IND vs ENG 4th Test Day 4 Live: ભારત 466 રને ઓલ આઉટ, ઇંગ્લેન્ડને જીતવા માટે 368 રન જરૂરી
IND vs ENG 4th Test: ભારતીય ઓપનર રોહિત શર્માએ વિદેશની ભૂમિ પર સૌપ્રથમ ટેસ્ટ સદી ફટકારતાં ૧૨૭ રન કર્યા હતા. તેણે કારકિર્દીની આઠમી ટેસ્ટ સદી ફટકારી હતી. વિદેશની ભૂમિ પરની સૌપ્રથમ ટેસ્ટ સદી હતી
Background
IND vs ENG 4th Test: રોહિત શર્માની શાનદાર શતકીય ઈનિંગ તેમજ તેની અને પૂજારા વચ્ચેની મેરેથોન ભાગીદારીને સહારે ભારતે ઈંગ્લેન્ડ સામેની ચોથી ઓવલ ટેસ્ટમાં ત્રીજા દિવસના અંતે મજબુત સ્થિતિ હાંસલ કરી લીધી હતી. ભારતના પ્રથમ ઈનિંગના ૧૯૧ સામે ઈંગ્લેન્ડે ૯૯ રનની સરસાઈ મેળવતા ૨૯૦ રન કર્યા હતા. જે પછી ભારતે બીજી ઈનિંગમાં ભારે આત્મવિશ્વાસ સાથે બેટીંગ કરતાં ત્રીજા દિવસે ૯૨ ઓવરમાં ૩ વિકેટે ૨૭૦ રન કરી લીધા હતા. આ સાથે ભારતે ઈંગ્લેન્ડ પર કુલ ૧૭૧ રનની સરસાઈ પણ હાંસલ કરી લીધી હતી. ભારતીય ઓપનર રોહિત શર્માએ વિદેશની ભૂમિ પર સૌપ્રથમ ટેસ્ટ સદી ફટકારતાં ૧૨૭ રન કર્યા હતા. તેણે કારકિર્દીની આઠમી ટેસ્ટ સદી ફટકારી હતી. જ્યારે આ તેની વિદેશની ભૂમિ પરની સૌપ્રથમ ટેસ્ટ સદી હતી. તેણે આશરે છ મહિના બાદ ટેસ્ટમાં સદી ફટકારી હતી. આ અગાઉ તેણે ફેબ્રુઆરી,૨૦૨૧માં ઈંગ્લેન્ડ સામેની ચેન્નાઈ ટેસ્ટમાં ૧૬૧ રન નોંધાવ્યા હતા.
ઇંગ્લેન્ડને જીતવા 368 જરૂરી
ઇંગ્લેન્ડ તરફથી બર્ન્સ અને હમીદ રમી રહ્યા છે. અત્યારે ઇંગ્લેન્ડ 4 રને રમી રહ્યું છે.
ઇંગ્લેન્ડને જીતવા 368 જરૂરી
ઇંગ્લેન્ડ તરફથી બર્ન્સ અને હમીદ રમી રહ્યા છે. અત્યારે ઇંગ્લેન્ડ 4 રને રમી રહ્યું છે.




















