IND vs BAN : ભારતનો લાગ્યો મોટો ઝટકો, બોલ વાગતાં રોહિત શર્માના હાથમાં નીકળ્યું લોહી, લઈ જવાયો હોસ્પિટલ
Rohit Sharma: રોહિત શર્મા જ્યારે મેદાનની બહાર જઈ રહ્યો હતો ત્યારે તેના હાથમાંથી લોહી ટપકતું હતું.
Rohit Sharma Injury: બાંગ્લાદેશ સામેની બીજી મેચની બીજી જ ઓવરમાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને બોલ વાગ્યા બાદ તેના ડાબા હાથમાંથી લોહી નીકળવા લાગ્યું અને તેને મેદાન છોડવું પડ્યું. ઈજા ગંભીર હોવાનું જણાયું હતું. જ્યારે તે મેદાનની બહાર જઈ રહ્યો હતો ત્યારે તેના હાથમાંથી લોહી ટપકતું હતું. આ બધું બીજી ઓવરના ચોથા બોલ પર થયું જ્યારે અનામુલે એક શોટ માર્યો અને કેચ લેવાની પ્રક્રિયામાં તેના હાથમાં ઈજા થઈ. હાલ તેને એક્સ-રે માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.
India Captain Rohit Sharma suffered a blow to his thumb while fielding in the 2nd ODI. The BCCI Medical Team assessed him. He has now gone for scans: BCCI
— ANI (@ANI) December 7, 2022
(Pic: BCCI) pic.twitter.com/S9ac1n110m
મોહમ્મદ સિરાજના ઝડપી બોલ પર અનામુલ શોટ ચૂકી ગયો અને બોલ બેટની કિનારી લઈને સ્લિપમાં પહોંચી ગયો જ્યાં રોહિત શર્મા તૈયાર હતો. જો કે, બોલ તેની ધારણા કરતા ઘણો નીચો આવ્યો અને તેના હાથ પર વાગ્યો. આ રીતે તે કેચ પણ ન પકડી શક્યો અને તેના હાથ પર ઈજા થઈ. તે તરત જ તેનો લોહી નીકળતો હાથ પકડીને મેદાન છોડી ગયો. તેમની જગ્યાએ રજત પાટીદાર ફિલ્ડીંગ માટે આવ્યો હતો.
Rohit sharma got injured #Rohitsharma pic.twitter.com/4IAOHpt1Ua
— Adnan Ansari (@AdnanAn71861809) December 7, 2022
ભારતની પ્લેઇંગ ઇલેવન
ભારતની ટીમમાં આજે બે બદલાવ કરવામાં આવ્યા છે. શાહબાઝ અહમદની જગ્યાએ અક્ષર પટેલ અને કુલદીપ સેનના સ્થાને ઉમરાન મલિકને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), વૉશિંગટન સુંદર, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, દીપક ચાહર, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક.
બાંગ્લાદેશની પ્લેઇંગ ઇલેવન
નઝમૂલ હુસેન શાન્તો, લિટન દાસ (કેપ્ટન), અનમુલ હક, શાકિબ અલ હસન, મુશ્ફિકૂર રહીમ (વિકેટકીપર), મહમુદુલ્લાહ, અફીફ હુસૈન, મહેદી હસન મિરાજ (વિકેટકીપર), ઇબાદત હુસૈન, મુસ્તફિઝૂર રહેમાન.