Dunkley Fastest Fifty: ગુજરાતની સોફિયા ડંકલેએ RCBના બોલર્સને ધોઈ નાંખ્યા, WPLમાં સૌથી ઝડપી ફિફ્ટીનો બનાવ્યો રેકોર્ડ
WPL 2023: ગુજરાત સામેની મેચમાં પણ આરસીબીના બોલરોની ધોલાઈ થઈ હતી. આ મેચમાં સોફિયા ડંકલેએ બાઉન્ડ્રીનો વરસાદ કર્યો હતો.
Gujarat Giants Sophia Dunkley Fastest Fifty in WPL 2023: મહિલા પ્રીમિયર લીગની છઠ્ઠી મેચમાં ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુકાબલો છે..ટૂર્નામેન્ટમાં બંને ટીમોની શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે. ગુજરાત અને બેંગલોર બંનેને તેમની પ્રથમ બે મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત સામેની મેચમાં પણ આરસીબીના બોલરોની ધોલાઈ થઈ હતી. આ મેચમાં સોફિયા ડંકલેએ બાઉન્ડ્રીનો વરસાદ કર્યો હતો.
ટુર્નામેન્ટની સૌથી ઝડપી ફિફ્ટી
ગુજરાત જાયન્ટ્સની સોફિયા ડંકલીએ વિમેન્સ પ્રીમિયર લીગમાં સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે આ મેચમાં માત્ર 18 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ગુજરાત સામે 22 બોલમાં 50 રન પૂરા કર્યા હતા. ઇંગ્લેન્ડની સોફિયાએ આરસીબીના બોલરોને શરૂઆતથી જ દબાણમાં રાખ્યા હતા. પ્રથમ બે બોલ ડોટ્સ રમ્યા બાદ તેણે એલિસ પેરી સામે ફોર ફટકારી હતી. આ પછી મેગન સૂટ્સે સતત બે ચોગ્ગા ફટકાર્યા. રેણુકા સિંહ ઠાકુર સામે ચોથી ઓવરમાં તેણે 2 ફોર અને 1 સિક્સર ફટકારી હતી.
પ્રીતિ બોઝની ઓવરમાં 5 બાઉન્ડ્રી.
24 વર્ષની સોફિયા ડંકલીએ ડાબા હાથની સ્પિનર પ્રીતિ બોઝ સામે આક્રમક બેટિંગ કર્યો. તે ઓવરના બીજા બોલ પર સ્ટ્રાઇક પર આવી. તેણે આ બોલને પેડલ કરીને ચોગ્ગા માટે મોકલ્યો. ત્રીજો બોલ સિક્સર માટે ફ્રન્ટ તરફ મોકલ્યો. આ પછી તેણે સતત ત્રણ ચોગ્ગા ફટકાર્યા. છેલ્લા બોલ પર ચોગ્ગાની સાથે તેણે પોતાની ફિફ્ટી પણ પૂરી કરી હતી. પ્રથમ 50 રનમાં તેણે ભાગીને માત્ર બે રન લીધા હતા. 28 બોલમાં 65 રનની ઈનિંગ રમ્યા બાદ તે શ્રેયંકા પાટીલના હાથે આઉટ થઈ ગઈ હતી. ડંકલેએ પોતાની ઇનિંગમાં 11 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.
Hey @NBAIndia, rate this Dunk-ley 😋
— JioCinema (@JioCinema) March 8, 2023
The fastest 50 in the #TATAWPL, ladies & gents - it's Sophia Dunkley!#GGvRCB pic.twitter.com/pGc9xoNeQP