Mohammed Shami: પત્નીને ભરણપોષણ પેટે દર મહિને લાખો રુપિયા ચૂકવે છે મોહમ્મદ શમી, રકમ જાણીને ચોંકી જશો
Mohammed Shami Wife: ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી તેની પત્નીને ભરણપોષણ તરીકે કેટલા પૈસા આપે છે. બન્ને વચ્ચેના સંબંધોનું અંતર ક્યાંથી વધવા લાગ્યું?
Mohammed Shami Wife Hasin Jahan Alimony: આ દિવસોમાં મોહમ્મદ શમી ટીમ ઈન્ડિયામાં કમબેક કરવાના સમાચારને લઈને ચર્ચામાં છે. શમીએ વિશ્વ કપમાં ધમાલ મચાવી હતી પરંતુ લગભગ 6 વર્ષ પહેલા તેમનું અંગત જીવન બરબાદ થઈ ગયું હતું. તમને જણાવી દઈએ કે, વર્ષ 2014માં શમીએ હસીન જહાં નામની મહિલા સાથે લગ્ન કર્યા હચા, જે વ્યવસાયે મોડલ છે. પરંતુ વર્ષ 2018માં હસીન જહાંએ શમી અને તેના પરિવાર વિરુદ્ધ FIR નોંધાવતા ખળભળાટ મચી ગયો હતો. તેના પર ઘરેલું ઉત્પીડન અને ખરાબ વર્તનનો આરોપ લાગ્યો હતો.
શમી પર પણ મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો, પરંતુ થોડા સમય પછી BCCIની એન્ટી કરપ્શન યુનિટે તેને ફિક્સિંગ કેસમાં ક્લીનચીટ આપી દીધી હતી. પરંતુ ઘરેલું શોષણનો મામલો લાંબા સમય સુધી ચાલ્યો, આ દરમિયાન પશ્ચિમ બંગાળ સ્થિત અલીપોર કોર્ટે સપ્ટેમ્બર 2019માં ભારતીય ક્રિકેટર વિરુદ્ધ ધરપકડ વોરંટ પણ જારી કર્યું હતું. થોડા દિવસો બાદ શમીની જામીન અરજી મંજૂર કરવામાં આવી હતી.
પત્નીને ભરણપોષણ ચૂકવવું પડે છે
વર્ષ 2023માં કોલકાતાની એક કોર્ટે મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાંના કેસમાં મોટો ચુકાદો આપ્યો હતો. આ અંતર્ગત મોહમ્મદ શમી હસીન જહાંને દર મહિને ભરણપોષણ પેટે 1 લાખ 30 હજાર રૂપિયા આપે છે. તેમાંથી 50 હજાર રૂપિયા મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંને અંગત ખર્ચ માટે આપવામાં આવશે અને બાકીના 80 હજાર રૂપિયા તેમની દીકરીના ઉછેર માટે વાપરવામાં આવશે. તેમની પુત્રીનો જન્મ 2015માં થયો હતો, જેનું નામ આયરા છે.
10 લાખ રૂપિયા માસિક ભરણપોષણ પેટે માંગ્યા હતા
તમને જણાવી દઈએ કે, વર્ષ 2018માં જ્યારે હસીન જહાંએ મોહમ્મદ શમી વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો ત્યારે તેણે 10 લાખ રૂપિયા માસિક ભરણપોષણ પેટે માગ્યા હતા. જેમાં તેના વકીલે દલીલ કરી હતી કે, મોહમ્મદ શમીએ 2021-2021 નાણાકીય વર્ષમાં 7 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. જેથી એવી દલીલ કરવામાં આવી હતી કે 10 લાખનું ભરણપોષણ આપવું ખોટું નથી. તમને જણાવી દઈએ કે, મોહમ્મદ શમી હાલમાં BCCI કોન્ટ્રાક્ટ લિસ્ટના ગ્રેડ Aમાં સામેલ છે, જે અંતર્ગત તેને વાર્ષિક 5 કરોડ રૂપિયાનો પગાર મળે છે.
આ પણ વાંચો...