શોધખોળ કરો

Look back 2024: આ વર્ષે ગૂગલ સર્ચમાં ટૉપ પર રહી સ્પૉર્ટ્સ ઇવેન્ટ, પ્રથમ નંબરે છે IPL

Top 10 Google Search List India: ઋષભ પંત અને શ્રેયસ અય્યરે મેગા ઓક્શનમાં સૌથી વધુ ધ્યાન ખેંચ્યું કારણ કે તેઓને અનુક્રમે રૂ. 27 અને રૂ. 26.75 કરોડમાં ખરીદવામાં આવ્યા હતા

Top 10 Google Search List India: ગૂગલની સર્ચ લિસ્ટ આ દિવસોમાં ઇન્ટરનેટ પર હલચલ મચાવી રહી છે. અગાઉ વિનેશ ફોગાટને વર્ષ 2024માં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી ભારતીય સેલિબ્રિટી હોવાનું કહેવાય છે. હવે આવા દસ વિષયો સામે આવ્યા છે જેને ભારતીય લોકોએ આ વર્ષે સૌથી વધુ સર્ચ કર્યા છે. આ યાદીમાં ભારતીય જનતા પાર્ટી (BJP), 2024ની લોકસભા ચૂંટણીના પરિણામો અને પેરિસ ઓલિમ્પિક 2024નો પણ સમાવેશ થાય છે, પરંતુ પ્રથમ બે સ્થાનો પર રમતગમત સંબંધિત બે વિષયો દ્વારા કબજો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ટી20 વર્લ્ડકપ બીજા સ્થાને હતો, જેની ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું.

વર્ષ 2024માં ભારતીય લોકોએ IPL માટે સૌથી વધુ સર્ચ કર્યું છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝન ખૂબ જ રોમાંચક સાબિત થઈ હતી, જેમાં ફાઈનલમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને ત્રીજી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. 24-25 નવેમ્બરના રોજ IPL 2025ની મેગા ઓક્શન થઈ ત્યારે 'IPL'નો વિષય ફરી એકવાર ચર્ચામાં આવ્યો. ઋષભ પંત અને શ્રેયસ અય્યરે મેગા ઓક્શનમાં સૌથી વધુ ધ્યાન ખેંચ્યું કારણ કે તેઓને અનુક્રમે રૂ. 27 અને રૂ. 26.75 કરોડમાં ખરીદવામાં આવ્યા હતા. બીજા સ્થાને ટી20 વર્લ્ડકપ 2024નું આયોજન થયું હતું, જેમાં ભારતનો વિજય થયો હતો. ટી20 ક્રિકેટના ઈતિહાસમાં આ માત્ર બીજી વખત હતું જ્યારે ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બની હતી.

ટૉપ-10માં સ્પૉર્ટ્સના પાંચ ટૉપિક 
ભારતીય લોકોએ આ વર્ષે રમતગમતમાં ઘણો રસ દાખવ્યો છે. ટૉપ-10ની યાદીમાં પાંચ વિષયો માત્ર સ્પૉર્ટ્સ સાથે સંબંધિત છે. IPL પ્રથમ ક્રમે, ટી20 વર્લ્ડકપ બીજા ક્રમે, પેરિસ ઓલિમ્પિક્સ 2024 પાંચમા ક્રમે, પ્રો કબડ્ડી લીગ નવમા અને ISL (ફૂટબોલ) દસમા ક્રમે છે.

ભારતમાં ગૂગલની ટૉપ-10 કીવર્ડ સર્ચ લિસ્ટ (2024) 
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)
ટી20 વર્લ્ડકપ
ભારતીય જનતા પાર્ટી
લોકસભા ચૂંટણી 2024નું પરિણામ
ઓલિમ્પિક્સ 2024
ભીષણ ગરમી
રતન ટાટા
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
પ્રૉ કબડ્ડી લીગ
ઈન્ડિયન સુપર લીગ

આ પણ વાંચો

Look Back 2024: દેશે આ વર્ષે ગુમાવ્યા રાજનીતિના 5 દિગ્ગજો, જાણો તેમનું યોગદાન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે

હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!

Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા

લો બોલો...! ચીને ભારતની જમીન પર બાંધી લીધા ઘર, ખુદ સરકારે સંસદમાં કર્યો ચોંકાવનારો ખુલાસો

ABP Premium

વિડિઓઝ

Panchmahal Suicide : મોબાઇલ ચોરીનો આરોપ લાગતાં યુવકે ચાલુ ટ્રેને કરી લીધો આપઘાતJamnagar Cattle Issue : જામનગરમાં ઢોર સાથે અથડાતા બાઇક ચાલક પટકાયું, પાછળથી આવતી ટ્રકે કચડ્યોGujarat Police Action : ગુજરાતમાં ગુંડાઓની ખેર નથી! વૈભવી પેલેસ પર ચાલ્યું બુલડોઝરUSA GreenCard News: માત્ર ગ્રીનકાર્ડ માટે અમેરિકન સાથે લગ્ન કર્યા તો આવી બનશે, ટ્રમ્પની નવી નિતી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે
જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે
હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!
હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!
Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
લો બોલો...! ચીને ભારતની જમીન પર બાંધી લીધા ઘર, ખુદ સરકારે સંસદમાં કર્યો ચોંકાવનારો ખુલાસો
લો બોલો...! ચીને ભારતની જમીન પર બાંધી લીધા ઘર, ખુદ સરકારે સંસદમાં કર્યો ચોંકાવનારો ખુલાસો
Ahmedabad: અમદાવાદના  કુખ્યાત મોહમ્મદ કુરેશીના  “ઇસ્માઇલ પેલેસ” પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર

Bangladesh Unrest: શું બાંગ્લાદેશમાં ફરી થશે તખ્તાપલટ? આર્મી ચીફે સૈનિકોને ઢાકામાં એકઠા થવાનો આપ્યો આદેશ!

Weather Forecast:દેશના આ રાજયોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ગુજરાતમાં કેવું રહેશે હવામાન?

America: ટ્રમ્પનો વધુ એક મોટો નિર્ણય, આ 4 દેશોના 5 લાખ લોકોને તાત્કાલિક છોડવું પડશે અમેરિકા! શું આમાં ભારતનું નામ છે?

Embed widget