ટી20 માટે ભારતીય ખેલાડીઓએ શરૂ કરી મહેનત, હાર્દિક-ચહલ-કાર્તિકનો પ્રેક્ટિસ કરતો વીડિયો આવ્યો સામે, જુઓ....
હવે ટીમ ઇન્ડિયાનો પ્રેક્ટિસ વીડિયો સામે આવ્યો છે, આ વીડિયોમાં હાર્દિક, ચહલ અને કાર્તિક સખત પ્રેક્ટિસ કરતા દેખાઇ રહ્યાં છે.
IND vs ENG 1st T20: ભારતીય ટીમ (INDIA) હાલમાં ઇંગ્લેન્ડ (ENGLAND) પ્રવાસમાં છે. ટેસ્ટમાં હાર બાદ હવે ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે ટી20 સીરીઝ રમવાની છે. બન્ને ટીમો વચ્ચે પ્રથમ ટી20 આગામી 7મી જુલાઇથી શરૂ થવા જઇ રહી છે. સીરીઝની પહેલી મેચ ધ રૉઝ બાઉલ, સાઉથેમ્પ્ટન (The Rose Bowl, Southampton)માં રાત્રે 10:30 વાગ્યાથી શરૂ થશે. આ મેચ માટે ભારતીય ટીમે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. હવે ટીમ ઇન્ડિયાનો પ્રેક્ટિસ વીડિયો સામે આવ્યો છે, આ વીડિયોમાં હાર્દિક, ચહલ અને કાર્તિક સખત પ્રેક્ટિસ કરતા દેખાઇ રહ્યાં છે.
પહેલી ટી20માં આ ખેલાડીઓને અપાશે આરામ -
પહેલી ટી20 માટે કેટલાય ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. આ ખેલાડીઓ બીજી ટી20થી ભારતીય ટીમ સાથે જોડાઇ જશે. આમાં વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા, શ્રેયસ અય્યર, ઋષભ પંત, જેવા દિગ્ગજો સામેલ છે.
.@BCCI have arrived at The Ageas Bowl ahead of the first T20 international against @englandcricket on Thursday 🙌
— The Ageas Bowl (@TheAgeasBowl) July 5, 2022
Go behind the scenes as the team began preparations for what should be a mouth-watering contest 😮💨#ENGvIND@hardikpandya7 | @IamSanjuSamson pic.twitter.com/Xax1xSfWr6
પહેલી ટી20માં મેચનુ શિડ્યૂલ -
મેચ - પહેલી ટી20
તારીખ - 7 જુલાઇ 2022
સમય - 10:30 pm (ભારતીય સમયાનુસાર)
સ્થાન - ધ રૉઝ બાઉલ ક્રિકેટ ગ્રાઉન્ડ
પહેલી ટી20 માટે ભારતીય ટીમ -
રાહલુ ત્રિપાઠી, રોહિત શર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, દીપક હુડ્ડા, હાર્દિક પંડ્યા, વેંકેટેશ અય્યર, દિનેશ કાર્તિક (વિકેટકીપર), ઇશાન કિશન, સંજૂ સેમસન, અર્શદીપ સિંહ, આવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, રવિ બિશ્નોઇ, ઉમરાન મલિક, યુજવેન્દ્ર ચહલ.
Poetry in motion... 😍🙌@BhuviOfficial pic.twitter.com/K9czPXmVFE
— The Ageas Bowl (@TheAgeasBowl) July 5, 2022
આ પણ વાંચો........
રાજ્યમાં ચાર દિવસ સાર્વત્રિક ભારે વરસાદની આગાહી, NDRF અને SDRFની કુલ 10 ટીમો તૈનાત
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 219 તાલુકામાં વરસાદ, સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર
Astrology: શનિનું થશે રાશિ પરિવર્તન, આ રાશિના જાતકનો નવી નોકરી અને પ્રમોશન માટેનો ઇંતેજાર થશે ખતમ
LPG Cylinder Price Hike: આમ આદમીને મોંઘવારીનો મોટો ઝાટકો, LPGની કિંમતમાં થયો મોટો વધારો
India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં ફરી થયો વધારો, દૈનિક પોઝિટિવિટી રેટ 3.56 ટકા
Fengshui Tips for Money: ધનને આકર્ષવા માટે ફેંગસૂઇની આ ટિપ્સને અનુસરો, વૈભવમાં થઇ જશો માલામાલ