શોધખોળ કરો

T20 World Cup 2024: કોહલીથી ડરી ગયો આસ્ટ્રેલિયાનો આ દિગ્ગજ ખેલાડી, કહ્યું- વિરાટને ટી20 વર્લ્ડ કપમાં ન રમાડવો જોઈએ

T20 World Cup 2024: T20 ક્રિકેટનો મહાકુંભ ખૂબ જ નજીક છે, તેની ઇવેન્ટને 2 મહિનાથી પણ ઓછો સમય બાકી છે. વિરાટ કોહલીના બેટથી હાલમાં IPL 2024માં રનનો વરસાદ થઈ રહ્યો છે,

T20 World Cup 2024: T20 ક્રિકેટનો મહાકુંભ ખૂબ જ નજીક છે, તેની ઇવેન્ટને 2 મહિનાથી પણ ઓછો સમય બાકી છે. વિરાટ કોહલીના બેટથી હાલમાં IPL 2024માં રનનો વરસાદ થઈ રહ્યો છે, પરંતુ હવે RCBમાં તેના સાથી ખેલાડી ગ્લેન મેક્સવેલે એવું નિવેદન આપ્યું છે જેનાથી મોટો વિવાદ સર્જાઈ શકે છે. શો 'અરાઉન્ડ ધ વિકેટ'માં મેક્સવેલે કહ્યું કે તે 2016 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચમાં કોહલી દ્વારા રમાયેલી ઈનિંગ્સને હજુ સુધી ભૂલી શક્યો નથી, તેથી તે નથી ઈચ્છતો કે કોહલી આગામી વર્લ્ડ કપમાં રમે.

ગ્લેન મેક્સવેલે કહ્યું, 2016 T20 વર્લ્ડ કપમાં, વિરાટ કોહલી એવી પીચ પર બોલ ફટકારી રહ્યો હતો જેને બેટિંગ માટે ઉત્તમ કહી શકાય નહીં. તેમનું કોઈ ટેનિસ બેટની જેમ છેલ્લી ક્ષણે હાથની પોઝિસન બદલી અને બોલને ગેપમાં મોકલવો અથવા બાઉન્ડ્રી લાઇન બહાર કરવો આ દુનિયામાં બીજું કોઈ આવું કદાટ નહીં કરી શકે. તેની સાથે રમવાનો અને ટ્રેનિંગ કરવાનો અનુભવ ઘણો સારો રહ્યો છે અને મેં તેને પોતાનું સર્વસ્વ આપતા જોયો છે. તેમ છતાં, મારે તેની સામે રમવાનું છે, આશા છે ભારત તેને ટીમમાં પસંદ ન કરે. અમે તેની સામે ન રમીને ઘણું સારું કરી શકીએ છીએ.

વિરાટ કોહલીએ એકલા હાથે ભારતને જીત અપાવી હતી
2016 T20 વર્લ્ડ કપમાં રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચમાં કાંગારુ ટીમે પ્રથમ રમત રમીને 160 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે પ્રથમ 50 રનમાં જ 3 મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. જોકે યુવરાજ સિંહ સાથે તેની 45 રનની ભાગીદારી ઘણી મહત્વની સાબિત થઈ હતી, પરંતુ વિરાટ કોહલી 51 બોલમાં 82 રનની ઈનિંગ રમીને અણનમ પાછો ફર્યો હતો. બીજા છેડેથી સતત વિકેટો પડી રહી હોવાથી, કોહલીએ શાનદાર ઇનિંગ રમીને એકલા હાથે ઓસ્ટ્રેલિયાના મો માંથી જીતનો કોળીયો છીનવી લીધો હતો.

આયર્લેન્ડ સામે મુકાબલાથી ભારતના ટી20 વર્લ્ડકપ મિશનની થશે શરૂઆત

ભારતીય ટીમ પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત આયર્લેન્ડ સામે કરશે. ભારત અને આયર્લેન્ડ વચ્ચે 5 જૂને મેચ રમાશે. આ પછી 9 જૂને ભારત અને પાકિસ્તાન આમને સામને થશે. જો કે, આ વખતે આઈપીએલનું ફોર્મ પણ ઘણા ખેલાડીઓને વિશ્વ કપની ટિકિટ અપાવી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
Goa Fire: સંગીતની ધૂન પર નાચતી રહી ડાન્સર અને ઉપર ફેલાઇ રહી હતી આગ, જુઓ વીડિયો
Goa Fire: સંગીતની ધૂન પર નાચતી રહી ડાન્સર અને ઉપર ફેલાઇ રહી હતી આગ, જુઓ વીડિયો
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
Goa Fire: સંગીતની ધૂન પર નાચતી રહી ડાન્સર અને ઉપર ફેલાઇ રહી હતી આગ, જુઓ વીડિયો
Goa Fire: સંગીતની ધૂન પર નાચતી રહી ડાન્સર અને ઉપર ફેલાઇ રહી હતી આગ, જુઓ વીડિયો
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
બેન્ક એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ રાખનારા માટે સારા સમાચાર, બદલાઈ જશે આ નિયમ
બેન્ક એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ રાખનારા માટે સારા સમાચાર, બદલાઈ જશે આ નિયમ
Embed widget