IND vs AUS: ઇન્દોરમાં મળેલી હાર બાદ રોહિત શર્મા પ્લાનમાં ફેરફાર કરવા મજબૂર, ચોથી ટેસ્ટમાં આ દિગ્ગજ બોલરની થશે વાપસી
બોર્ડર-ગવાસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચમાં મોહમ્મદ શમી ટીમ ઈન્ડિયાનો ભાગ નહોતો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ચોથી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર જોવા મળશે. ટીમમાં અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીની વાપસી નિશ્ચિત માનવામાં આવી રહી છે. ઈન્દોરમાં કારમી હાર બાદ કેપ્ટન રોહિત શર્મા આવો નિર્ણય લઈ શકે છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, મોહમ્મદ શમી અમદાવાદમાં રમાનારી ચોથી ટેસ્ટ મેચમાં વાપસી કરશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયા માટે ચોથી ટેસ્ટ મેચ 'કરો યા મરો'ની રહેશે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં સ્થાન મેળવી શકે છે. જો ભારતીય ટીમ ચોથી મેચ પણ હારી જાય છે તો ટીમે શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી ટેસ્ટ શ્રેણીના પરિણામ પર નિર્ભર રહેવું પડશે. બંને વચ્ચે રમાનાર બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ 9 માર્ચથી રમાશે.
શમી ત્રીજી ટેસ્ટમાં કેમ ન રમ્યો?
બોર્ડર-ગવાસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચમાં મોહમ્મદ શમી ટીમ ઈન્ડિયાનો ભાગ નહોતો. વર્કલોડ મેનેજમેન્ટને કારણે તેને આરામ આપવામાં આવ્યો હતો. શમી નાગપુર અને દિલ્હીમાં રમાયેલી બંને ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. મોહમ્મદ શમીનો પણ ટેસ્ટ બાદ યોજાનારી વનડે શ્રેણી માટે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેના કારણે તેને ત્રીજી ટેસ્ટમાંથી આરામ આપવામાં આવ્યો હતો અને ઉમેશ યાદવનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
ટીમ ઈન્ડિયાએ પિચને લઈને કોઈ સૂચના આપી નથી
ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ ત્રીજા દિવસે જ સમાપ્ત થઈ ગઈ હતી. ICC મેચ રેફરી ક્રિસ બોર્ડ દ્વારા હોલકર સ્ટેડિયમની પિચને 'પુઅર ટ્રેક' તરીકે ગણાવી હતી. ચોથી ટેસ્ટ મેચની પિચને લઈને ભારતીય ટીમ મેનેજમેન્ટ દ્વારા કોઈ સૂચના આપવામાં આવી નથી.
પીટીઆઈ સાથે વાત કરતા ગુજરાત ક્રિકેટ એસોસિએશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "અમને ભારતીય ટીમ મેનેજમેન્ટ તરફથી કોઈ સૂચના મળી નથી અને અમારા સ્થાનિક ક્યુરેટર્સ સામાન્ય પિચો બનાવી રહ્યા છે, જેમ કે અમે હંમેશા સિઝન દરમિયાન કર્યું છે."
IND vs AUS: ઈન્દોરમાં હાર બાદ કેએસ ભરત પર ફેન્સ થયા ગુસ્સે, સોશિયલ મીડિયા પર ભડાસ કાઢી, જુઓ
Social Media Reactions On KS Bharat: ઈન્દોર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ભારતને 9 વિકેટે હરાવ્યું. આ રીતે કાંગારૂ ટીમે 4 ટેસ્ટ મેચોની સીરીઝમાં પ્રથમ વિજય મેળવ્યો હતો. જોકે, આ હાર છતાં ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 2-1થી આગળ છે. જો કે ઈન્દોર ટેસ્ટમાં હાર બાદ ચાહકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. ભારતીય ચાહકોએ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આ સિવાય હાર બાદ ફેન્સે વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતને યાદ કર્યો.
કેએસ ભરત પર ચાહકો ગુસ્સે થયા
જો કે ઈન્દોરમાં હાર બાદ ફેન્સનો ગુસ્સો વિકેટકીપર કેએસ ભરત પર ફાટી નીકળ્યો છે. સોશિયલ મીડિયા પર ચાહકો કેએસ ભરતની ટીકા કરી રહ્યા છે. ઋષભ પંતની ગેરહાજરીમાં કેએસ ભરત પાસે ટીમ ઈન્ડિયામાં પોતાને સ્થાપિત કરવાની શાનદાર તક હતી, પરંતુ આ વિકેટ કીપર બેટ્સમેને તક ગુમાવી દીધી. હવે સોશિયલ મીડિયા પર ચાહકો કએસ ભરત પર સતત તેમના પ્રતિભાવો આપી રહ્યા છે