શોધખોળ કરો

ICC Test Team: ICC એ કરી ટેસ્ટ ટીમ ઓફ ધ યરની જાહેરાત, બુમરાહ સહિત આ ત્રણ ભારતીય ખેલાડીઓને સ્થાન

ICC એ વર્ષ 2024 માટે ટેસ્ટ ટીમની જાહેરાત કરી છે. જેમાં દિગ્ગજ અને લેજેન્ડનો દરજ્જો હાંસલ કરી ચૂકેલા જસપ્રીત બુમરાહ, યુવા યશસ્વી જયસ્વાલ અને રવિન્દ્ર જાડેજાને ટીમમાં સ્થાન મળ્યું છે.

Bumrah named icc test team of the year: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ વર્ષ 2024 માટે ટેસ્ટ ટીમની જાહેરાત કરી છે. જેમાં દિગ્ગજ અને લેજેન્ડનો દરજ્જો હાંસલ કરી ચૂકેલા જસપ્રીત બુમરાહ, યુવા યશસ્વી જયસ્વાલ અને રવિન્દ્ર જાડેજાને ટીમમાં સ્થાન મળ્યું છે. આ ટીમમાં ઈંગ્લેન્ડના ચાર ખેલાડીઓને સ્થાન મળ્યું છે, જ્યારે કેન વિલિયમસન પણ જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સને આ ટીમના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ચોક્કસપણે, ગયા વર્ષે ટીમમાં સામેલ ત્રણ ભારતીયોનું પ્રદર્શન ખૂબ જ જોરદાર રહ્યું હતું. જો કે, વર્ષના અંત સુધીમાં ઑસ્ટ્રેલિયા સામેની હાર  તેમના વાર્ષિક પ્રદર્શન પર પાણી ફેરવી દિધુ.  પરંતુ તે એકંદર પ્રદર્શન હતું જેના કારણે બુમરાહ, જયસ્વાલ અને જાડેજા ICC ટેસ્ટ ટીમ ઑફ ધ યરમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા હતા.

જયસ્વાલ કરતાં માત્ર રૂટ આગળ રહ્યો 

વર્ષોથી, યશસ્વી જયસ્વાલે ખૂબ જ નાની ઉંમરે પોતાની જાતને ટીમના આધારસ્તંભ તરીકે સ્થાપિત કરી છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં નિષ્ફળતા બાદ જયસ્વાલે ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે રમાયેલી શ્રેણીમાં 712 રન બનાવીને જોરદાર વાપસી કરી હતી. જેમાં બે બેવડી સદી અને ત્રણ અડધી સદીનો પણ સમાવેશ થાય છે. બાંગ્લાદેશમાં પણ આ ફોર્મ ચાલુ રહ્યું. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન, પર્થ ટેસ્ટની બીજી ઇનિંગમાં 161 રન બનાવનાર જયસ્વાલે 391 રન સાથે પ્રવાસનો અંત કર્યો હતો. કેલેન્ડર વર્ષમાં, યશસ્વીએ 54.74ની એવરેજથી 1,478 રન બનાવીને સમગ્ર ક્રિકેટ જગતમાં પોતાનુ નામ બનાવ્યું. રનના મામલામાં  જો રુટ માત્ર  આ વર્ષમાં તેના કરતા આગળ હતો.

જસપ્રીત બુમરાહ 

ગયા વર્ષે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો જાદુ તમામ બેટ્સમેન પર કામ કરી ગયો હતો. બુમરાહે ઈંગ્લેન્ડ સામેની ચાર મેચમાં 19 વિકેટ લઈને વર્ષની શરૂઆત કરી હતી. આમાં વિશાખાપટ્ટનમમાં નવ વિકેટનો પણ સમાવેશ થાય છે. આ પછી તેણે બાંગ્લાદેશ સામેની બે મેચમાં 11 વિકેટ ઝડપી હતી. જસપ્રીત બમુરાહ ન્યુઝીલેન્ડ સામે માત્ર ત્રણ જ વિકેટ લઈ શક્યો હતો. પરંતુ તેણે ઓસ્ટ્રેલિયા સામે તબાહી મચાવી હતી. એકંદરે, વર્ષ 2024 માં, બુમરાહે 14.92 ની સરેરાશથી 71 વિકેટ લીધી હતી. તે ટેસ્ટ ઈતિહાસમાં 20થી ઓછી એવરેજથી 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો છે.

જાડેજાના આ જોરદાર પ્રદર્શનથી સ્થાન મળ્યું 

ઓસ્ટ્રેલિયા સામે જાડેજા માટે વર્ષ નિરાશા સાથે પૂરું થયું હોવા છતાં તેણે ઈંગ્લેન્ડ સામે 89 રન અને 5 વિકેટ સાથે શરૂઆત કરી હતી. ત્યારબાદ રાજકોટમાં તેણે સદી ફટકારી અને સાત વિકેટ લઈને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી. ત્યારબાદ તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.

બાંગ્લાદેશ સામે પણ જાડેજાએ બંને ઇનિંગ્સમાં 94 રન બનાવ્યા હતા. જેમાં એક ઇનિંગમાં 86 રન પણ સામેલ હતા. આ સાથે જ તેણે 9 વિકેટ પણ લીધી હતી. ન્યુઝીલેન્ડ સામે તે બોલથી ચમક્યો અને 16 વિકેટ લીધી. જેમાં વાનખેડે ખાતેની મેચમાં 10 વિકેટ લેવાનો પણ સમાવેશ થાય છે. જાડેજાએ ઓસ્ટ્રેલિયા સામે ગાબા ખાતે 77 રન બનાવ્યા હતા અને મેલબોર્નમાં એકંદરે 4 વિકેટ પણ લીધી હતી. અને તેના કારણે તેને ICC ટેસ્ટ ટીમ ઓફ ધ યરમાં સ્થાન મળ્યું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Liquor Ban: મધ્યપ્રદેશના આ 17 શહેરોમાં દારુબંધી, કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રીની મોટી જાહેરાત 
Liquor Ban: મધ્યપ્રદેશના આ 17 શહેરોમાં દારુબંધી, કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રીની મોટી જાહેરાત 
ગૃહિણીઓ માટે મોટા રાહતના સમાચાર, અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો, જાણો લિટરે કેટલો ફાયદો થશે
ગૃહિણીઓ માટે મોટા રાહતના સમાચાર, અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો, જાણો લિટરે કેટલો ફાયદો થશે
Maharashtra: ભંડારામાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 8 લોકોના મોત  
Maharashtra: ભંડારામાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 8 લોકોના મોત  
સોનાનો ભાવ આસમાને: અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ, જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ કેટલો છે
સોનાનો ભાવ આસમાને: અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ, જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ કેટલો છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Letter Scam : અમરેલી લેટરકાંડમાં હવે કોની થઈ એન્ટ્રી? જુઓ અત્યાર સુધીના સૌથી મોટા સમાચારAmul Milk Price Down : ગૃહિણીઓ માટે સૌથી મોટા સમાચાર , અમૂલ દૂધના ભાવમાં કેટલો થયો ઘટાડો?USA: ટ્રમ્પના કાયદાના અમલ પહેલા જ હોસ્પિટલો બહાર ડિલેવરી માટે ભારતીય મહિલાઓની લાગી લાઈનHarsh Sanghavi: પ્રયાગરાજમાં મહાકુંભ 2025ને લઈને હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત | Mahakumbh 2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Liquor Ban: મધ્યપ્રદેશના આ 17 શહેરોમાં દારુબંધી, કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રીની મોટી જાહેરાત 
Liquor Ban: મધ્યપ્રદેશના આ 17 શહેરોમાં દારુબંધી, કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રીની મોટી જાહેરાત 
ગૃહિણીઓ માટે મોટા રાહતના સમાચાર, અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો, જાણો લિટરે કેટલો ફાયદો થશે
ગૃહિણીઓ માટે મોટા રાહતના સમાચાર, અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો, જાણો લિટરે કેટલો ફાયદો થશે
Maharashtra: ભંડારામાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 8 લોકોના મોત  
Maharashtra: ભંડારામાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 8 લોકોના મોત  
સોનાનો ભાવ આસમાને: અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ, જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ કેટલો છે
સોનાનો ભાવ આસમાને: અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ, જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ કેટલો છે
Budget 2025 Expectations: મધ્યમ વર્ગને રાહત આપી શકે છે બજેટ, નાણામંત્રી આ યોજનાઓની જાહેરાત કરે તેવી અપેક્ષા 
Budget 2025 Expectations: મધ્યમ વર્ગને રાહત આપી શકે છે બજેટ, નાણામંત્રી આ યોજનાઓની જાહેરાત કરે તેવી અપેક્ષા 
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થશે ત્યારે તમને કેટલું પેન્શન મળશે, શું મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે ?
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થશે ત્યારે તમને કેટલું પેન્શન મળશે, શું મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે ?
Budget 2025: બજેટમાં ટેક્સ સ્લેબમાં મોટા ફેરફારની સંભાવનાઓ, સબસિડી પર મુકાશે કાપ
Budget 2025: બજેટમાં ટેક્સ સ્લેબમાં મોટા ફેરફારની સંભાવનાઓ, સબસિડી પર મુકાશે કાપ
Monkey Pox New Case: સાવધાન! દેશમાં મંકીપોક્સનો પ્રથમ કેસ, સ્વાસ્થ્ય વિભાગે જાહેર કરી ચેતવણી  
Monkey Pox New Case: સાવધાન! દેશમાં મંકીપોક્સનો પ્રથમ કેસ, સ્વાસ્થ્ય વિભાગે જાહેર કરી ચેતવણી  
Embed widget