T20 WC Ind vs Aus Practice Match: આજે ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વોર્મઅપ મેચ, જાણો કેટલા વાગ્યે શરૂ થશે મેચ
T20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.
T20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમે 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરવાની છે. આ મેચ પહેલા ભારતીય ટીમે સત્તાવાર રીતે બે પ્રેક્ટિસ મેચ રમવાની છે. 17 ઓક્ટોબર (સોમવાર)ના રોજ ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રેક્ટિસ મેચ યોજાવાની છે.
Four exciting #T20WorldCup warm-up games lined up in Brisbane 🏏
— ICC (@ICC) October 17, 2022
Which one are you looking forward to? 👀 pic.twitter.com/3RAsKKjrnR
તો બીજી તરફ પ્રશંસકોના મનમાં એ સવાલ ઉઠી રહ્યો હશે કે આ પ્રેક્ટિસ મેચ કયા સમયે શરૂ થશે. તમે તેને લાઈવ ક્યાં જોઈ શકો છો. ચાલો જાણીએ આ સવાલોના જવાબ.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રેક્ટિસ મેચ ક્યારે શરૂ થશે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રેક્ટિસ મેચ 17 ઓક્ટોબર (સોમવાર)ના રોજ ભારતીય સમય અનુસાર સવારે 9.30 વાગ્યાથી રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રેક્ટિસ મેચ બ્રિસ્બેનના ગાબા ખાતે રમાશે. આ એ જ મેદાન છે જ્યાં ભારતે ગયા વર્ષે યાદગાર ટેસ્ટ મેચ જીતી હતી.
તમે ભારત-ઓસ્ટ્રેલિયા પ્રેક્ટિસ મેચ લાઈવ ક્યાં જોઈ શકશો?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ પ્રેક્ટિસ મેચનું જીવંત પ્રસારણ ભારતમાં Star Sports1, Star Sports 1 હિન્દી ચેનલ પર ઉપલબ્ધ થશે. આ સાથે સ્ટાર નેટવર્ક આ મેચને તમિલ, તેલુગુ અને કન્નડ ભાષાઓમાં પણ પ્રસારિત કરશે. આ પ્રેક્ટિસ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Disney+ Hotstar એપ અને વેબસાઈટ પર ઉપલબ્ધ થશે.
ટીમ ઈન્ડિયા ડેથ ઓવરની બોલિંગમાં સુધારો કરવા ઈચ્છે છે
ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ડેથ ઓવર બોલિંગ પર તમામની નજર રહેશે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામેની પ્રેક્ટિસ મેચ દરમિયાન ભારતે છેલ્લી કેટલીક ઓવરોમાં થોડો સુધારો કર્યો હતો. આ દરમિયાન હર્ષલ પટેલે પણ ડેથ ઓવરોમાં અસરકારક બોલિંગ કરી હતી. સ્પિનર અશ્વિને શાનદાર રમત બતાવી અને ત્રણ વિકેટ ઝડપી હતી. રોહિત શર્મા અને વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામેની પ્રેક્ટિસ મેચ માટે વાપસી કરી શકે છે.
મેક્સવેલનું ફોર્મ ઓસ્ટ્રેલિયન ટીમ માટે ચિંતાનું કારણ છે
બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમ ઘરઆંગણાનો ફાયદો મેળવવા ઇચ્છશે. કેન રિચર્ડસન, જોશ હેઝલવુડ અને મિચેલ સ્ટાર્ક જેવા બોલરોને ઈંગ્લેન્ડ સામે ઘણી મદદ મળી હતી. ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલનું તાજેતરનું ફોર્મ સારું રહ્યું નથી અને તેને રન બનાવવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. મેક્સવેલ પ્રેક્ટિસ મેચમાં સારું પ્રદર્શન કરવા ઈચ્છશે.
ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ , વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત,દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, આર.કે. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી.
સ્ટેન્ડબાય ખેલાડીઓઃ શ્રેયસ ઐયર, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર.