IND vs ENG 4th Test: રુટે સદી ફટકારી ઈંગ્લેન્ડની કરાવી વાપસી,પ્રથમ દિવસે ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન
IND vs ENG 4th Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની ચોથી મેચ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાશે

Background
પહેલા દિવસની રમત સમાપ્ત
ચોથી ટેસ્ટના પહેલા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ઈંગ્લેન્ડનો સ્કોર 7 વિકેટના નુકસાન પર 302 રન છે. જોકે ઈંગ્લેન્ડે સારી રિકવરી કરી લીધી છે. લંચ સુધી ઈંગ્લેન્ડે 5 વિકેટ ગુમાવીને 112 રન બનાવ્યા હતા. પરંતુ રૂટે સદી ફટકારીને ઈંગ્લેન્ડને મજબૂત સ્થિતિમાં લાવી દીધું. ફોક્સે પણ 47 રન બનાવીને સારું યોગદાન આપ્યું હતું. દિવસની રમતના અંત સુધી રૂટ 106 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારત તરફથી ડેબ્યૂ કરી રહેલા આકાશદીપે 3 વિકેટ ઝડપી હતી. સિરાજને બે જ્યારે અશ્વિન અને જાડેજાને 1-1 વિકેટ મળી હતી.
Stumps on the opening day in Ranchi!
— BCCI (@BCCI) February 23, 2024
2⃣ wickets in the final session for #TeamIndia as England move to 302/7
Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/zno8LN6XAI
મોહમ્મદ સિરાજ ટોમ હાર્ટલીને બોલ્ડ કર્યો
ભારતીય ટીમને સાતમી સફળતા મળી છે. મોહમ્મદ સિરાજે ટોમ હાર્ટલીને બોલ્ડ આઉટ કર્યો હતો. ટોમ હાર્ટલીએ 26 બોલમાં 13 રન બનાવ્યા હતા. હવે ઈંગ્લેન્ડનો સ્કોર 7 વિકેટે 245 રન છે. ઈંગ્લેન્ડ તરફથી જો રૂટ અને ઓલી રોબિન્સન ક્રિઝ પર છે.
પ્રથમ દિવસે ટી બ્રેક સુધીમાં ઇંગ્લેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ ગુમાવીને 198 રન બનાવ્યા
પ્રથમ દિવસે ટી બ્રેક સુધીમાં ઇંગ્લેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ ગુમાવીને 198 રન બનાવ્યા હતા. હાલમાં જો રૂટ 67 અને બેન ફોક્સ 28 રન સાથે ક્રિઝ પર છે. અત્યાર સુધી બંને વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 86 રનની ભાગીદારી થઈ છે.
પ્રથમ સત્ર ભારતના નામે હતું. આ મેચમાં ઈંગ્લેન્ડે 112 રન બનાવ્યા હતા અને પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. બીજા સેશનમાં રૂટ અને ફોક્સે ધીમી પરંતુ મક્કમ બેટિંગ કરી હતી. આ સેશનમાં ઈંગ્લેન્ડે કોઈ વિકેટ ગુમાવ્યા વિના 86 રન બનાવ્યા હતા. આ સીરિઝમાં અત્યાર સુધી પહેલીવાર એવું બન્યું છે કે ઈંગ્લેન્ડે એક સેશનમાં એક પણ વિકેટ ગુમાવી નથી.
રૂટ અને ફોક્સે અત્યાર સુધીમાં 221 બોલ રમ્યા છે. આ પહેલા પોપ અને ફોક્સ વચ્ચે હૈદરાબાદમાં 181 બોલમાં સૌથી વધુ ભાગીદારી નોંધાઈ હતી. ઉપરાંત આ શ્રેણીમાં પ્રથમ વખત ભારતે ઈંગ્લેન્ડની બેટિંગ દરમિયાન કોઈપણ સેશનમાં કોઈ વિકેટ લીધી ન હતી.
End of Second Session in Ranchi on Day 1!
— BCCI (@BCCI) February 23, 2024
England move to 198/5 at Tea.
Third & Final Session of the Day to commence soon.
Scorecard ▶️ https://t.co/FUbQ3Mhpq9 #TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/oTrVNsd959
રૂટ અને ફોક્સ વચ્ચે અડધી સદીની ભાગીદારી
જો રૂટ અને બેન ફોક્સ વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ છે. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 125 બોલમાં 53 રનની ભાગીદારી કરી છે. ઈંગ્લેન્ડનો સ્કોર પાંચ વિકેટે 165 રન પર પહોંચી ગયો છે.
રૂટની અડધી સદી
ઈંગ્લેન્ડે પાંચ વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા છે. રૂટે આ શ્રેણીની પોતાની પ્રથમ અડધી સદી 108 બોલમાં પૂરી કરી હતી. આ તેની ટેસ્ટ કારકિર્દીની 61મી અડધી સદી હતી. એશિયામાં છેલ્લી 19 ઇનિંગ્સમાં આ તેની બીજી અડધી સદી છે. આ મામલે તે રિકી પોન્ટિંગની સાથે ટોચ પર છે. રૂટે બેન ફોક્સ સાથે 60થી વધુ રનની ભાગીદારી પણ કરી છે.
Batting on a different surface.
— England Cricket (@englandcricket) February 23, 2024
Well played, @Root66 💪
Match Centre: https://t.co/B58xShTQq5
🇮🇳 #INDvENG 🏴 #EnglandCricket pic.twitter.com/hirBO4Yb9a

