શોધખોળ કરો
Advertisement
આઠ મહિના બાદ આવતીકાલે ઓસ્ટ્રેલિયા સામે ક્રિકેટમાં વાપસી કરશે ટીમ ઇન્ડિયા, જુઓ કેવી હશે બન્નેની સંભવિત પ્લેઇંગ ઇલેવન....
ભારતીય ટીમને આવતીકાલની મેચમાં ઓપનિંગ રોહિત શર્માની કમી દેખાશે, કેમકે હેમસ્ટ્રિંગ સામે ઝઝૂમી રહ્યો હોવાથી ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી બાકાત છે
નવી દિલ્હીઃ કોરોના કાળમાં બંધ પડી ગયેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફરી એકવાર ટીમ ઇન્ડિયાની વાપસી થવા જઇ રહી છે. આઠ મહિનાના લાંબા અંતરાલ બાદ ટીમ ઇન્ડિયા ક્રિકેટના ગ્રાઉન્ડ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા ઓસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઉતરશે. ખાસ વાત છે કે ટીમ ઇન્ડિયા આવતી કાલની વનેડે સીરીઝમાં નવી જર્સી સાથે મેદાનમાં દેખાશે, આ જર્સીનો લૂક 1992ની વર્લ્ડકપ ટીમની જર્સી જેવો છે.
ભારતીય ટીમને આવતીકાલની મેચમાં ઓપનિંગ રોહિત શર્માની કમી દેખાશે, કેમકે હેમસ્ટ્રિંગ સામે ઝઝૂમી રહ્યો હોવાથી ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી બાકાત છે. રોહિતની ગેરહાજરીમાં શિખર ધવન સાથે કોણ ઓપનિંગમાં ઉતરશે તે હજુ સુધી નક્કી નથી, માનવામાં આવે છે કે ધવનનો જોડીદાર મયંક અગ્રવાલ બની શકે છે. ભારત પાસે બીજા ઓપ્શન તરીકે શુભમન ગીલનો પણ છે.
ઓસ્ટ્રેલિયા અને ભારત વનડે સીરીઝની ટીમો.....
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
શિખર ધવન, મયંક અગ્રવાલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની.
ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન
એરોન ફિન્ચ (કેપ્ટન), ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, માર્કસ સ્ટૉઇનિસ, માર્કસ લાબુશાને, એલેક્સ કેરી (વિકેટકીપર), ગ્લેન મેક્સવેલ, એડમ ઝામ્પા, મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, જોશ હેઝલવુડ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
આરોગ્ય
Advertisement