(Source: ECI/ABP News/ABP Majha)
ઇંગ્લેન્ડ સામેની બીજી ટી20માં રોહિત આ ખેલાડીઓને બેસાડી દેશે બહાર, કોહલી-પંત-બુમરાહની થશે વાપસી
ભારતે પ્રથમ મેચ જીતીને સીરીઝમાં 1-0થી લીડ બનાવી લીધી છે. ભારતના યુવા ખેલાડીઓએ પ્રથમ ટી20માં સારુ પ્રદર્શન કર્યુ છતાં બીજી ટી20માંથી કેટલાક સારા ખેલાડીઓને બહાર થવાનુ નક્કી છે.
England vs India 2nd T20I: ટીમ ઇન્ડિયાએ ગુરુવારે સાઉથેમ્પ્ટનમાં રમાયેલી પ્રથમ ટી20માં ઇંગ્લેન્ડને 50 રનોથી હરાવીને વિજયી પ્રારંભ કર્યો છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરીઝ રમાઇ રહી છે, ભારતે પ્રથમ મેચ જીતીને સીરીઝમાં 1-0થી લીડ બનાવી લીધી છે. ભારતના યુવા ખેલાડીઓએ પ્રથમ ટી20માં સારુ પ્રદર્શન કર્યુ છતાં બીજી ટી20માંથી કેટલાક સારા ખેલાડીઓને બહાર થવાનુ નક્કી છે. રિપોર્ટ્ છે કે, કોહલી, પંત અને બુમરાહ-જાડેજાની વાપસી બાદ ટીમમાં મોટા પાયે ફેરફાર થશે. બીજી ટી20 આગામી 9મી જુલાઇએ બર્મિંઘમના એજબેસ્ટૉનના મેદાનમાં રમાશે.
આ ખેલાડીઓને બહાર બેસાડવામાં આવશે -
બીસીસીઆઇએ પહેલાથી જ બીજી ટી20માં ફેરફારની જાહેરાત કરી દીધી હતી. પહેલી ટી20માં જીત બાદ હવે બીજી ટી20માંથી ફાસ્ટ બૉલર અર્શદીપ સિંહ ઉપરાંત ઇશાન કિશાન અને અક્ષર પટેલની ટીમમાંથી છુટ્ટી થઇ જશે.
કોહલી, પંત, બુમરાહ અને જાડેજાની વાપસી -
પાંચમી શિડ્યૂલ્ડ ટેસ્ટ મેચ પુરી થયા બાદ બીસીસીઆઇએ કોહલી, પંત, બુમરાહ અને જાડેજાને આરામ આપ્યો હતો, જેથી તેમને પ્રથમ ટી20માં નહતા રમાડવામાં આવ્યા, હવે બીજી ટી20 માટે તેઓ ફરીથી ટીમ સાથે જોડાઇ જશે. આ ચારેય સ્ટાર ખેલાડીઓ ફરીથી ટીમ સાથે જોડાઇ જશે.
આ પણ વાંચો......
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ?
Vastu Tips For TV: ઘરમાં આ દિશામાં લગાવો ટીવી નહી થાય કોઇ નુકસાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત, 36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં યોજાશે
IND vs ENG: રોહિત શર્માએ કેપ્ટન તરીકે સતત 13 ટી-20 મેચ જીતવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Jail: કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને થઈ 2 વર્ષ જેલની સજા, જાણો શું છે મામલો