શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

AUS vs PAK: રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 62 રને આપી હાર, એડમ ઝમ્પાની 4 વિકેટ 

વર્લ્ડ કપની 18મી મેચ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 62 રને હરાવ્યું હતું.

ICC Cricket World Cup 2023: વર્લ્ડ કપની 18મી મેચ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 62 રને હરાવ્યું હતું. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 367 રન બનાવ્યા હતા જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 305 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ બાબર આઝમના નિર્ણયને ખોટો સાબિત કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર અને મિશેલ માર્શે 259 રનની શાનદાર ભાગીદારી કરી ઓસ્ટ્રેલિયાને શાનદાર શરૂઆત અપાવી હતી.

ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન મેચ રિપોર્ટ

જોકે ત્યાર બાદ પાકિસ્તાનની ટીમે શાનદાર વાપસી કરી હતી અને શાહીન શાહ આફ્રિદીએ પાંચ વિકેટ ઝડપી હતી. શાહીન સહિત પાકિસ્તાનના તમામ બોલરોએ છેલ્લી ઓવરોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 367 રન બનાવી શકી હતી, જ્યારે એક સમયે એવું લાગતું હતું કે તેમની ટીમ 400થી વધુ રન બનાવી શકશે. આ મેચમાં ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નરે સૌથી વધુ રન બનાવ્યા હતા. વોર્નરે 163 રનની શાનદાર સદીની ઇનિંગ રમી હતી. તેના સિવાય મિચેલ માર્શે પણ 121 રનની સદીની ઇનિંગ રમી હતી. આ બંને સિવાય ઓસ્ટ્રેલિયાનો કોઈ ખેલાડી 25 રનની ઇનિંગ પણ રમી શક્યો નહોતો.

પાકિસ્તાનની ટીમે પણ શાનદાર શરૂઆત કરી હતી

બીજી તરફ પાકિસ્તાનની ટીમે પણ શાનદાર શરૂઆત કરી હતી. અબ્દુલ્લા શફીક અને ઈમામ ઉલ હક વચ્ચે પ્રથમ વિકેટ માટે 134 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. શફીકે 64 રન અને ઈમામે 70 રનની ઈનિંગ રમી હતી. આ બે સિવાય મોહમ્મદ રિઝવાને 46 રન, સઈદ શકીલે 30 રન અને ઈફ્તિખાર અહેમદે 26 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય કોઈ બેટ્સમેન મોટી ઇનિંગ્સ રમી શક્યો નહોતો. પાકિસ્તાનની બેટિંગ જોઈને લાગતું હતું કે તેમની ટીમ ટાર્ગેટ સુધી પહોંચી શકશે, પરંતુ ઓસ્ટ્રેલિયાના સ્પિનર ​​એડમ ઝમ્પાએ શાનદાર બોલિંગ કરી અને ટીમને જીત અપાવી હતી.  એડમ ઝમ્પાએ 10 ઓવરમાં 53 રન આપીને 4 મહત્વની વિકેટ લીધી હતી. ઝમ્પાએ બાબર આઝમ, ઈફ્તિખાર અહેમદ, મોહમ્મદ રિઝવાન અને મોહમ્મદ નવાઝની વિકેટ લઈને પાકિસ્તાનનું સપનું ચકનાચૂર કરી દીધું હતું. 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navsari News : નવસારીમાં ચીકુનો પાકમાં ભારે નુકસાન થતા ખરીદી બંધ કરાઇHun To Bolish : હું તો બોલીશ : નશીલા ગીતો કેમ?Hun To Bolish : હું તો બોલીશ : બધુ જ નકલી તો અસલી શું?Amreli Murder Case: જાફરાબાદના વડલી ગામની હત્યા કેસમાં પોલીસે બનેવીની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો
Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
Embed widget