ અને સલાહકાર તરીકે નિયુક્ત કર્યો છે. આ ટીમ 4 જૂલાઈથી શ્રીલંકા સામે શ્રેણી રમશે, તે પહેલાં તેઓ ટીમમાં જોડાશે. ઓસ્ટ્રેલિયા એ વિરુદ્ધ શ્રીલંકા A ટીમ ડાર્વિનમાં 50 ઓવરની 3 મેચ રમશે. આ પછી 2 ચાર દિવસીય મેચ હશે.
પેટ કમિન્સે ટોપ ઓર્ડર પર પ્રશ્નો ઉઠાવ્યા
ઓસ્ટ્રેલિયાને આ ફાઇનલ જીતવા માટે મજબૂત દાવેદાર માનવામાં આવતું હતું. ટીમનો 10 ICC ટ્રોફીનો શાનદાર રેકોર્ડ હતો, જેમાં 6 ODI વર્લ્ડકપ, 2 ચેમ્પિયન્સ ટ્રૉફી, 1 T20 વર્લ્ડકપ અને 1 WTC ટાઇટલનો સમાવેશ થાય છે. પરંતુ કેપ્ટન ટેમ્બા બાવુમાના નેતૃત્વમાં દક્ષિણ આફ્રિકાએ શાનદાર પ્રદર્શન કર્યું અને 27 વર્ષ પછી તેની પ્રથમ ICC ટ્રોફી જીતી.
મેચમાં ઓસ્ટ્રેલિયાની બેટિંગ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ. ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત સારી રહી ન હતી. ઓપનર ઉસ્માન ખ્વાજા બંને ઇનિંગ્સમાં ફ્લોપ રહ્યા અને 0 અને 6 રન બનાવીને આઉટ થયા. માર્નસ લાબુશેનને ઓપનિંગ કરવાની તક આપવામાં આવી હતી, પરંતુ તે પણ કંઈ ખાસ કરી શક્યો નહીં. ત્રીજા નંબરે આવેલા કેમેરોન ગ્રીન પણ રન બનાવવામાં નિષ્ફળ રહ્યા. આ ખેલાડીઓના ખરાબ ફોર્મે ઓસ્ટ્રેલિયાને મુશ્કેલીમાં મુકી દીધું.




















