T20 WC, NZ vs AFG: ન્યૂઝીલેન્ડે અફઘાનિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું, ભારતની સેમિ ફાઈનલમાં પહોંવાની આશા પર ફરી વળ્યું પાણી
T20 WC, AFG vs NZ : ટી20 વર્લ્ડકપમાં આજની મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો.
T20 WC, AFG vs NZ : ટી20 વર્લ્ડકપમાં આજે અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો રમાયો હતો. મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો. અફઘાનિસ્તાને 20 ઓવરમાં 8 વિકટેના નુકસાન પર 124 રન બનાવ્યા હતા. ન્યૂઝે્લન્ડે 18.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 125 રનનો ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. અફઘાનિસ્તાનની હાર સાથેજ ાભારતનો ટી20 વર્લ્ડકપમાં અભિયાનનો પણ અંત આવ્યો છે. ભારતની સેમિ ફાઈનલમાં પહોંચવાની આશા પર પાણી ફરી વળ્યું ચે.
ન્યૂઝીલેન્ડ તરફથી વિલિયમસન 40 અને કોનવે 36 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.
અફઘાનિસ્તાનની નબળી શરૂ
અફઘાનિસ્તાનની ટોસ જીતીને બેટિંગ કરવાનો વ્યૂહ સફળ રહ્યો નહોતો. અફઘાનિસ્તાને 19 રનમાં જ 3 વિકેટ ગુમાવી દીધી હતી. જે નજીબુલ્લાએ 48 બોલમાં 73 રન બનાવ્યા હતા. ટ્રેન્ટ બોલ્ટે 3 વિકેટ ઝડપી હતી. ટીમ સાઉથીને 2 સફળતા મળી હતી.
New Zealand restrict Afghanistan to 124/8 after a brilliant effort on the field.
— ICC (@ICC) November 7, 2021
Will this score prove to be enough? 🤔 #T20WorldCup | #NZvAFG | https://t.co/oXtboiXfOA pic.twitter.com/BXL2c26Mw1