IND vs AUS Live Streaming Details: રવિવારે રમાશે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો
આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. આવો અમે તમને આ મેચની લાઈવ સ્ટ્રીમિંગ વિગતો જણાવીએ.
IND vs AUS 2023: પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ હવે બીજી વનડે માટે પણ તૈયાર છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે 19 માર્ચ રવિવારે વિશાખાપટ્ટનમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. આવો અમે તમને આ મેચની લાઈવ સ્ટ્રીમિંગ વિગતો જણાવીએ.
ભારત-ઓસ્ટ્રેલિયા 2જી ODIની લાઇવ સ્ટ્રીમિંગ વિગતો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2જી ODI મેચ ક્યારે થશે ?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે મેચ 19 માર્ચ (રવિવાર)ના રોજ રમાશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા 2જી ODI મેચ કેટલા વાગ્યે શરૂ થશે ?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વનડે મેચ બપોરે 1.30 વાગ્યે શરૂ થશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2જી ODI મેચ ક્યાં રમાશે ?
વિશાખાપટ્ટનમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા બીજી વનડે મેચ ડૉ. વાય.એસ. રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા બીજી વનડે મેચ ટેલિવિઝન પર લાઈવ કેવી રીતે જોવી?
ભારત અને ઓસ્ટ્રેલિયા બીજી વનડે મેચનું સ્ટાર સ્પોર્ટ્સ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા 2જી ODI નું લાઇવ સ્ટ્રીમિંગ કઈ રીતે કરવું?
ભારત-ઓસ્ટ્રેલિયા બીજી ODIનું લાઈવ સ્ટ્રીમિંગ Disney+ Hotstar પર કરવામાં આવશે.
ટીમમાં ફેરફાર થવાની શક્યતા છે
તમને જણાવી દઈએ કે આ સીરીઝની પ્રથમ વનડેમાં કેપ્ટન રોહિત શર્મા પોતાના પારિવારિક કારણોસર ઉપલબ્ધ નહોતો. હાર્દિક પંડ્યાએ કેપ્ટનશિપની જવાબદારી લીધી હતી. જોકે, બીજી મેચમાં કેપ્ટન વાપસી કરશે આ સ્થિતિમાં ઈશાન કિશન ટીમની બહાર જઈ શકે છે. આ સિવાય પીચને ધ્યાનમાં રાખીને શાર્દુલ ઠાકુરની જગ્યાએ અક્ષર પટેલને રમવાની તક આપવામાં આવી શકે છે.
આવી હોઇ શકે છે ભારતની પ્લેઇંગ ઇલેવન
સૂર્યકુમાર યાદવ અથવા ઇશાન કિશનને બીજી વનડે માટે પ્લેઇંગ-11માંથી બહાર બેસવું પડશે. જો કે, સૂર્યા બહાર બેસે તેવી શક્યતા વધુ છે કારણ કે તે વન-ડે ક્રિકેટમાં સતત ફ્લોપ થઈ રહ્યો છે. ઈશાન કિશન મિડલ ઓર્ડરમાં પણ સારી બેટિંગ કરી શકે છે. તેણે થોડા મહિના પહેલા જ ODI ક્રિકેટમાં બેવડી સદી પણ ફટકારી હતી.
સૂર્યકુમાર યાદવ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડેમાં ખાતું પણ ખોલી શક્યો ન હતો અને તે પ્રથમ બોલ પર મિચેલ સ્ટાર્કના હાથે LBW આઉટ થયો હતો. જો કે, ઓપનર ઇશાન કિશનનું પ્રદર્શન પણ નિરાશાજનક રહ્યું હતું. ઈશાન ત્રણ રનના અંગત સ્કોર પર માર્કસ સ્ટોઈનિસનો શિકાર થયો હતો.
સૂર્યકુમાર યાદવે T20 ક્રિકેટમાં શાનદાર રમત બતાવી છે, પરંતુ 50 ઓવરનું ફોર્મેટ તેના માટે કંઈ ખાસ સાબિત નથી થઈ રહ્યું. સૂર્યાએ અત્યાર સુધી 21 વનડેની 19 ઇનિંગ્સમાં 27.06ની એવરેજથી 433 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે બે અડધી સદી ફટકારી છે.