શોધખોળ કરો

IND vs AUS Final: ફાઈનલમાં અડધી સદી ફટકારી રાહુલ-કોહલી ખાસ લિસ્ટમાં સામેલ, વર્લ્ડકપ વિજેતાઓની કરી બરાબરી

વિરાટ કોહલીએ ભારત દ્વારા આયોજિત ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં શ્રેણીબદ્ધ રેકોર્ડ બનાવ્યા. ફાઈનલ મેચમાં ભારતીય બેટિંગ ખોરવાઈ ગયા બાદ વિરાટ કોહલીએ અડધી સદીની ઇનિંગ રમી હતી.

IND vs AUS World Cup 2023 Final: વિરાટ કોહલીએ ભારત દ્વારા આયોજિત ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં શ્રેણીબદ્ધ રેકોર્ડ બનાવ્યા. ફાઈનલ મેચમાં ભારતીય બેટિંગ ખોરવાઈ ગયા બાદ વિરાટ કોહલીએ અડધી સદીની ઇનિંગ રમી હતી, જે દરમિયાન તેણે કુલ 63 બોલનો સામનો કર્યો હતો અને 4 ચોગ્ગાની મદદથી 54 રન બનાવ્યા હતા. આ અડધી સદી સાથે વિરાટ કોહલી એવા ભારતીય બેટ્સમેનોની યાદીમાં સામેલ થઈ ગયો જેણે વર્લ્ડ કપ ફાઇનલમાં અડધી સદી ફટકારી છે.

ભારત તરફથી વિરાટ કોહલીની સાથે કેએલ રાહુલે પણ અડધી સદી ફટકારી હતી. રાહુલે 107 બોલમાં 66 રનની ખૂબ જરુરી ઇનિંગ રમી હતી. વર્લ્ડ કપમાં અડધી સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ હતા, જેમણે 2003 વર્લ્ડ કપ ફાઇનલમાં 82 રન બનાવ્યા હતા. સેહવાગની આ ઇનિંગ કટ્ટર હરીફ ઓસ્ટ્રેલિયા સામે આવી હતી, જોકે ભારત અંતિમ મેચ 125 રનથી હારી ગયું હતું.

આ ભારતીય બેટ્સમેનોએ વર્લ્ડ કપમાં અડધી સદી ફટકારી છે

ભૂતપૂર્વ કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીર પણ વર્લ્ડ કપમાં અડધી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેનોની શ્રેણીમાં સામેલ છે. ગૌતમ ગંભીરે 2011 વર્લ્ડ કપ ફાઇનલમાં શ્રીલંકા સામે 97 રનની ઇનિંગ રમી હતી. આ જ મેચમાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પણ અણનમ 91 રન બનાવ્યા હતા. 2011ના વર્લ્ડ કપમાં ગંભીર અને ધોનીની શાનદાર ઇનિંગ્સની મદદથી ભારત બીજી વખત ચેમ્પિયન બન્યું હતું. વર્લ્ડકપમાં ભારત માટે એક ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ગૌતમ ગંભીર પ્રથમ સ્થાને છે. વર્ષ 2011માં રમાયેલી ગંભીરની 97 રનની ઈનિંગ ભારતીય બેટ્સમેનોએ વર્લ્ડ કપમાં બનાવેલો સર્વોચ્ચ સ્કોર છે.

કોહલીએ વર્લ્ડ કપમાં શ્રેણીબદ્ધ રેકોર્ડ બનાવ્યા

આ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ કોહલી નંબર વન પર છે. તેણે 11 મેચમાં 765 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 6 અડધી સદી અને 3 સદી ફટકારી છે. જેમાં ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલમાં રમાયેલી તેની સદીની ઈનિંગ્સનો પણ સમાવેશ થાય છે. આ સદી સાથે, તે ODI ક્રિકેટના ઈતિહાસમાં પચાસ સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન છે. અત્યાર સુધી વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવવાના મામલે કોહલી પ્રથમ ક્રમે છે. તેણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો.             

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મુંબઈના કુર્લામાં બેકાબૂ BEST બસે અનેક વાહનોને હડફેટે લીધા, 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત
મુંબઈના કુર્લામાં બેકાબૂ BEST બસે અનેક વાહનોને હડફેટે લીધા, 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત
'રોજગાર ઉભા કરો, ક્યાં સુધી આપતા રહેશો મફતમાં સુવિધાઓ',  કેન્દ્ર સરકારની કઇ યોજના પર સુપ્રીમ કોર્ટે કહી આ વાત?
'રોજગાર ઉભા કરો, ક્યાં સુધી આપતા રહેશો મફતમાં સુવિધાઓ', કેન્દ્ર સરકારની કઇ યોજના પર સુપ્રીમ કોર્ટે કહી આ વાત?
દિવસમાં પીવો છો અનેક કપ ચા, જાણો દાંતોને તેનાથી થાય છે કેટલું નુકસાન?
દિવસમાં પીવો છો અનેક કપ ચા, જાણો દાંતોને તેનાથી થાય છે કેટલું નુકસાન?
heart attack: શિયાળામાં હાર્ટ અટેક આવવાનો ખતરો વધુ, જાણો તેના લક્ષણો અને બચાવની રીત
heart attack: શિયાળામાં હાર્ટ અટેક આવવાનો ખતરો વધુ, જાણો તેના લક્ષણો અને બચાવની રીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mumbai BEST Bus Accident : મુંબઈમાં બેસ્ટ બસે લોકોને કચડ્યા, 5ના મોત, 20થી વધુ ઘાયલ; મચ્યો હાહાકારHun To Bolish : હું તો બોલીશ : નસબંધીનો 'ટાર્ગેટ'Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડર્સે કેમ ચડાવી બાંયો?Surat Firing Case: શું ભાજપનો ખેસ પહેરશો તો ફાયદામાં રહેશો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈના કુર્લામાં બેકાબૂ BEST બસે અનેક વાહનોને હડફેટે લીધા, 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત
મુંબઈના કુર્લામાં બેકાબૂ BEST બસે અનેક વાહનોને હડફેટે લીધા, 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત
'રોજગાર ઉભા કરો, ક્યાં સુધી આપતા રહેશો મફતમાં સુવિધાઓ',  કેન્દ્ર સરકારની કઇ યોજના પર સુપ્રીમ કોર્ટે કહી આ વાત?
'રોજગાર ઉભા કરો, ક્યાં સુધી આપતા રહેશો મફતમાં સુવિધાઓ', કેન્દ્ર સરકારની કઇ યોજના પર સુપ્રીમ કોર્ટે કહી આ વાત?
દિવસમાં પીવો છો અનેક કપ ચા, જાણો દાંતોને તેનાથી થાય છે કેટલું નુકસાન?
દિવસમાં પીવો છો અનેક કપ ચા, જાણો દાંતોને તેનાથી થાય છે કેટલું નુકસાન?
heart attack: શિયાળામાં હાર્ટ અટેક આવવાનો ખતરો વધુ, જાણો તેના લક્ષણો અને બચાવની રીત
heart attack: શિયાળામાં હાર્ટ અટેક આવવાનો ખતરો વધુ, જાણો તેના લક્ષણો અને બચાવની રીત
બાંગ્લાદેશ ભારતને વધુ એક મોટો ઝટકો આપવાની ફિરાકમાં છે! આ બોમ્બ વિસ્ફોટ કરવાની તૈયારી કરી લીધી
બાંગ્લાદેશ ભારતને વધુ એક મોટો ઝટકો આપવાની ફિરાકમાં છે! આ બોમ્બ વિસ્ફોટ કરવાની તૈયારી કરી લીધી
Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 
Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
જો શરીરમાં આવા ફેરફારો થવા લાગે તો સાવચેત રહો, હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે
જો શરીરમાં આવા ફેરફારો થવા લાગે તો સાવચેત રહો, હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે
Embed widget