Happy Birthday Yuvraj Singh: ભારતને ત્રણ વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું, પછી કેન્સરને હરાવ્યું
12 ડિસેમ્બર 1981ના રોજ જન્મેલા યુવીએ ભારતને 2000માં પ્રથમ વખત અંડર-19 વર્લ્ડ કપ અપાવ્યો હતો
![Happy Birthday Yuvraj Singh: ભારતને ત્રણ વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું, પછી કેન્સરને હરાવ્યું Happy Birthday Yuvraj Singh: A look at some of the achievements of the former India all-rounder Yuvraj Singh Happy Birthday Yuvraj Singh: ભારતને ત્રણ વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું, પછી કેન્સરને હરાવ્યું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/19/6dca1df02368e43783d85cebc290a4891663564260333344_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
2000, 2007, 2011… આ 3 વર્ષમાં માત્ર 2 બાબતો સામાન્ય છે, એક તો ત્રણેય વર્ષમાં ભારત વર્લ્ડ ચેમ્પિયન બન્યું અને બીજી બાબત યુવરાજ સિંહ. યુવરાજ સિંહ ત્રણેય વર્લ્ડ કપનો સ્ટાર હતો. યુવરાજે પોતાના દમ પર ભારતને ઘણી યાદગાર જીત અપાવી, પરંતુ આ ત્રણ વર્લ્ડ કપ જીતનાર યુવરાજ દરેકના દિલમાં છવાઇ ગયો છે. યુવી આજે 41 વર્ષનો થઈ ગયો છે અને તેને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધાને ઘણો સમય થઈ ગયો છે, પરંતુ આજે પણ લોકો તેને પ્રેમ કરે છે.
12 ડિસેમ્બર 1981ના રોજ જન્મેલા યુવીએ ભારતને 2000માં પ્રથમ વખત અંડર-19 વર્લ્ડ કપ અપાવ્યો હતો. તેના ઓલરાઉન્ડર પ્રદર્શનને કારણે તે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો. આ મજબૂત પ્રદર્શનને કારણે તેને સિનિયર ટીમમાંથી બોલાવવામાં આવ્યો હતો અને તેણે ઓક્ટોબર 2000માં કેન્યા સામે વન-ડેમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. આ પછી યુવીએ પાછું વળીને જોયું નથી અને તે મેદાન પર રોજ નવા રેકોર્ડ બનાવતો રહ્યો છે.
12 બોલમાં અડધી સદી ફટકારી
2007માં ભારતે એમએસ ધોનીની કેપ્ટનશીપમાં પ્રથમ ટી-20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ જીતમાં પણ યુવીનો મોટો ફાળો હતો. આ જ ટુર્નામેન્ટમાં તેણે સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં સતત 6 છગ્ગા ફટકારીને તબાહી મચાવી હતી. તેણે 12 બોલમાં સૌથી ઝડપી ઈન્ટરનેશનલ T20 અડધી સદી ફટકારી હતી.
ભારતને વર્લ્ડ કપ અપાવ્યો
ભારતે 2011માં વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો અને આ જીતનો હીરો પણ યુવરાજ સિંહ હતો. યુવરાજ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહ્યો હતો. તેણે 362 રન બનાવવાની સાથે 15 વિકેટ પણ લીધી હતી. યુવરાજ થોડી જ વારમાં ચેમ્પિયન ખેલાડી બની ગયો હતો પરંતુ તેની ખરી કસોટી થવાની બાકી હતી અને આ જ તેની હિંમતની કસોટી હતી.
2011ના વર્લ્ડ કપ પછી તરત જ યુવીને ખબર પડી કે તેને કેન્સર છે અને ત્યાર બાદ તેની અસલી લડાઈ શરૂ થઈ. તેમણે તેમની સારવાર યુએસએમાં કરાવી અને સંઘર્ષ બાદ કેન્સરને હરાવવામાં સફળ રહ્યો હતો. આ પછી તે મેદાનમાં પરત ફર્યો. તે 2017 સુધી ટીમનો ભાગ પણ હતો પરંતુ ત્યારબાદ લય ગુમાવ્યા બાદ તેને ટીમમાં સ્થાન ન મળ્યું અને 2019માં વિશ્વના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંના એક યુવીએ નિવૃત્તિની જાહેરાત કરી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)