IND vs ENG 1st Test Day 4 Stumps: પાંચમા દિવસે જીત માટે ટીમ ઈન્ડિયાએ બનાવવા પડશે 157 રન
IND vs ENG 1st Test Day 4: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટનો આજે ચોથો દિવસ છે.
LIVE
Background
IND vs ENG 1st Test Day 4: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચનો આજે ચોથો દિવસ છે. વરસાદના કારણે ત્રીજી દિવસની રમત પૂરી થયેલી જાહેર કરાઈ ત્યારે ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં વિના વિકેટે 25 રન બનાવ્યા હતા
ઈન્ડિયાએ પાંચમા દિવસે જીત માટે બનાવવા પડશે 157 રન
પાંચમા દિવસે જીત માટે ટીમ ઈન્ડિયાએ બનાવવા પડશે 157 રન, ચોથો દિવસ ભારતના નામે રહ્યો હતો.
ઇંગ્લેન્ડની ટીમ 303 રનમાં ઓલઆઉટ
ઈન્ડિયન ટીમને જીતવા માટે 209 રનનો લક્ષ્યાંક
ઇંગ્લેન્ડની ટીમ 303 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. હવે ઈન્ડિયન ટીમને જીતવા માટે 209 રનનો લક્ષ્યાંક મળ્યો છે.
ભારતે ફરી એક વખત મેચ પર પકડ મજબૂત કરી
ભારતીય બોલર શાર્દુલ ઠાકુરે ડેન લોરેંસને એલબીડબ્લ્યૂ આઉટ કરી ઈંગ્લેન્ડને પાંચમો ઝટકો આપ્યો છે. ભારતે ફરી એક વખત મેચ પર પકડ મજબૂત કરી છે. જો બોલરો ઈંગ્લેન્ડના બેટ્સમેનોને 300થી ઓછા સ્કોર પર આઉટ કરવામાં સફળ થશે તો ટીમ ઈન્ડિયા આ મેચ સરળતાથી જીતી શકશે.
લંચ પહેલા જ રૂટની ફિફ્ટી
ચોથા દિવસે લંચ સમયે ઈંગ્લેન્ડનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 119 રન છે. સિબ્લી 27 અને જો રૂટ 56 રને રમતમાં છે. ઈંગ્લેન્ડે ભારત પર 24 રનની લીડ લીધી છે. રૂટ અને સિબ્લી ત્રીજી વિકેટ માટે 73 રનની પાર્ટનરશિપ કરી ચુક્યા છે.
A crucial half-century from the England skipper 👏#ENGvIND | #WTC23 | https://t.co/HOyTN1o5ml pic.twitter.com/BASaYDWeMq
— ICC (@ICC) August 7, 2021