ICC Awards 2022: સૂર્યકુમાર યાદવ પુરૂષ T20 ક્રિકેટર ઓફ ધ યર, જાણો મહિલા ક્રિકેટરમાં કોણે મારી બાજી
ICC Awards: સૂર્યકુમાર યાદવ એક વર્ષમાં T20માં હજારથી વધુ રન બનાવનાર તે માત્ર બીજો બેટ્સમેન છે. આ વર્ષે તેના બેટમાંથી 68 સિક્સર નીકળી હતી.
ICC Awards, Suryakumar Yadav: ભારતના સ્ટાર ક્રિકેટર સૂર્યકુમાર યાદવને ICC દ્વારા વર્ષ 2022ના સર્વશ્રેષ્ઠ T20 ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. તે જ સમયે, ઓસ્ટ્રેલિયાની તાહિલા મેકગ્રાને 2022ની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટરનો એવોર્ડ મળ્યો છે. વર્ષ 2022માં, સૂર્યકુમારે 31 T20 મેચોમાં 46.56ની સરેરાશ અને 187.43ની સ્ટ્રાઈક રેટથી 1164 રન બનાવ્યા હતા.
એક વર્ષમાં T20માં હજારથી વધુ રન બનાવનાર તે માત્ર બીજો બેટ્સમેન છે. આ વર્ષે તેના બેટમાંથી 68 સિક્સર નીકળી હતી. સૂર્યકુમાર એક વર્ષમાં T20માં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન પણ બની ગયો છે. તેણે ગયા વર્ષે બે સદી અને નવ અડધી સદી ફટકારી હતી.
#ICCAwards | Suryakumar Yadav is the winner of the ICC Men's T20I Cricketer of the Year 2022.
— ANI (@ANI) January 25, 2023
The winner of the ICC Men's T20I Cricketer of the Year had one of the best years any player has had in the format's history: ICC
(Pic: ICC) pic.twitter.com/LfoCj88Vzd
ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ICC મેન્સ T20 વર્લ્ડ કપ દરમિયાન સૂર્યકુમાર શાનદાર ફોર્મમાં હતો. ટૂર્નામેન્ટ દરમિયાન, તેણે છ ઇનિંગ્સમાં ત્રણ અડધી સદી ફટકારી હતી અને તેની સરેરાશ 60ની આસપાસ હતી. એટલું જ નહીં, આ સમયગાળા દરમિયાન સૂર્યાનો સ્ટ્રાઈક રેટ 189.68 હતો.
સૂર્યકુમારે ગત વર્ષે ઈંગ્લેન્ડ સામે ઈંગ્લેન્ડની ધરતી પર ટી20માં પોતાની પ્રથમ સદી પણ ફટકારી હતી. ઈંગ્લેન્ડને 216 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમે 31 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી સૂર્યકુમારે યાદગાર ઇનિંગ રમી હતી. તેણે 55 બોલમાં 117 રન બનાવ્યા અને ભારતને જીતની નજીક પહોંચાડ્યું. જો કે તે આઉટ થતા જ ટીમ ઈન્ડિયા મેચ હારી ગઈ હતી.
T20 વર્લ્ડ કપ પછી તરત જ ન્યુઝીલેન્ડના પ્રવાસ પર T20 માં, સૂર્યાએ આ ફોર્મેટમાં તેની બીજી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી. T20 વર્લ્ડ કપ દરમિયાન જ સૂર્યકુમાર ICC T20 મેન્સ બેટર રેન્કિંગમાં નંબર વન પર પહોંચ્યો હતો. તેની સિદ્ધિઓને કારણે, ICCએ તેને ICC T20 મેન્સ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ આપ્યો છે.
Australia's star all-rounder has been voted the ICC Women's T20I Cricketer of the Year 2022 🏆#ICCAwards
— ICC (@ICC) January 25, 2023
મોહમ્મદ સિરાજ બન્યો વન ડે નો નંબર વન બોલર
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે બુધવારે ODI રેન્કિંગ જાહેર કરી. જેમાં ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજ બે સ્થાનની છલાંગ લગાવીને વિશ્વનો નંબર 1 ODI બોલર બન્યો છે. સિરાજને 729 પોઈન્ટ મળ્યા છે અને આ સાથે તે ટોપ પર પહોંચી ગયો છે. સિરાજે ન્યૂઝીલેન્ડના ટ્રેન્ડ બોલ્ટને પાછળ છોડી દીધો છે, જેની પાસે માત્ર 727 પોઈન્ટ છે, જ્યારે આ યાદીમાં મિચેલ સ્ટાર્ક, રાશિદ ખાન અને જોશ હેઝલવુડ જેવા દિગ્ગજ બોલર પણ છે, પરંતુ તેઓ પણ સિરાજની સામે નિષ્ફળ જાય છે.