શોધખોળ કરો
Advertisement
શું ફિક્સ હતી 2011 વર્લ્ડકપની ફાઈનલ ? ICCએ આપ્યું મોટું નિવેદન
એલેક્સ માર્શલે કહ્યું, અમે પુરુષ 2011 વર્લ્ડકપ ફાઇનલ મુકાબલા પર શક કરવાનું એક પણ કારણ નથી મળ્યું.
લંડનઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2011 વર્લ્ડકપની ફાઈનલને લઈ મોટું નિવેદન આપ્યું છે. આઈસીસીની એન્ટી કરપ્શન યૂનિટ (ACU)ના જનરલ મેનેજર એલેક્સ માર્શલે એક સત્તાવાર નિવેદન બહાર પાડીને કહ્યું, 2011 વર્લ્ડકપની ફાઇનલ મેચમાં ફિક્સિંગ સાથે જોડાયેલા તેવા કોઈ પુરાવા નથી મળ્યા, જેનાથી આ મેચની તપાસ થઈ શકે. ICCનું આ નિવેદન શ્રીલંકા પોલીસની આ મેચ ફિક્સ હોવાની તપાસ બંધ કર્યા બાદ આવ્યું છે.
એલેક્સ માર્શલે કહ્યું, અમે પુરુષ 2011 વર્લ્ડકપ ફાઇનલ મુકાબલા પર શક કરવાનું એક પણ કારણ નથી મળ્યું. આ મેચ ફિક્સ હોવાના સમાચાર સામે આવ્યા બાદ આઈસીસી ઈન્ટીગ્રિટી યૂનિટે આ મામલે સક્રિય થયું હતું. પરંતુ આ મેચ ફિક્સ હોવાની વાતને સમર્થન મળે તેવા અમારી સામે કોઈ પુરાવા રજૂ નથી કરવામાં આવ્યા.
માર્શલે શ્રીલંકાના પૂર્વ રમત મંત્રીના દાવાના પણ ફગાવી દીધો, જેમાં તેમણે કહ્યું હતું કે આઈસીસીને ફિક્સિંગના આરોપ સંબંધિત એક પત્ર મોકલવામાં આવ્યો હતો. માર્શલે કહ્યું, શ્રીલંકાના પૂર્વ રમત મંત્રી તરફથી આ મામલે જોડાયેલા આઈસીસીને પત્ર મોકલવાનો કોઈ રેકોર્ડ મળ્યો નથી. ICC મેચ ફિક્સિંગના આરોપોને ગંભીરતાથી લે છે, પરંતુ આ મેચ ફિક્સ હોવાનો એક પણ પુરાવો મળ્યો નથી.
શ્રીલંકાના પૂર્વ રમત મંત્રી મહિંદાનંદાએ આરોપ લગાવ્યો હતો કે શ્રીલંકાએ 2011 વર્લ્ડકપની ફાઈનલ ફિક્સ કરી હતી. પૂર્વ ક્રિકેટર કુમાર સંગાકાર અને મહેલા જયવર્ધનેએ ખેલ મંત્રીના આરોપોને ફગાવી દીધા હતા. ફાઈનલ મુકાબલામાં સદી ફટકારનારા મહેલા જયવર્ધનેએ ફિક્સિંગની વાતને બકવાસ ગણાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion