શોધખોળ કરો
Advertisement
IND Vs AUS: ભારતીય બોલરોથી ડરેલા છે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન, પૂર્વ દિગ્ગજ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરનો દાવો
મોટાભાગના ભારતીયોની જેમ જ મારી પણ મત છે કે બોલરોએ ઓસ્ટ્રેલિયાના બેટ્સમોનોની માનસિકતાને સમજીને બોલિંગ કરી.
IND Vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાઈ રહેલ ટેસ્ટ સીરીઝમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ધારણા પ્રમાણે પ્રદર્શન નથી કરી રહ્યા. ઓસ્ટ્રેલિયાની ટીમની રમત પર પૂર્વ દિગ્ગજ બેટ્સમેન ગ્લેન મેક્ગ્રાએ નિરાશા વ્યક્ત કરી છે. મેકગ્રાએ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને શુભમન ગિલ, અંજિક્ય રહાણે અને જાડેજા પાસેથી શીખવાની સલાહ આપી છે.
મેકગ્રાનું માનવું છે કે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડરેલા છે. મેકગ્રાએ કહ્યું કે, “મોટાભાગના ભારતીયોની જેમ જ મારી પણ મત છે કે બોલરોએ ઓસ્ટ્રેલિયાના બેટ્સમોનોની માનસિકતાને સમજીને બોલિંગ કરી. જેમ મેં પહેલા કહ્યું હતું તેમ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન થોડા ડરેલા છે.”
ભારતીય બેટ્સમેનના વખાણ કર્યા
મેકગ્રાએ આગળ કહ્યું, “તેઓ રન બનાવવા અને બોલરો પર હાવી થવાને બદલે પોતાની વિકેટ બચાવી રાખવા પર ધ્યાન આપી રહ્યા છે. જ્યારે તમને ખબર પડે કે બેટ્સમેન પિચ પર ટકવા માટે સંઘર્ષ કરી રહ્યો છે તો ત્યારે બોલરોને થોડી તક મળી જાય છે અને બાદમાં બેટ્સમેનને આઉટ કરવામાં મોડું નથી થતું.”
મેકગ્રાએ ભારતીય બેટ્સમેનના વખાણ કર્યા છે. તેમણે કહ્યું, “મને લાગે છે કે જે રીતે રહાણેએ બેટિંગ કરી, ગિલને બેટિંગ કરી, રિષભ પંત, જાડેજાએ બેટિંગ કરી, આ ખેલાડીઓએ બતાવ્યું કે બેટિંગ કેવી રીતે કરવી જોઈએ.”
મેકગ્રાએ ભારતીય બોલરોના વખાણ કર્યા અને ખુદને જસપ્રીત બુમરાહનો મોટા ફેન ગણાવ્યા છે. તેમણે કહ્યું, “તમે ભારતીય બોલરોથી શ્રેય ન છીનવી શકો. જસપ્રીત બુમરાહ જે રીતે શ્રેણીમાં બોલિંગ કરે છે તે શાનદાર છે. હું બુમરાહનો મોટો ફેન છું. હું કેટલાક અવસર પર તેની સાથે વાત કરી અને જે રીતે તે વિચારે છે અને તેના પર અમલ કરે છે તે મને પસંદ છે.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દુનિયા
ક્રિકેટ
Advertisement