World Cup: ભારત-પાકિસ્તાનની મેચ પર લટકતી તલવાર, ભારતમાં રમવા આવશે કે નહીં આ દિવસે લેવાશે નિર્ણય
પાકિસ્તાની પીએમની અધ્યક્ષતામાં 3 ઓગસ્ટે આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
ODI World Cup 2023, Pakistan Cricket Team: ભારતમાં આયોજિત આગામી વનડે વર્લ્ડકપ 5 ઓક્ટોબરથી શરૂ થઇ રહ્યો છે. આઈસીસીએ આ અંગે ઓફિશિયલ શિડ્યૂલ પણ જાહેર કરી દીધું છે, પરંતુ હજુ સુધી પાકિસ્તાની ટીમના ભારતમાં આવવાને લઈને કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. એટલે કે પાકિસ્તાની ટીમ ભારત આવશે કે નહીં તે અંગે હજુ કોઇ માહિતી નથી, ભારત -પાકિસ્તાનની મેચ પર લટકતી તલવાર જેવી સ્થિતિ પેદા થઇ ગઇ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ મેગા ઈવેન્ટમાં ભાગ લેવા માટે તેમની સરકાર પાસે ભારત આવવાની પરવાનગી માંગી હતી. પાકિસ્તાની પીએમની અધ્યક્ષતામાં 3 ઓગસ્ટે આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
પાકિસ્તાન સરકારે બિલાવલ ભુટ્ટોના નેતૃત્વમાં 14 સભ્યોની સમિતિની રચના કરી હતી. તેમને ભારતમાં યોજાનારી મેગા ઈવેન્ટમાં પોતાની ટીમ મોકલવી કે નહીં તે અંગેનો અહેવાલ તૈયાર કરવાનો હતો. હવે આ અંગે અંતિમ નિર્ણય 3 ઓગસ્ટે એટલે કે આજે આવશે. આ સમિતિ વતી સુરક્ષા ટીમ મોકલવાની માંગણી કરી શકાય છે. જેથી વર્લ્ડકપ દરમિયાન પાકિસ્તાની ટીમને આપવામાં આવેલી સુરક્ષાની સમીક્ષા કરી શકાય.
વર્લ્ડકપમાં ભાગ લેવા અંગે પીસીબીના એક વરિષ્ઠ અધિકારીએ ક્રિકબઝને આપેલા પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે હાઈ-પ્રૉફાઈલ મીટિંગમાં વર્લ્ડ કપમાં ટીમની ભાગીદારી અંગે નિર્ણય લેવામાં આવશે. રમતગમત મંત્રી અહેસાન મઝારી ઉપરાંત બોર્ડ અને સરકારના અન્ય ઘણા ઉચ્ચ અધિકારીઓ આમાં સામેલ થશે.
પાકિસ્તાની ટીમના શિડ્યૂલમાં થઇ શકે છે ફેરફાર -
વર્લ્ડકપમાં ભાગ લેવા અંગે પીસીબીના એક વરિષ્ઠ અધિકારીએ ક્રિકબઝને આપેલા પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે હાઈ-પ્રૉફાઈલ મીટિંગમાં વર્લ્ડકપમાં ટીમની ભાગીદારી અંગે નિર્ણય લેવામાં આવશે. રમતગમત મંત્રી અહેસાન મઝારી ઉપરાંત બોર્ડ અને સરકારના અન્ય ઘણા ઉચ્ચ અધિકારીઓ આમાં સામેલ થશે.
ભારત-પાકિસ્તાન મેચોની તારીખો કેમ બદલવામાં આવી ?
હાલમાં જ ક્રિકેટ વર્લ્ડકપ 2023નું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. તે શિડ્યૂલ પ્રમાણે, ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની હતી, પરંતુ હવે કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ખરેખરમાં, નવરાત્રિનો પહેલો દિવસ 15 ઓક્ટોબરે છે. જેના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જોકે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 15 ઓક્ટોબરના બદલે 14 ઓક્ટોબરે રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચના સ્થળમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
ભારતીય ટીમનું વર્લ્ડકપમાં અભિયાન
રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ વર્લ્ડકપ 2023માં પોતાના અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામેની મેચથી કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ મેચ 8 ઓક્ટોબરે રમાશે. બંને ટીમો 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં આમને-સામને ટકરાશે. જોકે, વિશ્વકપની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે રમાશે. જ્યારે આ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. વર્લ્ડકપ 2023ની ટાઈટલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ રીતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ટૂર્નામેન્ટની પ્રથમ અને છેલ્લી મેચનું આયોજન કરશે.