શોધખોળ કરો
Advertisement
ઓસ્ટ્રેલિયન ખેલાડી સ્મિથની કેપ્ટનશીપ પર લાગેલો પ્રતિબંધ ખત્મ, શું ફરી બનશે કેપ્ટન?
સ્મિથની કેપ્ટનશીપ પર આ પ્રતિબંધ એવા સમયમાં ખત્મ થયો છે જ્યારે કોરોના વાયરસના કારણે આખી દુનિયામાં ક્યાંય પર ક્રિકેટ રમાઇ રહી નથી
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથ ફરી એકવાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ કરવા સ્વતંત્ર છે કારણ કે તેની કેપ્ટનશીપ પર લાગેલો પ્રતિબંધ રવિવારે 29 માર્ચના રોજ ખત્મ થઇ ગયો છે. સ્મિથની કેપ્ટનશીપ પર આ પ્રતિબંધ એવા સમયમાં ખત્મ થયો છે જ્યારે કોરોના વાયરસના કારણે આખી દુનિયામાં ક્યાંય પર ક્રિકેટ રમાઇ રહી નથી.
સ્મિથે પોતાની અંતિમ મેચ સિડનીમાં ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ રમી હતી. ત્રણ મેચની આ સીરિઝ બાદમાં કોરોના વાયરસના કારણે રદ કરાઇ હતી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ 2018માં બોલ ટેમ્પરિંગ મામલે સ્મિથની કેપ્ટનશીપ પર બે વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો. સ્મિથે સ્વીકાર કર્યો હતો કે તેણે કેપડાઉનમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચમાં બેનક્રોફ્ટને બોલ ટેમ્પરિંગ કરવા કહ્યુ હતું. સ્મિથ અને બેનક્રોફ્ટ સાથે ડેવિડ વોર્નરને પણ વાઇસ કેપ્ટન પદેથી હટાવાયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બોલિવૂડ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion