'ભારતમાં કોઇ એવો સિલેક્ટર્સ નથી જે વિરાટ કોહલીને ડ્રૉપ કરી શકે' - પાકિસ્તાની દિગ્ગજની મોટી કૉમેન્ટ
પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર રાશિદ લતિફે (Rashid Latif) વિરાટના ફોર્મ પર ચિંતા વ્યક્ત કરી છે, પરંતુ તેમને કહ્યું કે, હાલમાં ભારતમાં કોઇ એવો પસંદગીકાર નથી જે વિરાટ કોહલીને ડ્રૉપ કરી શકે.
Rashid Latif On Virat Kohli: ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) ખરાબ ફોર્મના કારણે સતત લોકોના નિશાને ચઢ્યો છે, ત્યારે કેટલાક પૂર્વ ખેલાડી અને ફેન્સ તેને ડ્રૉપ કરવાની માંગ કરી રહ્યાં છે, આ બધાની વચ્ચે હવે પાડોશી દેશ પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટરે વિરાટ કોહલીને લઇને એક મોટુ નિવેદ આપ્યુ છે. તેમને કહ્યું કે, વિરાટ કોહલીને ડ્રૉપ કરવાની વાત બકવાસ છે.
પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર રાશિદ લતિફે (Rashid Latif) વિરાટના ફોર્મ પર ચિંતા વ્યક્ત કરી છે, પરંતુ તેમને કહ્યું કે, હાલમાં ભારતમાં કોઇ એવો પસંદગીકાર નથી જે વિરાટ કોહલીને ડ્રૉપ કરી શકે.
રાશિદ લતિફે (Rashid Latif) પોતાની યુટ્યૂબ ચેનલ પર કહ્યું કે, વિરાટ કોહલીના ફોર્મને લઇને ખુબ શોરબકોર થઇ રહ્યો છે, પરંતુ આ દિગ્ગજ ખેલાડીએ ક્રિકેટથી થોડાક સમય માટે દુરી બનાવવાનો ફેંસલો કર્યો છે. એટલે તેને ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ દરમિયાન આરામ માંગ્યો હતો, હવે ભારતીય પસંદગીકારોએ વિરાટને આરામ આપવાનો ફેંસલો કર્યો છે, મને આશા છે કે વિરાટ એશિયા કપ રમતો દેખાશે. રાશિદે કહ્યું કે, ભારતમાં કોઇ એવો પસંદગીકાર નથી જે વિરાટને ડ્રૉપ કરી શકે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 વર્ષથી વિરાટ કોહલી (Virat Kohli) ઇન્ટરનેશનલ મેચોમાં સદી નથી ફટકારી શક્યો. વળી, ઇંગ્લેન્ડ પ્રવાસમાં પણ વિરાટ ફ્લૉપ રહ્યો છે. હવે જોવાનુ રહ્યું કે વિરાટ પોતાના જુના અંદાજમાં ક્યારે પાછો ફરશે.
આ પણ વાંચો......
દરરોજ 50 રૂપિયાની બચત કરી 35 લાખ રૂપિયા મેળવો, જાણો, પોસ્ટ ઓફિસની સુપરહિટ સ્કીમ
Vastu Shastra: આત્મવિશ્વાસનો અભાવ છે, તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ, મળશે સફળતા
Gmail નો ઉપયોગ કરતો છો તો થઇ જાવ સાવધાન ! બ્લોક થઇ શકે છે તમારુ એકાઉન્ટ
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ આ જિલ્લામાં નોંધાયો વરસાદ
GPSC Recruitment: જીપીએસસીમાં નીકળી બંપર ભરતી, જાણો કઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ