શોધખોળ કરો
Advertisement
બીજી ટેસ્ટ પહેલાં ભારત માટે સારા સમાચાર, ઓસ્ટ્રેલિયાના આ બે ખતરનાક ખેલાડી નહી રમે
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, વોર્નર અને એબોટ બીજી ટેસ્ટમા નહી રમી શકે. બંને ખેલાડી ત્રીજી ટેસ્ટ પહેલાં ઓસ્ટ્રેલિયન ટીમમાં જોડાશે.
મેલબોર્નઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગુરૂવાર ને 26 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી બજી ટેસ્ટ પહેલાં ભારત માટે સારા સમાચાર છે. 26 ડિસેમ્બરે મેલબોર્નમાં રમાનારી ટેસ્ટમાંથી ઓસ્ટ્રેલિયાના બે ધરખમ ખેલાડીઓ ટીમની બહાર થઈ જતાં ભારતને મોટો ફાયદો થશે. બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયન સ્ટાર ખેલાડી સીન એબોટ અને ડેવિડ વોર્નર નહીં રમે. ડેવિડ વોર્નર ઈજામાંતી બહાર આવી જતાં રમશે એવું મનાતું હતું પણ તે હજુ ઈજાગ્રસ્ત હોવાથી બીજી ટેસ્ટ માંથી પણ બહાર રહેવુ પડશે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, વોર્નર અને એબોટ બીજી ટેસ્ટમા નહી રમી શકે. બંને ખેલાડી ત્રીજી ટેસ્ટ પહેલાં ઓસ્ટ્રેલિયન ટીમમાં જોડાશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું હતું કે, ડેવિડ વોર્નર ટીમ ઇન્ડિયાની સામે વનડે સિરીઝમાં ઈજાગ્રસ્ત થયો હતો અને તે હજી સુધી ગંભીર ઇજાથી બહાર આવી શક્યો નથી. તે બીજી ટેસ્ટ મેચમાં નહીં રમે જ્યારે સીન એબોટ ઓસ્ટ્રેલિયા એ અને ભારત વચ્ચેની પ્રેક્ટિસ મેચ દરમિયાન ઘાયલ થયો હતો. તે ઈજામાંથી બહાર આવી ગયો છે પણ સાવચેતી ખાતર બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં રમી શકશે નહીં.
ડેવિડ વોર્નર ટીમ ઇન્ડિયાની સાથે બીજી વનડે દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. ટીમ ઇન્ડિયાની બેટિંગની ચોથી ઓવરમાં ઘાયલ થયા બાદ તે સિડની ક્રિકેટ મેદાનની બહાર જતો રહ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion