શોધખોળ કરો

IND vs ENG: મેદાન પર ઉતરતાં જ Shikhar Dhawan મેળવશે આ સિદ્ધી, જાણો કેવી છે વન ડે ક્રિકેટમાં સફર

IND vs ENG, 1st ODI: ઈંગ્લેન્ડ સામે પ્રથમ વન ડે રમવા ઉતરતાં જ શિખર ધવન એક ખાસ ઉપલબ્ધિ હાંસલ કરી લેશે.

India Vs England: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન ડે શ્રેણી 12 જુલાઈથી શરુ થવા જઈ રહી છે. ટી-20 સિરીઝની જેમ વન ડેમાં પણ રોહિત શર્મા ટીમની કમાનમાં જોવા મળશે. જોકે વન ડે શ્રેણી દરમિયાન ભારતનું બોલિંગ આક્રમણ સંપૂર્ણપણે બદલાયેલું લાગી શકે છે. ભારતીય સમય પ્રમાણે પ્રથમ વન ડે લંડનના ધ ઓવલ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 5.30 કલાકથી શરૂ થશે. ઈંગ્લેન્ડની કોશિશ ટી20 સીરિઝમાં મળેલી હારની ભરપાઈ કરવા પર રહેશે. ઈંગ્લેન્ડ સામે પ્રથમ વન ડે રમવા ઉતરતાં જ શિખર ધવન એક ખાસ ઉપલબ્ધિ હાંસલ કરી લેશે.

શિખર ધવન બનાવશે આ રેકોર્ડ

શિખર ધવને ODI ક્રિકેટમાં અત્યાર સુધી 149 મેચ રમી છે. 12 જુલાઈએ રમાનારી મેચ શિખર ધવનની કારકિર્દીની 150મી ODI હશે. ODI ક્રિકેટમાં શિખર ધવનનો રેકોર્ડ ઘણો સારો રહ્યો છે અને તેણે આ સમયગાળા દરમિયાન ઘણા મોટા માઈલસ્ટોન હાંસલ કર્યા છે. તે 150 વન ડે રમનારો ભારતનો 21મો ખેલાડી બની જશે.

શિખર ધવને 149 વનડેમાં 45.54ની શાનદાર એવરેજથી 6284 રન બનાવ્યા છે. આ દરમિયાન શિખર ધવનનો સ્ટ્રાઈક રેટ 93.37 રહ્યો છે. આટલું જ નહીં શિખર ધવને વનડે ક્રિકેટમાં 17 સદી અને 35 અડધી સદી પણ ફટકારી છે.

શિખર ધવન મોટી ટૂર્નામેન્ટનો છે પ્લેયર 

શિખર ધવન વર્લ્ડ કપ કે ICC ચેમ્પિયનશિપ ટ્રોફી જેવી મોટી ટુર્નામેન્ટમાં અલગ સ્તરે બેટિંગ કરે છે. શિખર ધવન 2013 અને 2017 ચેમ્પિયનશિપ ટ્રોફીમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. આ સિવાય ધવને ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડની ધરતી પર રમાયેલા 2015 વર્લ્ડ કપમાં પણ ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા હતા.

શિખર ધવનને હવે ભારત તરફથી ટેસ્ટ અને ટી-20 રમવાની તક મળી રહી નથી. પરંતુ આ મહિને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનારી ત્રણ મેચની વનડે શ્રેણીમાં શિખર ધવન ટીમ ઈન્ડિયાની કમાન સંભાળતો જોવા મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Embed widget