ICC Test Rankings: જૉ રૂટને મળ્યો શાનદાર પ્રદર્શનનો ફાયદો, ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન બન્યો
જૉ રૂટે બીજી ટેસ્ટમાં 176 રનોની ઇનિંગ રમી હતી, અને હવે આઇસીસી રેન્કિંગમાં તેના 897 પૉઇન્ટ થઇ ગયા છે.
ICC Test Rankings: ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સીરીઝની બીજી ટેસ્ટ બાદ આઇસીસીએ તાજા રેન્કિંગ જાહેર કરી દીધુ છે. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જૉ રૂટ (Joe Root)ને પોતાની શાનદાર પરફોર્મન્સનો ફાયદો મળ્યો છે. ઓસ્ટ્રેલિયન સ્ટાર બેટ્સમેન લાબુશાનેને પછાડીને જૉ રૂટ આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન બની ગયો છે.
જૉ રૂટે બીજી ટેસ્ટમાં 176 રનોની ઇનિંગ રમી હતી, અને હવે આઇસીસી રેન્કિંગમાં તેના 897 પૉઇન્ટ થઇ ગયા છે. જોકે, જૉ રૂટ પહેલા આઇસીસી રેન્કિંગમાં 917 પૉઇન્ટ પણ હાંસલ કરી ચૂક્યો છે. લાબુશાનેને એક સ્થાનનુ નુકસાન થયુ છે, અને તે 892 પૉઇન્ટની સાથે હવે બીજા નંબર પર ખસકી ગયો છે.
સ્ટીવ સ્મિથ 845 પૉઇન્ટની સાથે ત્રીજા નંબર પર છે. પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમનો પણ જલવો કાયમ છે, અને તે 815 પૉઇન્ટની સાથે ચોથા નંબર પર છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન 798 પૉઇન્ટની સાથે પાંચમા નંબર પર છે.
કોહલી પર ખતરો -
ટીમ ઇનિડ્યાના બે ખેલાડીઓ ટૉપ 10 બેટ્સમોનોના લિસ્ટમાં છે. રોહિત શર્મા 754 પૉઇન્ટની સાથે આઠમા નંબર પર છે. જ્યારે વિરાટ કોહલી 742 પૉઇન્ટની સૈાથે રેન્કિંગમાં 10માં નંબર પર છે. લાંબા સમય બાદ વિરાટ કોહલી પર ટૉપ 10 બેટ્સમેનોના લિસ્ટથી બહાર થવાનો ખતરો ઉભો થયો છે.
બૉલિંગ રેન્કિગંમાં પણ થોડો ફેરફાર થયો છે, પેટ કમિન્સ જોકે, નંબર વન છે. પરંતુ પહેલી બે ટેસ્ટમાં ખરાબ પ્રદર્શન બાદ જેમીસન હવે ત્રણ સ્થાનના નુકસાનની સાથે હવે છઠ્ઠા નંબર પર ખસકી ગયો છે. ટ્રેન્ટ બૉલ્ટને ચાર સ્થાનનો ફાયદો થયો છે, અને તે 9માં સ્થાન પર પહોંચી ગયો છે.
આ પણ વાંચો.....
India Corona Cases Today: કોરોના કેસમાં આવ્યો મોટો ઉછાળો, જાણો આજે શું છે સ્થિતિ
Hair Tips: ઘર પર આ રીતે કરો કેરેટીન ટ્રીટમેન્ટ, મળશે પાર્લર જેવું જ રિઝલ્ટ
Alert:મોમોજ ખાવાથી એક વ્યક્તિનું થયું મોત, જાણો AIIMSએ શું આપી ચેતાવણી
વર્ષ 2022નો પ્રથમ સ્ટ્રોબેરી સુપરમૂન આકાશમાં જોવા મળ્યો, જાણો શું છે આ ગુલાબી ચંદ્ર....
PM Kusum Yojana: ખેતરોમાં સોલર પંપ લગાવવા માટે 90% સબસિડીની ઓફર, જાણો કોણ અરજી કરી શકે છે