શોધખોળ કરો
Advertisement
ઓસ્ટ્રે્લિયામાં ફરી એક વખત ભારતીય ખેલાડીઓ સાથે ગેરવર્તન, આ ખેલાડીઓને દર્શકોએ કહ્યા અપશબ્દો
: ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતીય ખેલાડીઓ સાથે ફરી એક વખત અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે.
India vs Australia 4th test: ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતીય ખેલાડીઓ સાથે ફરી એક વખત અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના સમાચાર પત્ર સિડની મોર્નિંગ હેરાલ્ડના સમાચારથી ખુલાસો થયો છે.
જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે સિરાજ અને સુંદર બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહ્યા હતા, ત્યારે કેટલાક દર્શકોએ જોર-જોરથી તેમને ગાળો આપી રહ્યા હતા. આ સતત બીજી વખત છે જ્યારે ઓસ્ટ્રેલિયાના દર્શકોએ ભારતીય ખેલાડીઓને અપશબ્દો કહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા સિડનીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં દર્શકોએ મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ પર નસ્લીય ટિપ્પણી કરી હતી. આ બંનેએ તેની ફરિયાદ અમ્પાયર પાસે કરી હતી. બાદમાં બીજી ઈનિંગમાં પણ દર્શકોએ સિરાજને અપશબ્દો કહ્યા હતા, બાદમાં આશરે 10 મિનિટ રમત રોકવી પડી હતી. બાદમાં આશરે છ દર્શકોને સ્ટેડિયમની બહાર કાઢવામાં આવ્યા હતા.
ભારતીય ખેલાડીઓ સાથે થયેલા ખરાબ વર્તનની ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ માફી માંગી હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેંગર અને કેપ્ટન ટિમ પેનએ પણ આ ઘટનાને શરમજનક ગણાવી હતી. આઈસીસીએ પણ તેને લઈ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની નિંદા કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement