(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
Ishan Kishan, IPL 2025 Auction: વિસ્ફોટક વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને સનરાઈઝર્સ હૈદરાબાદે ખરીદ્યો છે. જ્યારે રહમાનુલ્લાહ ગુરબાઝને કોલકાતા નાઈટ રાઈડર્સે ખરીદ્યો છે.
Ishan Kishan, Rahmanullah Gurbaz, IPL 2025 Auction: આઈપીએલ 2025ની મેગા હરાજીમાં ઘણા ખેલાડીઓની કિસ્મત ખૂલી છે. અત્યાર સુધીમાં ઋષભ પંત, શ્રેયસ અય્યર અને વેંકટેશ અય્યરને અપેક્ષા કરતાં વધુ રકમ મળી છે. પંત 27 કરોડમાં, શ્રેયસ 26.75 કરોડમાં અને વેંકટેશ 22.75 કરોડમાં વેચાયા છે. હવે વિસ્ફોટક વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને સનરાઈઝર્સ હૈદરાબાદે મોટી રકમમાં ખરીદ્યો છે.
સનરાઈઝર્સ હૈદરાબાદે વિસ્ફોટક વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને 11.25 કરોડ રૂપિયાની મોટી રકમમાં ખરીદ્યો છે. જ્યારે રહમાનુલ્લાહ ગુરબાઝને કોલકાતા નાઈટ રાઈડર્સે તેમની બેઝ પ્રાઈસ બે કરોડમાં લીધો છે. ગુરબાઝ પહેલા પણ આ જ ટીમનો ભાગ હતો. જ્યારે ઈશાનને મુંબઈ ઈન્ડિયન્સે રિલીઝ કર્યો હતો.
ડિકોકને પણ KKRએ જ ખરીદ્યો
દક્ષિણ આફ્રિકાના અનુભવી વિકેટકીપર ક્વિન્ટન ડિકોકને KKRએ 3.60 કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે. હવે તેમની પાસે બે વિકેટકીપર થઈ ગયા છે. KKRએ ક્વિન્ટન ડિકોક પર 3.60 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો. આ ઉપરાંત કોલકાતા નાઈટ રાઈડર્સે રહમાનુલ્લાહ ગુરબાઝને પણ તેમની બેઝ પ્રાઈસ એટલે કે 2 કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે.
ફિલ સાલ્ટ અને જીતેશ શર્માને આરસીબીએ ખરીદ્યો
ઈંગ્લેન્ડના ધાકડ બેટ્સમેન ફિલ સાલ્ટને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ 11.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે, જે ગયા સીઝનમાં KKR માટે રમ્યો હતો. સાલ્ટ તોફાની બેટિંગ માટે જાણીતા છે. આરસીબીએ એક બીજા વિકેટકીપરને ખરીદ્યો છે. બેંગલુરુએ ભારતીય વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માને ખરીદ્યો છે. જીતેશને આરસીબીએ 11 કરોડમાં લીધો છે.
અશ્વિનની થઈ ઘર વાપસી
રવિચંદ્રન અશ્વિનની ઘર વાપસી થઈ ગઈ છે. તેમને ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ 2025ની મેગા હરાજીમાં ખરીદ્યા. સીએસકેએ અશ્વિનને બેઝ પ્રાઈસથી ઘણા ગણા વધારે દામમાં ખરીદ્યા. અશ્વિનને 9.75 કરોડ રૂપિયા મળ્યા. અશ્વિન ઓલરાઉન્ડર ખેલાડી છે અને ઘણા મોકા પર શાનદાર પ્રદર્શન કરી ચૂક્યા છે. તેઓ આ પહેલા રાજસ્થાન રોયલ્સનો ભાગ હતા.
મોહમ્મદ શમીને સનરાઈઝર્સ હૈદરાબાદે 10 કરોડમાં ખરીદ્યો
ભારતના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને સનરાઈઝર્સ હૈદરાબાદે 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જ્યારે દક્ષિણ આફ્રિકાના કગિસો રબાડાને ગુજરાત ટાઈટન્સે 10.75 કરોડમાં ખરીદ્યો. ગયા વર્ષે સૌથી મોંઘા રહેલા મિચેલ સ્ટાર્કને દિલ્હી કેપિટલ્સે 11.75 કરોડમાં ખરીદ્યો. હવે સિરાજ પણ 10 કરોડથી વધુમાં વેચાયા છે. આ બધા સ્ટાર ફાસ્ટ બોલરોને 15 કરોડથી ઓછી રકમમાં ખરીદવામાં આવ્યા છે. સિરાજ અત્યાર સુધીના સૌથી મોંઘા ફાસ્ટ બોલર છે. તેમને શમી, સ્ટાર્ક અને રબાડા કરતાં વધારે રકમ મળી છે.
આ પણ વાંચોઃ