IND vs ENG: લોર્ડ્સમાં યુઝવેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, આમ કરનાર ભારતનો પહેલો બોલર બન્યો
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં રમાઈ રહેલી બીજી વનડેમાં લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ઈતિહાસ રચ્યો હતો.
![IND vs ENG: લોર્ડ્સમાં યુઝવેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, આમ કરનાર ભારતનો પહેલો બોલર બન્યો IND vs ENG 2nd ODI Yuzvendra Chahal Bowling Record First Indian Bowler to pick 4-wicket haul Lords Cricket Ground ODI History IND vs ENG: લોર્ડ્સમાં યુઝવેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, આમ કરનાર ભારતનો પહેલો બોલર બન્યો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/14/eb8d8fd95ef6ab501cfdee7e2b1dab991657815952_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Yuzvendra Chahal Record: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં રમાઈ રહેલી બીજી વનડેમાં લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ઈતિહાસ રચ્યો હતો. આ મેચમાં ચહલે 10 ઓવરમાં 47 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. આ સાથે તેના નામે એક મોટો રેકોર્ડ નોંધાયો છે.
લોર્ડ્સમાં ચાર વિકેટ લેનાર પ્રથમ ભારતીયઃ
આજની મેચમાં યુઝવેન્દ્ર ચહલ ODI ક્રિકેટના ઇતિહાસમાં લોર્ડ્સમાં ચાર વિકેટ લેનાર પ્રથમ ભારતીય બની ગયો છે. તેણે જો રૂટ, બેન સ્ટોક્સ, જોની બેરસ્ટો અને મોઈન અલીને પેવેલિયનમાં પરત મોકલ્યા હતા. આમ ચહલે ચાર બેટ્સમેનને આઉટ કરીને ભારતને મહત્વની સફળતા અપાવી હતી અને લોર્ડ્સના મેદાન પર ઐતિહાસિક રેકોર્ડ પણ બનાવ્યો હતો.
.@yuzi_chahal starred with the ball as he has the best ODI bowling performance (4-47) of all Indian bowlers at Lord's in today's #ENGvIND ODI
— North Stand Gang - Wankhede (@NorthStandGang) July 14, 2022
Watch him dismiss @benstokes38 with a very clever plan ⬇️pic.twitter.com/xfg17iyyfk
બીજી વનડેમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી યજમાન ટીમ ઈંગ્લેન્ડે 246 રન બનાવ્યા હતા અને ટીમ ઈન્ડિયાને જીત માટે 247 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી મોઈન અલીએ 47 રન બનાવ્યા હતા. આ સાથે જ ડેવિડ વિલીએ 41 રનની ઇનિંગ રમી હતી. ભારત માટે યુઝવેન્દ્ર ચહલે શ્રેષ્ઠ બોલિંગ કરી હતી. લેગ સ્પિનરે 10 ઓવરમાં 47 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. ભારત માટે યુઝવેન્દ્ર ચહલે શ્રેષ્ઠ બોલિંગ કરી હતી. આ સાથે જ હાર્દિક પંડ્યાએ પણ બે મહત્વની વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચોઃ
Lalit Kumar Modi Sushmita Sen Dating : લલિત મોદીએ સુષ્મિતા સેન સાથે લગ્ન કર્યા? ખુદ લલિત મોદીએ ટ્વીટ કરી સ્પષ્ટતા કરી
પટનાથી પકડાયેલા સંદિગ્ધ આતંકીઓના નિશાના પર હતો PM મોદીનો કાર્યક્રમ, મોટા ષડયંત્રનો ખુલાસો થયો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)