ENG vs NZ, Match Highlights: સેમિફાઇનલમાં ઇગ્લેન્ડને પાંચ વિકેટે હરાવી ન્યૂઝિલેન્ડ પહોંચ્યુ ફાઇનલમાં, મિશેલના અણનમ 72 રન
T20 WC 2021, Match 43, ENG vs NZ: આજે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021ની પ્રથમ સેમિ ફાઇનલ મેચ રમાશે. શેખ જાયેદ સ્ટેડિયમમાં આજે સાંજે 7.30 વાગે મેચ રમાશે
LIVE
Background
આજે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021ની પ્રથમ સેમિ ફાઇનલ મેચ રમાશે. શેખ જાયેદ સ્ટેડિયમમાં આજે સાંજે 7.30 વાગે મેચ રમાશે. પ્રથમ સેમિ ફાઇનલમા ખરાખરીનો જંગ જામશે, કેમે કે એકબાજુ વનડે વર્લ્ડકપ 2019ની વિનર ઇંગ્લેન્ડની ટીમ છે તો બીજી બાજુ વનડે વર્લ્ડકપ 2019ની રનરઅપ ટીમ ન્યૂઝીલેન્ડ છે. ખાસ વાત છે કે, એકબાજુ ઇંગ્લેન્ડ ફરી એકવાર વર્લ્ડ વિજેતા બનવા માટે મેચમાં ઉતરશે તો બીજીબાજુ ન્યૂઝીલેન્ડ 2019ની ફાઇનલનો બદલો લેવા ઇંગ્લેન્ડ સામે ઉતરશે. આજે જે ટીમ જીતશે તે આગામી 14 તારીખે રમાનારી ફાઇનલ મેચ માટે ક્વૉલિફાય કરશે. બીજી સેમિ ફાઇનલ મેચ આવતીકાલે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે.
પ્રથમવાર ફાઇનલમાં પહોંચી ન્યૂઝિલેન્ડ
ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઇનલમાં ઇગ્લેન્ડને પાંચ વિકેટથી હરાવી ન્યૂઝિલેન્ડ ફાઇનલમાં પહોંચ્યું હતું. ન્યૂઝિલેન્ડ તરફથી સૌથી વધુ ડેરિલ મિશેલે અણનમ 72 રનની ઇનિંગ રમી હતી. એક સમયે એવું લાગતું હતું કે ઇગ્લેન્ડ સરળતાથી આ મેચ જીતી જશે પરંતુ ન્યૂઝિલેન્ડના બેટ્સમેનો વળતી લડત આપી મેચ જીતી લીધી હતી. ન્યૂઝિલેન્ડ તરફથી મિશેલ અણનમ 72, કોનવે 46, નિશામ 27 રનની ઇનિંગ રમી હતી. ઇગ્લેન્ડ તરફથી લિવિગસ્ટન અને વોક્સે બે-બે વિકેટ ઝડપી હતી જ્યારે રાશિદે એક વિકેટ ઝડપી હતી. ન્યૂઝિલેન્ડની ટીમ ટી-20 વર્લ્ડકપમાં પ્રથમવાર ફાઇનલમાં પહોંચી છે.
ન્યૂઝિલેન્ડની ખરાબ શરૂઆત
પ્રથમ સેમિફાઇનલમાં ન્યૂઝિલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. ઇનિંગની પ્રથમ ઓવરના ત્રીજા બોલ પર ન્યૂઝિલેન્ડે પ્રથમ વિકેટ ગુમાવી દીધી છે. માર્ટિન ગુપ્ટીલ 4 રન બનાવી આઉટ થયો હતો.
મોઇન અલીની આક્રમક ઇનિંગ
ઇગ્લેન્ડે 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવી 166 રન બનાવ્યા હતા. મોઇન અલીએ 37 બોલમાં અણનમ 51 રનની ઇનિંગ રમી હતી. તે સિવાય ડેવિડ મલાને 42 રનની ઇનિંગ રમી હતી. ન્યૂઝિલેન્ડ તરફથી ટીમ સાઉથી, ઇશ સોઢી, જેમ્સ નિશમ, એડમ મિલ્ને એક-એક વિકેટ ઝડપી હતી.
ઇગ્લેન્ડને પ્રથમ ઝટકો
પ્રથમ સેમિફાઇનલમાં ઇગ્લેન્ડ સામે ન્યૂઝિલેન્ડને પ્રથમ સફળતા મળી છે. ઇગ્લેન્ડનો ઓપનર બેયરસ્ટો 13 રન બનાવી આઉટ થયો હતો. ઇગ્લેન્ડે 6.2 ઓવરમાં 42 રન બનાવી લીધા છે.
ન્યૂઝિલેન્ડની ટીમમાં કોઇ ફેરફાર નહી
પ્રથમ સેમિફાઇનલમાં ન્યૂઝિલેન્ડે ટોસ જીત્યો છે અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ન્યૂઝિલેન્ડે ટીમમાં કોઇ ફેરફાર કર્યો નથી. માર્ટિન ગુપ્ટીલ, ડ઼ેરિલ મિચેલ, કેન વિલિયમ્સન, ડેવોન કોનવે, ગ્લેન ફિલિપ્સ, જિમી નિશમ, મિચેલ સેન્ટનર, એડમ મિલ્ને, ટીમ સાઉદી, ઇશ સોઢી, ટ્રેલ બોલ્ટને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરાયા છે.