શોધખોળ કરો

દેશને જામનગરે આપ્યા છે નામી ક્રિકેટરો, રોચક ઈતિહાસ જાણી તમે પણ ચોંકી જશો

જામ રણજીથી રવિન્દ્ર જાડેજા સુધી અનેક નામી ખેલાડી આપનાર જામનગર શહેરના અજીતસિંહ ક્રિકેટ પેવેલિયન ખાતે આજે પણ ભાવિ પેઢીને ક્રિકેટ માટે પ્રશિક્ષિત કરવામાં આવે છે.

ગુજરાતના અનેક ઐતિહાસિક શહેરો પૈકી જામનગર તેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને લઈને ખૂબ નામ ધરાવે છે. મિની પેરીસ તરીકે ઓળખાતા આ શહેર તેના ઐતિહાસિક મહત્વની સાથે-સાથે ભારતીય ક્રિકેટનું કેન્દ્ર બિંદુ પણ ગણાય છે. જામનગરે જામ રણજીથી લઈને રવિન્દ્ર જાડેજા સુધી અનેક પ્રભાવશાળી ક્રિકેટરો આપ્યા છે.  જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે ભારતનું નામ રોશન કર્યુ છે. ભારતીય ક્રિકેટમાં અનેક નામી ઓલરાઉન્ડર અને ખેલાડીઓ આપી ચૂકેલા જામનગરનો આજે પણ ભારતીય ક્રિકેટમાં ડંકો વાગે છે. 

દેશને જામનગરે આપ્યા છે નામી ક્રિકેટરો, રોચક ઈતિહાસ જાણી તમે પણ ચોંકી જશો

(જામ રણજી)

ભારતમાં ક્રિકેટને જે પ્રેમ અને આત્મિયતા મળે છે, તે ભાગ્યેજ કોઈ દેશમાં મળતી હશે. ભારતના ગામડાઓ અને શહેરોમાં ક્રિકેટની રમત પ્રત્યે ઘેલુ ન હોય તેવી વ્યકિત ભાગ્યે જ જોવા મળશે. દેશમાં કોઈ પણ ગલી હોય કે મેદાન અને શેરીઓમાં પણ  બાળકો અને યુવાનો ક્રિકેટ રમતા જોવા મળે છે. તેનો અર્થ એ છે કે ક્રિકેટ માત્ર એક પારંપરિક રમત નહીં, પરંતુ ભારતીયોની લાગણી સાથે જોડાયેલી રમત છે. ભારતીય ક્રિકેટમાં જામનગરનો દબદબો એક સદી કરતા વધુ સમયથી જોવા મળે છે. ક્રિકેટ વિશ્વના મહાન ખેલાડીઓ પૈકી એકમાં જેમની ગણતરી થાય છે તેવા જામ રણજીતસિંહજી  જેઓ જામ રણજી તરીકે ઓળખાય છે તેમનાથી શરુ કરીને વર્તમાન ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સુધીના ક્રિકેટરો જામનગર શહેરે આપ્યા  છે. વર્ષ 1872માં નવાનગર એટલે કે આજના જામનગર નજીક આવેલા સડોદર ખાતે જન્મેલા જામ રણજીએ વર્ષ 1907 થી 1933 સુધી જામનગરના મહારાજા જામ સાહેબ તરીકે રાજ કર્યું. દેશમાં જયારે અંગ્રેજો રાજ કરતા હતા ત્યારે જામ રણજી ઈંગ્લેન્ડ ક્રિકેટ  ટીમ તરફથી ક્રિકેટ રમતા હતા. પોતાની આગવી શૈલીમાં રમવા માટે પ્રખ્યાત જામ રણજીનું આજે પણ આદર સાથે નામ લેવામાં આવે છે. તેમના નામથી જ આજે પણ દેશમાં રણજી ટ્રોફી રમાય છે. જે પ્રથમ કક્ષાના ક્રિકેટની શ્રેષ્ઠ ટૂર્નામેન્ટ પૈકીને એક છે. ક્રિકેટમાં ગ્લાન્સ શોટ્સના જનક એવા જામ રણજી ભારતીય ક્રિકેટના પિતામહ ગણાય છે.

દેશને જામનગરે આપ્યા છે નામી ક્રિકેટરો, રોચક ઈતિહાસ જાણી તમે પણ ચોંકી જશો

(જામ દુલિપ)

જામ રણજીના ભત્રીજા એવા જામ દુલિપસિંહ પણ ખૂબ જ સારા ક્રિકેટર હતા. જામનગરના રાજવી પરિવારમાંથી આવતા જામ દુલિપસિંહના નામ પર દુલિપ ટ્રોફી રમાડવામાં આવે છે.  જે દેશની પ્રથમ કક્ષાની ક્રિકેટ ટ્રોફી છે. જામ રણજીના નામે રણજી ટ્રોફી અને જામ દુલિપના નામે દુલિપ ટ્રોફી એમ કાકા ભત્રીજા બંનેના નામ પર ટ્રોફી રમાડવામાં આવતી હોય તેવી વિશ્વની આ એકમાત્ર ઘટના છે. જામ દુલિપે પોતાના કાકા અને કોચ એવા જામ રણજીના માર્ગદર્શન નીચે ક્રિકેટ રમવાની શરુઆત કરી હતી. રાજકોટની પ્રખ્યાત રાજકુમાર કોલેજથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ તેમણે ઈંગ્લેન્ડમાંથી  ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું.  ઈંગ્લેન્ડની ટીમ તરફથી તેમણે ક્રિકેટની શરુઆત કરી હતી.  તેઓ ટેસ્ટ ક્રિકેટના એ સમયના શ્રેષ્ઠ ખેલાડી ગણાતા હતા. રાજવી પરિવારમાંથી આવતા અને સારા ક્રિકેટર હોવાને પગલે તેઓ અંગ્રેજોમાં ખૂબ જ લોકપ્રિય હતા. આજે પણ ભારતીય ક્રિકેટના મહાન ખેલાડીઓ પૈકીના એક જામ દુલિપસિંહ ગણાય છે. 

દેશને જામનગરે આપ્યા છે નામી ક્રિકેટરો, રોચક ઈતિહાસ જાણી તમે પણ ચોંકી જશો

(વિનુ માંકડ)

જામનગરના અન્ય એક ખેલાડી જેમણે ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું એ હતા અમરસિંહ. ભારતની ફાસ્ટ બોલિંગની પરંપરાનો પાયો અમરસિંહે નાંખ્યો હતો. ચાલીસના દાયકામાં અમરસિંહની બોલિંગની જાદુઈ કળા ક્રિકેટ ચાહકોને મંત્રમુગ્ધ કરતી.  આક્રમક બોલિંગ દ્નારા કોઈપણ બેટ્સમેનને મુશ્કેલીમાં મુકવાની આવડત તેમને અન્ય બોલરો કરતાં અલગ પાડતી હતી. જામનગરના બીજા એક પનોતા પુત્ર હતા વિનુ માંકડ જેમણે તેમના આકર્ષક દેખાવ અને વિશિષ્ટ બોલિંગ સ્ટાઇલ દ્વારા ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું હતું.  વીનુ માંકડની 1940થી 50ના દાયકા દરમિયાન ભારતીય ક્રિકેટના આદર્શ ખેલાડીમાં ગણતરી થતી હતી. તેઓ સ્પિન બોલિંગ અને બેટીંગ દ્વારા ઓલરાઉન્ડ પ્રદર્શન કરી અનેક વખત ટીમને વિજયી બનાવવામાં સફળ રહ્યા હતા.  

દેશને જામનગરે આપ્યા છે નામી ક્રિકેટરો, રોચક ઈતિહાસ જાણી તમે પણ ચોંકી જશો

(સલિમ દુરાની)

1970ના દાયકામાં જામનગરના સલીમ દુરાની ક્રિકેટ મેદાનના સુપરસ્ટાર ગણાતા હતા. સલીમ દુરાનીએ પોતાની અનોખી શૈલી અને આક્રમક બેટિંગથી અનેક ખેલાડીઓને પ્રેરણા આપી હતી. સલીમ દુરાની માટે કહેવાય છે કે ક્રિકેટના મેદાનમાં સિકસરની માંગ પ્રેક્ષક જે ગેલેરીમાંથી કરતા તે જ ગેલેરીમાં સલીમ દુરાની સિકસર ફટકારતા. પોતાની આ અનોખી રમતને પગલે તેઓ ક્રિકેટ ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય હતા.

દેશને જામનગરે આપ્યા છે નામી ક્રિકેટરો, રોચક ઈતિહાસ જાણી તમે પણ ચોંકી જશો 

(અજય જાડેજા)

જામનગરના જામ સાહેબ તરીકે હાલમાં જ જેમના નામની જાહેરાત કરવામાં આવી તે અજય જાડેજા 1990ના દાયકામાં ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું.  તેઓનું પણ જામનગર કનેકશન છે. પિતા દોલતસિંહ જાડેજા બે ટર્મ સુધી જામનગરના સાંસદ તરીકે સેવા આપી હતી જ્યારે અજય જાડેજાએ ઓલરાઉન્ડર તરીકે 90ના દાયકામાં ક્રિકેટ ચાહકોમાં ખૂબ લોકપ્રિયતા હાંસિલ કરી. 1996ના વર્લ્ડકપમાં પાકિસ્તાન સામેની મેચમાં  ફાસ્ટ બોલર વકાર યુનિસને અંતિમ ઓવરમાં ધોલાઈ કરીને ટીમને જીત અપાવી યાદગાર બની ગયા. પોતાની આ ચમત્કારીક ઈનિંગ બાદ અજય જાડેજા ફેન ક્લબ શરુ થઈ હોય તેવા દેશના પ્રથમ ક્રિકેટર હતા. અજય જાડેજા તેની આક્રમક બેટીંગ, બોલિંગ અને ચુસ્ત ફિલ્ડીંગને પગલે શ્રેષ્ઠ ઓલરાઉન્ડર તરીકે નામ ધરાવે છે. જો કે વર્ષ 2000માં ક્રિકેટમાં મેચ ફિક્સિંગના પ્રકરણમાં તેનુ નામ આવ્યું હતું પરંતુ 2003માં દિલ્હી હાઈકોર્ટે  તેમને નિર્દોષ સાબિત કર્યા હતા. આજે તેઓ ક્રિકેટ કોચ અને કોમેન્ટેટર તરીકે સેવા આપી રહ્યા છે.

દેશને જામનગરે આપ્યા છે નામી ક્રિકેટરો, રોચક ઈતિહાસ જાણી તમે પણ ચોંકી જશો

(રવિન્દ્ર જાડેજા)

હાલના આધુનિક ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનું નામ ખૂબ જાણીતું છે. રવિન્દ્ર જાડેજા પોતાના ઓલરાઉન્ડ પ્રદર્શનને પગલે આજે દેશના યુવા ખેલાડીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. નાનપણમાં તેમણે ક્રિકેટ માટે કરેલા સંઘર્ષની કથા અનેક ખેલાડીઓને પ્રેરણા આપનારી છે. રવિન્દ્ર  જાડેજા બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ દરેક ક્ષેત્રમાં પોતાનો પરચો આપી ચૂકયા છે. આજે વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં રવિન્દ્રનો સમાવેશ થાય છે. મેચ દરમિયાન તેમની રમતમાં જોવા મળતી વ્યૂહરચના અને રમતની સમજણથી અનેક મેચના પાસા પલટાવ્યા છે. ભારતીય ટીમના પૂર્વે કેપ્ટન મહેંદ્રસિંહ ધોનીએ રવિન્દ્રને 'સર જાડેજા'નામ આપ્યું છે. 

જામનગરના યુવાનોમાં ક્રિકેટ પ્રત્યે અવિરત પ્રેમ જોવા મળે છે. જામ રણજીથી રવિન્દ્ર જાડેજા સુધી અનેક નામી ખેલાડી આપનાર જામનગર શહેરના અજીતસિંહ ક્રિકેટ પેવેલિયન ખાતે આજે પણ ભાવિ પેઢીને ક્રિકેટ માટે પ્રશિક્ષિત કરવામાં આવે છે. ભારતીય ક્રિકેટમાં જામનગરનું યોગદાન કયારેય ભૂલી ન શકાય તેવુ છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહીGujarat Weather Updates: રાજ્યના 9 શહેરનું તાપમાન 20 ડિગ્રી નીચે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
Embed widget