શોધખોળ કરો

IND vs AUS: ટેસ્ટ સીરિઝ બાદ હવે વન-ડેમાં ઓસ્ટ્રેલિયા હરાવવા ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો સંપૂર્ણ કાર્યક્રમ?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 માર્ચથી રમાનારી ત્રણ વનડે મેચોની શરૂઆત થશે.

India v Australia ODI Series 2023: ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં સમાપ્ત થયેલ ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.  ટીમ ઈન્ડિયા આ શ્રેણી 2-1થી જીતવામાં સફળ રહી હતી. ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાની નજર વનડે શ્રેણી પર છે. બંને દેશો વચ્ચે 17 માર્ચથી વનડે શ્રેણી શરૂ થશે. ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાને વનડે શ્રેણીમાં પણ હરાવવાનો પ્રયાસ કરશે. કાંગારૂઓ સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતે જે રીતે પ્રદર્શન કર્યું તે જોતા વનડેમાં ઓસ્ટ્રેલિયાનો રસ્તો આસાન નહીં હોય.

આ શ્રેણી 17 માર્ચથી શરૂ થશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 માર્ચથી રમાનારી ત્રણ વનડે મેચોની શરૂઆત થશે. શ્રેણીની પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. જ્યારે વનડે શ્રેણીની બીજી મેચ 19 માર્ચે વિશાખાપટ્ટનમમાં રમાશે. અને ત્રીજી અને અંતિમ મેચ 22 માર્ચે ચેન્નઈમાં રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી તમામ ODI મેચો ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી તમામ ODI મેચોના રેકોર્ડ પર નજર કરીએ તો ટીમ ઈન્ડિયા પર કાંગારૂઓ ભારે છે. બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં 143 મેચ રમાઈ છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાએ 80 મેચ જીતી છે અને ભારતે 53 મેચ જીતી છે. જ્યારે 10 ODI મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી.

ભારતની વનડે ટીમઃ

રોહિત શર્મા (કેપ્ટન), યુઝવેન્દ્ર ચહલ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, વિરાટ કોહલી, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, શાર્દુલ ઠાકુર, ઉમરાન મલિક, જયદેવ ઉનડકટ, વોશિંગ્ટન સુંદર, સૂર્યકુમાર યાદવ.

ઓસ્ટ્રેલિયા વનડે ટીમ

પેટ કમિન્સ (કેપ્ટન), સીન એબોટ, એશ્ટન અગર, એલેક્સ કેરી, નાથન એલિસ, કેમરૂન ગ્રીન, ટ્રેવિસ હેડ, જોસ ઈંગ્લિસ, માર્નસ લાબુશેન, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્ક સ્ટોઈનિસ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા.

Watch: મેચ બાદ કોહલીએ જીત્યું ઓસ્ટ્રેલિયન ફેન્સનું દિલ, ઉસ્માન ખ્વાજાને ગિફ્ટમાં આપી જર્સી

Virat Kohli Gift Jersey To Usman Khawaja Video: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી અને છેલ્લી ટેસ્ટ રમાઈ હતી. આ મેચ ડ્રો રહી હતી.  આ મેચમાં બંને ટીમો તરફથી શાનદાર બેટિંગ જોવા મળી હતી. ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ઉસ્માન ખ્વાજા માટે આ મેચ ખૂબ જ ખાસ હતી. બંનેએ શાનદાર સદીની ઇનિંગ્સ રમી હતી. મેચ બાદ બંને વચ્ચે શાનદાર મિત્રતા જોવા મળી હતી. કોહલીએ તેની જર્સી ઉસ્માન ખ્વાજાને ભેટમાં આપી હતી

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી

વિડિઓઝ

રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
Embed widget