ICC T20 WC 2021, IND Vs AUS: રોહિત શર્માએ કરી કેપ્ટનશિપ, જાણો કયા ત્રણ દિગ્ગજ ખેલાડી બેઠા બેંચ પર
T20 WC 2021, Warm-Up Match, Ind vs Aus: ઓસ્ટ્ર્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો ફેંસલો લીધો છે.
IND vs AUS, T20 WC: ભારત તેની બીજી અને આખરી પ્રેક્ટિસ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી રહ્યું છે. મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ લીધી છે. ભારત તરફથી રોહિત શર્મા આ મેચમાં કેપ્ટનશિપ કરી રહ્યો છે. જ્યારે વિરાટ કોહલી બેંચ પર બેઠો છે. ભારત આ મેચમાં બેટિંગ ઓર્ડર અને બોલિંગ આક્રમણ નક્કી કરશે. આજની મેચ બાદ ભારતે 24 ઓક્ટોબરે કટ્ટર હરિફ પાકિસ્તાન સામે રમીને ટુર્નામેન્ટની શરૂઆત કરવાની છે.
ભારત આ ખેલાડીઓ સાથે રમી રહ્યું છે
કેએલ રાહુલ, રોહિત શર્મા, ઈશાન કિશન, રિષભ પંત, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, રાહુલ ચહર, વરૂણ ચક્રવર્તી
બેન્ચઃ વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી
શાર્દૂલ ઠાકુરને છેલ્લી ઘડીએ કોના એક ફોનથી T-20 વર્લ્ડ કપની ટીમમાં લઈ લેવાયો ?
થોડા દિવસ પહેલા ટીમ ઈન્ડિયામાં અક્ષર પટેલના સ્થાને શાર્દુલ ઠાકુરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પહેલા શાર્દુલ રિઝર્વ ખેલાડી અને અક્ષર પટેલ ટીમમાં હતો પણ પછી તેનાથી ઉલટું થઈ ગયું હતું. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોનના કહેવા મુજબ ઠાકુરને 15 સભ્યોની ટીમમાં સામેલ કરવાનો આઈડિયા ધોનીનો હોઈ શકે છે. ધોનીએ આ અંગે કેપ્ટન કોહલી અને કોચ શાસ્ત્રી સાથે વાત કરી હતી. વોને ઠાકુરની તુલના દિગ્ગજ ઓલરાઉન્ડ ઈયાન બોથમ સાથે પણ કરી હતી. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું, શાર્દુલ ઠાકુર ટી20 વર્લ્ડકપમાં ભારત માટે મોટી ભૂમિકા ભજવી શકે છે. ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીનો તેને ટીમમાં સામેલ કરવા પાછળ હાથ હોઈ શકે છે. ધોની ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાના મેંટોર તરીકે કામ કરશે.
ઈયાન બોથમ જેવો બની શકે છે શાર્દુલ
વોને ક્રિકબઝ સાથે વાતચીતમાં કહ્યું, ભારતીય ટીમના મેંટોંર તરીકે ધોની છે. તેના આવવાથી ભારતને ફાયદો થશે. વોને શાર્દુલ ઠાકુરની તુલના ઈયાન બોથમ સાથે કરતાં કહ્યું, સીએસકેનો આ ક્રિકેટર આગળ જતાં આવો બની શકે છે. તે પોતાની બોલિંગમાં વિવિધતાથી બેટ્સમેનોને હેરાન કરી દે છે અને તેની સામે રમવું ઘણું મુશ્કેલ હોય છે.