શોધખોળ કરો

ક્રિકેટ જગત માટ ખરાબ સમાચાર, 21 વર્ષના આ યુવા ક્રિકેટરે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું

હાલના વર્ષોમાં અનેક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડીઓ માનસિક સ્વાસ્થ્યની બીમારીનો સામનો કરતા જોવા મળ્યા છે.

બાંગ્લાદેશનિા પૂર્વ અંડર-19 ખેલાડી મોહમ્મદ શોજિબનું નિધન થયું છે. 21 વર્ષીય બેટ્સમેન શોજિપે આત્મહત્યા કરી છે. આત્મહત્યાના કારણની જાણકારી હજુ સુધી સામે નથી આવી. બાંગ્લાદેશના યુવા સ્ટાર શોજિબ એક જમોણી બેટ્સમેન હતા જે અંતિમ વખત 2017-18માં ઢાકા પ્રીમિયર લીગમાં શાઇનપુકુર ક્રિકેટ ક્લબ માટે રમ્યા હતા. તેણે બાંગ્લાદેશ માટે ત્રણ યૂથ વનડે મેચ પણ રમી હતી. શોજિબ વર્ષ 2018ના અંડર 19 વર્લ્ડ કપમાં સ્ટેન્ડ બાઈ ખેલાડી તરીકે હાજર હતો. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ડાયરેક્ટર ખાલિદ મહમૂદે કહ્યું, ‘મને વિશ્વાસ નથી થઈ રહ્યો. હું ઘણો દુખી છું. શોજિબ એક ઓપનિંગ બેટ્સમેન અને મીડિયમ પેસર હતો. ઈએસપીએન ક્રિકેઇન્ફોમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, બાંગ્લાદેશમાં એવી કોઈ સંસ્થા નથી જે માનસિક સ્વાસ્થ્યના મુદ્દા પર ખેલાડીઓને સહાયદા ઉપલબ્ધ કરાવે. માત્ર બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સમય સમય પર માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાંતો ઉપલબ્ધ કરાવ્યા છે. બાંગ્લાદેશના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર તનુમોય ઘોષે દિવંગત શોજિબ વિશે કહ્યું કે, ‘હું હંમેશા માનતો હતો કે તે લાંબા સમય સુધી રમી શકે છે કારણ કે તે એકેડમીમાં ઘણી મહેનત કરી રહ્યો હતો. શોજિબ સાથે જે થયું તે જાણીને ખૂબ જ દુઃખ થયું.’ માનસિક સ્વાસ્થ્યના મુદ્દા પર ખેલાડીઓ લઈ રહ્યા છે બ્રેક હાલના વર્ષોમાં અનેક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડીઓ માનસિક સ્વાસ્થ્યની બીમારીનો સામનો કરતા જોવા મળ્યા છે. ઓસ્ટ્રેલિયાના ખેલાડી ગ્લેન મેક્સવેલ માનસિક સ્વાસ્થ્ય મુદ્દા પર છ મહિના સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દુર રહ્યા હતા. ભારતના વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં વિલ કોવસ્કીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. કોવસ્કી 2018માં જ ટેસ્ટ ટીમમાં સ્થાન બનાવવાની નજીક હતા પરંતુ માનસિક સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓને કારણે તેને રમતમાંથી બ્રેક લેવો પડ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ

સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ

Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ

નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું

ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક! BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ

EPFO Deadline Extended: EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
Myths Vs Facts: શું હાર્ટ એટેકના મોટાભાગના હુમલામાં આ રોગ આનુવંશિક હોય છે? જાણો સત્ય

શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે

Embed widget