IND vs ENG: ઈંગ્લેન્ડ સામે બે બે હાથ કરવા લખનૌ પહોંચી ટીમ ઈન્ડિયા, હોટેલમાં કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત
World Cup 2023 India vs England: વર્લ્ડ કપ 2023માં ભારતની આગામી મેચ ઈંગ્લેન્ડ સામે છે. આ મેચ 29 ઓક્ટોબરે રમાશે. આ માટે ટીમ ઈન્ડિયા લખનૌ પહોંચી ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક વીડિયો શેર કરીને આ જાણકારી આપી છે.
World Cup 2023 India vs England: વર્લ્ડ કપ 2023માં ભારતની આગામી મેચ ઈંગ્લેન્ડ સામે છે. આ મેચ 29 ઓક્ટોબરે રમાશે. આ માટે ટીમ ઈન્ડિયા લખનૌ પહોંચી ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક વીડિયો શેર કરીને આ જાણકારી આપી છે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહ સહિત ઘણા ખેલાડીઓ બસમાંથી ઉતરતા જોવા મળ્યા હતા. ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે અને સેમીફાઈનલની ઘણી નજીક છે.
Hello Lucknow 👋#TeamIndia are here for their upcoming #CWC23 clash against England 👌👌#MenInBlue | #INDvENG pic.twitter.com/FNF9QNVUmy
— BCCI (@BCCI) October 25, 2023
વાસ્તવમાં BCCIએ X (Twitter) પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ લખનૌમાં બસમાંથી ઉતરતા જોવા મળી રહ્યા છે. ભારતીય ખેલાડીઓનું અહીં વિશેષ રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને પુષ્પમાળા પહેરાવવામાં આવી હતી. આ દરમિયાન કેપ્ટન રોહિત શર્મા, કોચ રાહુલ દ્રવિડ, વિરાટ કોહલી, મોહમ્મદ સિરાજ અને કેએલ રાહુલ પણ જોવા મળ્યા હતા. ખેલાડીઓ પર ફૂલોની વર્ષા પણ કરવામાં આવી હતી. ટીમમાં શુભમન ગિલ, શાર્દુલ ઠાકુર, સૂર્યકુમાર યાદવ અને મોહમ્મદ શમી પણ જોવા મળ્યા હતા.
Virat kohli and Team India reached Lucknow❤️#viratkohli pic.twitter.com/334D444E8J
— 𝙒𝙧𝙤𝙜𝙣🥂 (@wrogn_edits) October 25, 2023
લખનૌમાં રમાનારી મેચ ભારતની સાથે સાથે ઈંગ્લેન્ડ માટે પણ ઘણી મહત્વની રહેશે. ટીમ ઈન્ડિયા ફોર્મમાં છે અને લાગે છે કે તેનો હાથ ઉપર છે. રોહિતની કપ્તાનીવાળી ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023માં હજુ સુધી એક પણ મેચ હારી નથી. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ચારમાંથી ત્રણ મેચ હારી છે. તેણે માત્ર એક જ મેચ જીતી છે. હવે તેના માટે લખનૌમાં ભારત સામે જીત મેળવવી આસાન નહીં હોય. ઈંગ્લેન્ડને છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાએ 229 રને હરાવ્યું હતું. આ પહેલા ન્યૂઝીલેન્ડે 9 વિકેટે અને અફઘાનિસ્તાનને 69 રનથી હરાવ્યું હતું.
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા 19 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી તે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં પણ રમી શક્યો ન હતો. હવે આગામી વર્લ્ડ કપ મેચમાં ટીમ ઈન્ડિયાની વાપસીને લઈને નવું અપડેટ સામે આવ્યુ છે.
આ અપડેટ મુજબ, હાર્દિક પંડ્યા 29 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયાની આગામી મેચમાં રમી શકશે નહીં. બીસીસીઆઇના એક અધિકારીને ટાંકીને રિપોર્ટ જાહેર કરાયો હતો. આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તે ઈજામાંથી સ્વસ્થ થઈ ગયો છે, પરંતુ BCCI આ મેચ વિજેતા ખેલાડીના મામલે કોઈ ઉતાવળ કરવા માંગતું નથી. બીસીસીઆઈના એક અધિકારીને ટાંકીને એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે 'હાર્દિક કદાચ લખનઉમા ઈંગ્લેન્ડ સામેની મેચમાં રમી શકશે નહીં. તેની ઈજા ગંભીર નથી. સાવચેતીના પગલારૂપે જ તેને આ મેચમાં આરામ આપવામાં આવી શકે છે.