ICC Test Rankings: મોહમ્મદ સિરાજે લગાવી મોટી છલાંગ, યશસ્વી જયસ્વાલ પણ ટોપ 5માં સામેલ
ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ બાદ, ICC એ બુધવાર, 6 ઓગસ્ટના રોજ રેન્કિંગ અપડેટ કર્યું છે.

મોહમ્મદ સિરાજે ICC રેન્કિંગમાં 12 સ્થાનની મોટી છલાંગ લગાવી છે. યશસ્વી જયસ્વાલ ટોપ 5 માં સામેલ થયો છે. ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ બાદ, ICC એ બુધવાર, 6 ઓગસ્ટના રોજ રેન્કિંગ અપડેટ કર્યું છે. સિરાજ અગાઉ ટેસ્ટ બોલિંગ રેન્કિંગ યાદીમાં 27મા ક્રમે હતો. જયસ્વાલ ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં 5મા ક્રમે પહોંચી ગયો છે.
મોહમ્મદ સિરાજનું ટેસ્ટ બોલિંગ રેન્કિંગ
સિરાજે ઇંગ્લેન્ડ સામે 5મી ટેસ્ટમાં કુલ 9 વિકેટ લીધી હતી, તેણે બીજી ઇનિંગમાં 5 વિકેટ લીધી હતી. આ શાનદાર પ્રદર્શનને કારણે, ભારતે મેચ 6 રનથી જીતી લીધી અને સિરાજને શ્રેષ્ઠ ખેલાડી જાહેર કરવામાં આવ્યો. તેને ICC રેન્કિંગમાં આનો પુરસ્કાર પણ મળ્યો છે. મોહમ્મદ સિરાજ 674 ના રેટિંગ સાથે ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં 15મા ક્રમે છે. તેણે મોટો ઉછાળો નોંધાવ્યો છે, તે પહેલા 27મા ક્રમે હતો.
ટેસ્ટ રેન્કિંગમાં ટોચના 5 બોલરોની યાદી અને તેમના રેટિંગ
જસપ્રીત બુમરાહ (ભારત) - 889
કાગીસો રબાડા (દક્ષિણ આફ્રિકા) - 851
પેટ કમિન્સ (ઓસ્ટ્રેલિયા) - 838
મેટ હેનરી (ન્યુઝીલેન્ડ) - 817
જોશ હેઝલવુડ (ઓસ્ટ્રેલિયા) - 815
ટોપ 5 બેટ્સમેનોમાં યશસ્વી જયસ્વાલનો સમાવેશ
પાંચમી ટેસ્ટમાં સદી ફટકારનાર એકમાત્ર ભારતીય બેટ્સમેન યશસ્વી જયસ્વાલ ICC ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં 3 સ્થાનની છલાંગ લગાવી છે. તે ટોચના 5 માં સામેલ થયો છે, તે પહેલા 8મા નંબર પર હતો અને હવે 792 રેટિંગ સાથે પાંચમા સ્થાને આવી ગયો છે. ઇંગ્લેન્ડનો હેરી બ્રુક એક સ્થાન ઉપર આવીને બીજા નંબર પર પહોંચી ગયો છે. જો રૂટ નંબર 1 ટેસ્ટ બેટ્સમેનનો તાજ ધરાવે છે, તેણે 5મી ટેસ્ટમાં પણ સદી ફટકારી હતી.
ટેસ્ટ રેન્કિંગમાં ટોચના 5 બેટ્સમેનોની યાદી અને તેમના રેટિંગ
જો રૂટ (ઇંગ્લેન્ડ)- 908
હેરી બ્રુક (ઇંગ્લેન્ડ)- 868
કેન વિલિયમસન (ન્યુઝીલેન્ડ)- 858
સ્ટીવ સ્મિથ (ઓસ્ટ્રેલિયા)- 816
યશસ્વી જયસ્વાલ (ભારત)- 792
ટીમ ઈન્ડિયાએ ઓવલ મેદાન પર શ્રેણીની છેલ્લી મેચ જીતી હતી. આ મેચના છેલ્લા દિવસે, સોમવાર 4 ઓગસ્ટ સિરાજે પોતે બાકીની 4 વિકેટોમાંથી 3 વિકેટો લીધી અને ટીમ ઈન્ડિયાની જીત 6 રનથી સુનિશ્ચિત કરી,. સિરાજે ગુસ એટકિન્સનને ક્લીન બોલિંગ કરીને ઈંગ્લેન્ડની છેલ્લી વિકેટ લીધી અને આ રીતે ઈનિંગમાં 5 વિકેટો લીધી હતી. મોહમ્મદ સિરાજે પહેલી ઈનિંગમાં પણ 4 વિકેટો લીધી હતી. આ રીતે તેણે ઓવલ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને કુલ 9 વિકેટો અપાવી.




















