IND vs AUS: ત્રીજી ટેસ્ટમાં આ 3 ખેલાડીઓના પત્તા કપાશે, સામે આવી ભારતની પ્લેઇંગ-11ની ડિટેલ્સ
Team India Playing 11 Vs Australia 3rd Test Gabba: યશસ્વી જાયસ્વાલ અને કેપ્ટન રોહિત શર્મા ગાબા ખાતે રમાનારી ત્રીજી ટેસ્ટમાં ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે
Team India Playing 11 Vs Australia 3rd Test Gabba: એડિલેડમાં હાર બાદ હવે ટીમ ઈન્ડિયા ગાબામાં રમાનારી ત્રીજી ટેસ્ટમાં મોટા ફેરફારો સાથે ઉતરી શકે છે. ભારતીય ટીમે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની શરૂઆત પર્થમાં કાંગારૂઓને 295 રને હરાવીને જીત સાથે કરી હતી, પરંતુ ઓસ્ટ્રેલિયાએ વળતો પ્રહાર કર્યો અને એડિલેડમાં ભારતને 10 વિકેટથી હરાવ્યું. હવે બંને ટીમો વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ શનિવાર, 14 ડિસેમ્બરથી બ્રિસ્બેનના ગાબા ખાતે રમાશે.
એડિલેડમાં હાર બાદ કેએલ રાહુલ, રવિચંદ્રન અશ્વિન અને હર્ષિત રાણા ગાબા ખાતે રમાનારી ત્રીજી ટેસ્ટમાં મુશ્કેલીમાં મુકાઈ શકે છે. અશ્વિન અને રાણા ટીમની બહાર થઈ શકે છે, જ્યારે રાહુલની જગ્યાએ કેપ્ટન રોહિત શર્મા ઇનિંગની શરૂઆત કરી શકે છે. જ્યારે કેએલ રાહુલ મિડલ ઓર્ડરમાં રમી શકે છે.
ત્રીજી ટેસ્ટમાં આવી હોઇ શકે છે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન
યશસ્વી જાયસ્વાલ અને કેપ્ટન રોહિત શર્મા ગાબા ખાતે રમાનારી ત્રીજી ટેસ્ટમાં ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. આ પછી શુભમન ગીલનું ત્રીજા નંબર પર રમવું નિશ્ચિત છે. ગીલ બાદ વિરાટ કોહલી ચોથા નંબર પર રમતા જોવા મળશે. ગબ્બાના હીરો એટલે કે ઋષભ પંત પાંચમા નંબર પર રમતા જોવા મળશે.
પંત બાદ કેએલ રાહુલ છઠ્ઠા નંબર પર જોવા મળી શકે છે. આ પહેલા રાહુલે બે ટેસ્ટ મેચમાં ઇનિંગની શરૂઆત કરી હતી. જોકે, રોહિત શર્મા પ્રથમ ટેસ્ટમાં ટીમ સાથે નહોતો. બીજી ટેસ્ટમાં રોહિત છઠ્ઠા નંબર પર રમ્યો હતો. આ મેચમાં અશ્વિનના સ્થાને વૉશિંગ્ટન સુંદર અથવા રવિન્દ્ર જાડેજામાંથી એકને તક મળવાની આશા છે. ત્યારબાદ નીતિશ કુમાર રેડ્ડી રમતા જોવા મળશે. બાકીના ત્રણ ઝડપી બોલરોમાં, આકાશદીપ હવે મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ સાથે એક્શનમાં જોવા મળી શકે છે.
ત્રીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન -
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, શુભમન ગીલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ, નીતિશ કુમાર રેડ્ડી, વૉશિંગ્ટન સુંદર/રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ (વાઈસ-કેપ્ટન), મોહમ્મદ સિરાજ અને આકાશદીપ.
આ પણ વાંચો
Look back 2024: આ વર્ષે ગૂગલ સર્ચમાં ટૉપ પર રહી સ્પૉર્ટ્સ ઇવેન્ટ, પ્રથમ નંબરે છે IPL