શોધખોળ કરો

IND vs ENG: સંજુ સેમસન સહિત 3 ખલાડીઓ પર લટકી તલવાર, વાઈસ-કેપ્ટનની જગ્યા પર પણ મંડરાયું સંકટ

IND vs ENG T20 Series: વરસાદના કારણે પહેલી ટી20 મેચ રદ રહી હતી, પરંતુ સંજુ સેમસન, ઇશાન કિશન અને તિલક વર્માનું નબળું પ્રદર્શન ટીમ ઇન્ડિયા માટે ચિંતાનો વિષય બન્યું છે. સતત ફ્લોપ થવાના કારણે હવે સવાલો ઊભા થવા લાગ્યા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારત-ઇંગ્લેન્ડ પ્રથમ ટી20 વરસાદથી રદ, ભારતે 189 રન બનાવ્યા.
  • સંજુ સેમસનનું ખરાબ ફોર્મ, ટીમમાં સ્થાન સામે સવાલ.
  • ઇશાન કિશન શૂન્ય રને આઉટ, તિલકનો ધીમો સ્ટ્રાઇક રેટ.

IND vs ENG T20 Series:  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેનો પહેલો ટી20 મુકાબલો વરસાદના કારણે રદ થઈ ગયો. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટે 189 રન બનાવ્યા હતા. કેપ્ટન શ્રેયસ અય્યર અને અભિષેક શર્માએ હાફ સેન્ચુરી ફટકારેલી, જ્યારે શિવમ દુબેએ 21 બોલમાં અણનમ 42 રનની તોફાની ઇનિંગ રમી હતી. જો કે મેચનું કોઈ પરિણામ ન આવી શક્યું, પરંતુ કેટલાક ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન હજી પણ ચિંતાનો વિષય બનેલું છે. જેમાં સંજુ સેમસન, ઇશાન કિશન અને ઉપ-કેપ્ટન તિલક વર્મા સામેલ છે.

સંજુ સેમસન માટે વધી મુશ્કેલીઓ

સંજુ સેમસનનું બેટ યુકે (UK) પ્રવાસ પર અત્યાર સુધી શાંત રહ્યું છે. આયર્લેન્ડ સામેની ટી20 સીરીઝમાં પણ તે મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. તો વળી ઇંગ્લેન્ડ સામેની પહેલી ટી20 માં પણ તે જલ્દી આઉટ થઈ ગયો. સતત ખરાબ પ્રદર્શનના કારણે તેની જગ્યા પર સવાલો ઊભા થવા લાગ્યા છે. એવામાં જો આગામી મેચોમાં પણ તે રન નહીં બનાવી શકે તો ટીમ મેનેજમેન્ટ ફેરફાર કરવા પર વિચાર કરી શકે છે.

આ પણ વાંચો...શાહરૂખ ખાને કેમ માન્યો ICC ચેરમેન જય શાહનો આભાર, બોલિવૂડ કિંગે કહ્યું- સપનું પુરુ...

ઇશાન કિશન પણ દબાણમાં

ICC ટી20 રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન બનેલા ઇશાન કિશન માટે યુકે પ્રવાસ અત્યાર સુધી નિરાશાજનક રહ્યો છે. આયર્લેન્ડ સામે તે માત્ર 1 અને 12 રન જ બનાવી શક્યો હતો, જ્યારે ઇંગ્લેન્ડ સામેની પહેલી ટી20 માં શૂન્ય રને આઉટ થઈ ગયો. સૌથી મોટી ચિંતા એ રહી કે છેલ્લી ત્રણ ઇનિંગ્સમાં તે બે વાર રનઆઉટ થયો છે. જો આગામી મુકાબલાઓમાં પણ તેનું પ્રદર્શન નહીં સુધરે તો તેની જગ્યા પણ જોખમમાં આવી શકે છે.

ઉપ-કેપ્ટન તિલક વર્માની ધીમી બેટિંગ બની ચિંતા

ભારતીય ટીમના ઉપ-કેપ્ટન તિલક વર્માએ યુકે પ્રવાસ પર રન જરૂર બનાવ્યા છે, પરંતુ તેનો સ્ટ્રાઈક રેટ સવાલોના ઘેરામાં છે. નંબર-5 પર બેટિંગ કરતા તેણે છેલ્લી ત્રણ ઇનિંગ્સમાં 19 (21), 55 (46) અને 13 (13) રન બનાવ્યા છે. આ ક્રમ પર બેટ્સમેન પાસેથી ઝડપી રન બનાવવાની અપેક્ષા હોય છે, પરંતુ તિલક અત્યાર સુધી તે ભૂમિકામાં સંપૂર્ણ રીતે સફળ થઈ શક્યો નથી.

ટીમ ઇન્ડિયા પાસે શું વિકલ્પો છે?

ઇશાન કિશન અને તિલક વર્માને આ સીરીઝમાં હજી વધુ તકો મળવાની સંભાવના છે. જો કે જો તેમનું પ્રદર્શન સતત ખરાબ રહેશે તો ટીમ મેનેજમેન્ટ બદલાવ કરી શકે છે. બીજી તરફ સંજુ સેમસન માટે ખતરાની ઘંટડી સૌથી વધુ વાગી રહી હોય તેમ દેખાય છે. તેની જગ્યાએ વૈભવ સૂર્યવંશી ડેબ્યૂની રાહ જોઈ રહ્યો છે. આ સિવાય, જો તિલક વર્માની જગ્યાએ ફેરફારની જરૂર પડી તો ટીમ મેનેજમેન્ટ રિંકુ સિંહ અથવા હાર્દિક પંડ્યા જેવા વિકલ્પો પર પણ વિચાર કરી શકે છે.

Frequently Asked Questions

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેનો પહેલો T20 મુકાબલો શા માટે રદ થયો?

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેનો પહેલો ટી20 મુકાબલો વરસાદના કારણે રદ થઈ ગયો હતો. ભારતે પહેલા બેટિંગ કરીને 20 ઓવરમાં 7 વિકેટે 189 રન બનાવ્યા હતા.

કયા ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન ચિંતાનો વિષય બન્યું છે?

સંજુ સેમસન, ઇશાન કિશન અને ઉપ-કેપ્ટન તિલક વર્માનું પ્રદર્શન ચિંતાનો વિષય બન્યું છે. તેઓ યુકે પ્રવાસ પર અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યા નથી.

સંજુ સેમસન માટે શું મુશ્કેલીઓ વધી રહી છે?

સંજુ સેમસનનું બેટ યુકે પ્રવાસ પર શાંત રહ્યું છે, જેમાં આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની પહેલી ટી20નો સમાવેશ થાય છે. સતત ખરાબ પ્રદર્શનથી તેની જગ્યા જોખમમાં છે.

ઉપ-કેપ્ટન તિલક વર્માના પ્રદર્શનમાં કઈ બાબત ચિંતાજનક છે?

તિલક વર્માએ રન બનાવ્યા છે, પરંતુ તેનો સ્ટ્રાઈક રેટ સવાલોના ઘેરામાં છે. નંબર-5 પર બેટિંગ કરતા ઝડપી રન બનાવવામાં તે અપેક્ષા મુજબ સફળ નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ભુવનેશ્વરની વાપસી,અભિષેક-સંજૂ-વૈભવ OUT; 2027 વર્લ્ડ કપ માટે અશ્વિને પસંદ કરી ટીમ
ભુવનેશ્વરની વાપસી,અભિષેક-સંજૂ-વૈભવ OUT; 2027 વર્લ્ડ કપ માટે અશ્વિને પસંદ કરી ટીમ
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
Embed widget