શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ક્રિકેટ જગત માટે ખરાબ સમાચાર, 21 વર્ષની ઉંમરે બાંગ્લાદેશી ક્રિકેટરે કર્યુ સુસાઇડ
21 વર્ષીય બેટ્સમેન મોહમ્મદ શોજિબે આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યાનુ કારણ સામે નથી આવી શક્યુ. બાંગ્લાદેશના ઉભરતો સ્ટાર મોહમ્મદ શોજિબ એક જમણોરી બેટ્સમેન હતો
નવી દિલ્હીઃ બાંગ્લાદેશના પૂર્વ અંડર-19 ખેલાડી મોહમ્મદ શોજિબનુ નિધન થઇ ગયુ છે. 21 વર્ષીય બેટ્સમેન મોહમ્મદ શોજિબે આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યાનુ કારણ સામે નથી આવી શક્યુ. બાંગ્લાદેશના ઉભરતો સ્ટાર મોહમ્મદ શોજિબ એક જમણોરી બેટ્સમેન હતો, જે છેલ્લીવાર 2017-18માં ઢાકા પ્રીમિયર લીગમાં શાઇનપુકુર ક્રિકેટ ક્લબ માટે રમ્યો હતો, તેને બાંગ્લાદેશ માટે ત્રણ યૂથ વનડે મેચ પણ રમી હતી.
મોહમ્મદ શોજિબ વર્ષ 2018માં અંડર-19 વર્લ્ડકપમાં સ્ટેન્ડ બાય ખેલાડી તરીકે રહ્યો હતો, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના નિદેશક ખાલિદ મહમૂદે કહ્યું- મને વિશ્વાસ નથી થઇ રહ્યો, હું ખુબ દુઃખી છુ. મોહમ્મદ શોજિબ એક ઓપનર બેટ્સમેન અને મીડિયમ પેસર હતો. ઇએસપીએન ક્રિકઇન્ફોમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે બાંગ્લાદેશમાં એવી કોઇ સંસ્થા નથી જે માનસિક સ્વાસ્થ્યના મુદ્દા પર ખેલાડીઓને મદદ કરે. માત્ર બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ- બીસીબીએ સમય સમય પર માનસિક સ્વાસ્થ્ય વિશેષજ્ઞ આપ્યા છે.
બાંગ્લાદેશના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર તનુમોય ઘોષે દિવંગત મોહમ્મદ શોજિબ વિશે કહ્યું- હું હંમેશા માનતો હતો કે તે લાંબા સમય સુધી રમી શકે છે, કેમકે તે એકેડમીમાં આટલી મહેનત કરી રહ્યો હતો, મોહમ્મદ શોજિબની સાથે જે થયુ, તેને જાણીને ખુબ દુઃખી છું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
ગુજરાત
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion