GG vs UPW: બેકાર ગઈ દીપ્તિ શર્માની તોફાની ઈનિંગ, ગુજરાત જાયન્ટ્સે યૂપીને 8 રને હરાવ્યું
ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્સને હરાવ્યું છે. દીપ્તિ શર્માની તોફાની ઇનિંગ્સ છતાં યુપી વોરિયર્સને 8 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
GG vs UPW Match Report: ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્સને હરાવ્યું છે. દીપ્તિ શર્માની તોફાની ઇનિંગ્સ છતાં યુપી વોરિયર્સને 8 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ જીત બાદ ગુજરાત જાયન્ટ્સે પોતાની પ્લેઓફની આશા જીવંત રાખી છે. જો કે, યુપી વોરિયર્સને હરાવવા છતાં ગુજરાત જાયન્ટ્સ પોઈન્ટ ટેબલમાં નીચે છે. દિલ્હી કેપિટલ્સ ઉપરાંત મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. જ્યારે બાકીની 1 જગ્યા માટે 3 ટીમો દાવેદાર છે. પરંતુ આ 3 ટીમોમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સૌથી મજબૂત દાવો છે. ગુજરાત જાયન્ટ્સ માટે શબનમ એમડી શકીલ સૌથી સફળ બોલર રહી હતી.
યુપી વોરિયર્સ માટે દીપ્તિ શર્માએ તોફાની ઇનિંગ રમી હતી
A bright spell and a bright future ahead ✨
— Women's Premier League (WPL) (@wplt20) March 11, 2024
Most economical spell by an Indian bowler in #TATAWPL 👏👏
Well done, Shabnam Shakil 🙌
📽️ Match Highlights: https://t.co/yiwvrLlCZI pic.twitter.com/gLnMJ7eIiP
યુપી વોરિયર્સને જીતવા માટે 153 રનનો ટાર્ગેટ હતો, પરંતુ 20 ઓવરમાં 5 વિકેટે 144 રન જ બનાવી શકી હતી. આ રીતે યુપી વોરિયર્સને 8 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. દીપ્તિ શર્મા યુપી વોરિયર્સ માટે તોફાની રમી હતી. દીપ્તિ શર્મા 60 બોલમાં 88 રન બનાવીને અણનમ પરત ફરી, પરંતુ તે ટીમને જીત તરફ લઈ જઈ શકી નહીં. પૂનમ ખેમરે 36 બોલમાં 36 રનનું યોગદાન આપ્યું હતું. પરંતુ આ સિવાય કોઈ બેટ્સમેન ડબલ ફિગરને પાર કરી શક્યા નહી. એલિસા હીલી ઉપરાંત કિરણ નવગીરે, ચમારી અટાપટુ, ગ્રેસ હેરિસ અને શ્વેતા સેહરાવતે નિરાશ કર્યા હતા.
ગુજરાત જાયન્ટ્સ માટે શબનમ એમડી શકીલ સૌથી સફળ બોલર રહી હતી. શબનમ એમડી શકીલે વિપક્ષી ટીમના 3 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. આ સિવાય કેથરીન બ્રેઈસ અને એશ્લે ગાર્ડનરને 1-1 સફળતા મળી હતી.
બેથ મૂની અને લૌરા વૂલવર્થ દ્વારા શાનદાર ઇનિંગ્સ
આ પહેલા ગુજરાત જાયન્ટ્સની કેપ્ટન બેથ મૂનીએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં 8 વિકેટે 152 રન બનાવ્યા હતા. ગુજરાત જાયન્ટ્સ તરફથી કેપ્ટન બેથ મૂનીએ સૌથી વધુ 74 રનની ઇનિંગ રમી હતી. લૌરા વૂલવર્થે 43 રનનું યોગદાન આપ્યું હતું.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial