WHAT A CATCH... 37 વર્ષના રોહિતની ગજબની સ્ફૂર્તિ, હવામાં ઉછળી અદભૂત કેચ પકડ્યો, વીડિયો વાયરલ
Rohit Sharma Catch : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યારે ટેસ્ટ સીરીઝ રમાઇ રહી છે. ટીમ ઈન્ડિયા હાલમાં કાનપુરના ગ્રીન પાર્કમાં બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં આજે પણ ફિલ્ડિંગ કરી હતી
Rohit Sharma Catch In IND vs BAN Kanpur Test: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યારે ટેસ્ટ સીરીઝ રમાઇ રહી છે. ટીમ ઈન્ડિયા હાલમાં કાનપુરના ગ્રીન પાર્કમાં બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં આજે પણ ફિલ્ડિંગ કરી હતી. જ્યારે ચાહકો ભારતીય ટીમની બેટિંગની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે કેપ્ટન રોહિત શર્માએ શાનદાર કેચ પકડીને મહેફિલ લૂંટી લીધી હતી. રોહિત શર્માના આ કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર અત્યારે ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ઇનિંગની 50મી ઓવરના ચોથા બૉલ પર લિટન દાસે મોહમ્મદ સિરાજને ચોગ્ગો ફટકારવાનો પ્રયાસ કર્યો હતો. ક્રીઝની નીકળીને લિટન દાસે બેટને ઝડપથી ઓફ-સાઇડ દિશામાં ફેરવ્યું, બોલ 30 યાર્ડના વર્તુળમાં રોહિત શર્માના માથા ઉપર જવાનો હતો ત્યારે ભારતીય કેપ્ટને હવામાં છલાંગ લગાવીને તેને પકડી લીધો હતો અને અદભૂત કેચ પુરો કર્યો હતો. રોહિત શર્માનો આ કેચ ખરેખર જોવા જેવો હતો. અહીં વીડિયો જુઓ...
WHAT. A. CATCH 👏👏
— BCCI (@BCCI) September 30, 2024
Captain @ImRo45 with a screamer of a catch as Litton Das is dismissed for 13.@mdsirajofficial picks up his first.
Live - https://t.co/JBVX2gyyPf… #INDvBAN@IDFCFIRSTBank pic.twitter.com/60saRWTDtG
વરસાદે કર્યા હેરાન-પરેશાન
અત્યાર સુધીની મેચમાં વરસાદને કારણે ઘણી મુશ્કેલી પડી છે. 27 સપ્ટેમ્બરે શરૂ થયેલી મેચના પહેલા જ દિવસે વરસાદના કારણે રમત એક કલાક મોડી શરૂ થઈ હતી. ત્યારબાદ બપોરના ભોજન દરમિયાન પણ વરસાદના કારણે થોડો વિક્ષેપ પડ્યો હતો.
આ પછી, વરસાદના કારણે બોલ ફેંકાયા વિના બીજા દિવસની રમત રદ કરવામાં આવી હતી. પછી ત્રીજા દિવસે પણ આવું જ દ્રશ્ય જોવા મળ્યું. ત્રીજો દિવસ પણ એક પણ બોલ ફેંકાયા વિના રદ કરવામાં આવ્યો હતો. ત્રીજા દિવસે વરસાદ ન હોવા છતાં ભીના મેદાને ત્રીજા દિવસે રમત શરૂ થવા દીધી ન હતી.
પહેલી ટેસ્ટ જીતી ચૂકી છે ટીમ ઇન્ડિયા
નોંધનીય છે કે, બે મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ ચેન્નાઈ ટેસ્ટ 280 રને જીતી લીધી છે.
આ પણ વાંચો