શોધખોળ કરો
Advertisement
ઇયાન ચેપલે ભારતના બૉલરને ગણાવ્યો સૌથી ખતરનાક, કહ્યું- ઓસ્ટ્રેલિયન ટીમને કરશે પરેશાન
ઓસ્ટ્રેલિયન પૂર્વ કેપ્ટન ઇયાન ચેપલના મતે ભારતનો આ કાંડાનો સ્પિનર કુલદીપ યાદવ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો માટે ખતરનાક સાબિત થશે. બેટ્સમેનોને પરેશાન કરી દેશે. ઉલ્લેખનીય છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અહીં ચાર મેચોની ટેસ્ટ સીરીઝ રમાશે
નવી દિલ્હીઃ કોરોના કાળ પુરો થયો બાદ હવે આ વર્ષના અંતે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરીઝમાં ટકરાવવાની છે. ટીમ ઇન્ડિયા માટે આ એક મોટો પ્રવાસ અને ટૂર્નામેન્ટ બની રહેશે. આ સીરીઝને લઇને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ઇયાન ચેપલે ભારતના કુલદીપ યાદવને ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો માટે ખતરરૂપ ગણાવી દીધો છે.
ઓસ્ટ્રેલિયન પૂર્વ કેપ્ટન ઇયાન ચેપલના મતે ભારતનો આ કાંડાનો સ્પિનર કુલદીપ યાદવ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો માટે ખતરનાક સાબિત થશે. બેટ્સમેનોને પરેશાન કરી દેશે. ઉલ્લેખનીય છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અહીં ચાર મેચોની ટેસ્ટ સીરીઝ રમાશે.
ચેપલે ઇએસપીએન ક્રિકઇન્ફોમાં લખેલી પોતાની કૉલમમાં લખ્યું- કુલદીપ યાદવના કાંડા સ્પિન ઓસ્ટ્રેલિયન પીચો પર વિકેટો લેવામાં કારગર સાબિત થઇ શકે છે. પસંદગીકારો માટે આ નિર્ણય લેવો બહુ બહાદુરીનુ કામ હશે.
કુલદીપ તે ટીમનો ભાગ હતો જેને ગઇ વખતે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો અને પહેલીવાર ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરીઝ જીતી હતી. લેફ્ટ આર્મ કુલદીપ તે પ્રવાસમાં ચોથી અને અંતિમ ટેસ્ટમાં ભારતની પ્લેઇંગ ઇલેવનમાં પણ હતો, જે મેચ ડ્રૉ રહી હતી. કુલદીપે પહેલી ઇનિંગમાં 99 રન આપીને પાંચ વિકેટ લીધી હતી.
ચેપલનુ માનવુ છે કે ભારતીય પસંદગીકારોને સ્પિન વિભાગામં રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેદા અને કુલદીપ યાદવમાંથી કોઇએકની પસંદગી કરવી ખુબ મુશ્કેલભર્યો નિર્ણય હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement