(Source: ECI/ABP News/ABP Majha)
IND vs AUS 2nd ODI: ભારતનો બીજી વનડેમાં શરમજનક પરાજય, ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટથી મેચ જીતીને સીરીઝમાં કરી 1-1ની બરાબરી
આજે ભારત અને ઓસ્ટ્રે્લિયા વચ્ચે બીજી વનડે મેચ રમાઇ રહી છે. આજે બન્ને ટીમો વિશાખાપટ્ટનમના ગ્રાઉન્ડમાં આમને સામને છે. ત્રણ મેચોની વનડે સીરીઝમાં ભારતીય ટીમ 1-0થી લીડ બનાવી ચૂકી છે.
LIVE
Background
IND vs AUS 2nd ODI LIVE Score: આજે ભારત અને ઓસ્ટ્રે્લિયા વચ્ચે બીજી વનડે મેચ રમાઇ રહી છે. આજે બન્ને ટીમો વિશાખાપટ્ટનમના ગ્રાઉન્ડમાં આમને સામને છે. ત્રણ મેચોની વનડે સીરીઝમાં ભારતીય ટીમ 1-0થી લીડ બનાવી ચૂકી છે. આજની મેચ કાંગારુઓ માટે મહત્વની છે, આજની મેચની જીત સાથે કાંગારુઓ સીરીઝમાં ટકી રહેવા પ્રયાસ કરશે, તો વળી, ભારતીય ટીમની નજર જીત સાથે સીરીઝને સીલ કરવા પર રહેશે. ખાસ વાત છે કે, આજે ભારતીય ટીમમાં રેગ્યૂલર કેપ્ટન રોહિત શર્માની વાપસી થશે.
ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શની શાનદાર 100 રનની પાર્ટનરશીપ
ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનિંગ બેટ્સમોએ શાનદાર બેટિંગ કરી હતી, બન્ને બેટ્સમેનોએ અર્ધશતકીય ઇનિંગ રમી હતી, અને બન્ને વચ્ચે શાનદાર શતકીય ભાગીદારી થઇ હતી. 118 રનોના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી ટ્રેવિસ હેડે 30 બૉલમાં 10 ચોગ્ગા સાથે 51 રનની ઇનિંગ રમી હતી, જ્યારે મિશેલ માર્શે 36 બૉલમાં આક્રમક બેટિંગ કરતાં 6 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 66 રનની ઇનિંગ રમી હતી. ઓપનિંગ જોડીની શાનદાર બેટિંગના સહારે ઓસ્ટ્રેલિયાએ બીજી વનડેમાં શાનદાર 10 વિકેટથી જીત હાંસલ કરી હતી.
બીજી વનડેમાં ભારતની શરમજનક હાર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયન ટીમે શાનદાર પ્રદર્શન કરતાં જીત હાંસલ કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ બીજી વનડેમાં 10 વિકેટથી જીત મેળવીને સીરીઝીમાં શાનદાર વાપસી કરી છે, આ સાથે જ ત્રણ મેચોની વનડે સીરીઝ હવે 1-1થી બરાબરી પર આવી ગઇ છે. મુંબઇ વનડેમાં ભારતની જીત થઇ હતી, તો વિશાખાપટ્ટનમ વનડેમાં કાંગારુઓ વળતો પ્રહાર કરતો ભારતને ધરાશાયી કરી દીધુ હતુ, અને બીજી વનડે શાનદાર રીતે જીતી લીધી હતી.
ઓસ્ટ્રેલિયાનો સ્કૉર 100 રનને પાર
ઓસ્ટ્રેલિયન ટીમે બીજી વનડેમાં ભારતીય બૉલરોનો જબરદસ્ત ધુલાઇ કરી છે, વિના વિકેટે 100 રનના સ્કૉરને પાર કરી લીધો છે. 9 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કૉર વિના વિકેટે 100 રન થયો છે. અત્યારે ક્રિઝ પર ટ્રેવિસ હેડ 41 રન અને મિશેલ માર્શ 55 રન બનાવીને રમી રહ્યાં છે.
મિશેલ માર્શની આક્રમક ફિફ્ટી
ઓસ્ટ્રેલિયાનો ઓપનર બેટ્સમેન મિશેલ માર્શ બીજી વનડેમાં આક્રમક તેવરમાં જોવા મળ્યો છે. મિશેલ માર્શે સિક્સર ફટકારીને પોતાની ફિફ્ટી પુરી કરી છે. મિશેલ માર્શે 29 બૉલમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 54 રનની ઇનિંગ રમી છે.
ઓસ્ટ્રેલિયન ટીમનો સ્કૉર 50 રનને પાર
કાંગારુ ટીમે 50 રનનો સ્કૉર પુરી કરી લીધો છે. બીજી વનડેમાં શાનદાર બેટિંગ કર્યુ છે. 118 રનોના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે 6 ઓવરના અંતે વિના વિકેટે 66 રન બનાવી લીધા છે. હાલમાં ક્રિઝ પર ટ્રેવિસ હેડ 31 રન અને મિશેલ માર્શ 31 રન બનાવીને રમી રહ્યા છે.