IND vs BAN : ઈશાન કિશને 86 બોલમાં જ ફટકારી વન ડે કરિયરની પ્રથમ સદી
IND vs BAN: ત્રીજી વન ડેમાં બાંગ્લાદેશે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું.
Ishan Kishan Century: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે ત્રીજી અને અંતિમ વન ડે રમાઈ રહી છે. ત્રીજી વન ડેમાં બાંગ્લાદેશે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. ભારતની નબળી શરૂઆત થઈ હતી. શિખર ધવન 3 રન બનાવી આઉટ થયો હતો. જે બાદ ઈશાન કિશને વિરાટ કોહલી સાથે મળી ભારતની ઈનિંગ સંભાળી હતી.
ઈશાન કિશને 86 બોલમાં જ વન ડે કરિયરની પ્રથમ સદી ફટકારી હતી. તેણે આ દરમિયાન 14 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.
📸💯🙌@ishankishan51 #BANvIND pic.twitter.com/ZKQqXcYD1J
— BCCI (@BCCI) December 10, 2022
WHAT A CELEBRATION. Maiden International Hundred for Ishan Kishan. #ishankishan pic.twitter.com/z8KbpHuuTw
— + (@sobuujjj) December 10, 2022
ઈશાન કિશન, કુલદીપને મળ્યો મોકો
બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડેમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, આજની પ્લેઇંગ ઇલેવનમાં ભારતીય ટીમમાં ઓપનર બેટ્સમેન અને વિકેટકીપર ઇશાન કિશનને મોકો આપવામાં આવ્યો છે, જ્યારે બીજા ફેરફાર તરીકે સ્ટાર સ્પીનર કુલદીપ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ભારતની પ્લેઇંગ ઇલેવન
ઇશાન કિશન, શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, લોકેશ રાહુલ (કેપ્ટન), વૉશિંગટન સુંદર, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, ઉમરાન મલિક, મોહમ્મદ સિરાજ.
બાંગ્લાદેશની પ્લેઇંગ ઇલેવન
લિટન દાસ (કેપ્ટન), અનામૂલ હક, યાસિર અલી, શાકિબ અલ હસન, મુશ્ફિકૂર રહીમ, મહેમુદુલ્લાહ, અફીફ હુસૈન, મેહદી હસન, ઇબાદત હૌસેન, તસ્કીન અહેમદ, મુસ્તફિઝૂર રહેમાન.
ક્યાં રમાઈ રહી છે ત્રીજી વન ડે
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની વન ડે સીરિઝની ત્રીજી મેચ ચટગાંવના જહૂર અહમદ ચૌધરી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય ટીમ પ્રથમ બે વન ડે મેચમાં મળેલી હારને ભૂલી આ મેચ જીતીને વ્હાઇટ વોશના ઈરાદાથી બચવા રમશે, જ્યારે બાંગ્લાદેશની ટીમ ત્રીજી વન ડે જીતીને પ્રથમ વખત ભારતને ક્લીન સ્વીપ કરશે. ટીમ ઈન્ડિયા ત્રીજી વન ડેમાં નિયમિત કેપ્ટન રોહિત શર્મા વગર જ મેદાનમાં ઉતરી છે.