અંડર 19 વર્લ્ડકપની ફાઈનલમાં આજે ભારતની ઈંગ્લેન્ડ સામે ટક્કર, જાણો કેટલા વાગે ને ક્યાંથી થશે લાઈવ ટેલીકાસ્ટ ?
ભારતીય ટીમે અંડર-19 વર્લ્ડકપમાં આ પહેલા 7 વાર ફાઇનલમાં જગ્યા બનાવી છે. જેમાંથી ટીમ 4 વાર ખિતાબ જીતી ચૂકી છે.
Ind vs Eng U-19 WC Final: એન્ટિગામાં આજે સાંજે 6.30 વાગ્યાથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે અંડર-19 વર્લ્ડકપની ફાઇનલ મેચ રમાશે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ અત્યાર સુધી સતત પાંચ જીતીને ફાઇનલમાં પહોંચી છે. ફાઇનલમાં કેપ્ટન યશ ધ્રૂલ પર બધાની નજર રહેશે. જેને સેમિ ફાઇનલ મચેમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શાનદાર સદી ફટકારી હતી, બેટ્સમેન શેખ રાશિદ, સ્પિન બૉલર નિશાંત સિન્ધુ અને વિક્કી ઓસ્તવાલ પણ સારા ફોર્મમાં છે.
ટીમ ઇન્ડિયાએ સતત 4 વાર બનાવી છે ફાઇનલમાં જગ્યા-
ભારતીય ટીમે અંડર-19 વર્લ્ડકપમાં આ પહેલા 7 વાર ફાઇનલમાં જગ્યા બનાવી છે. જેમાંથી ટીમ 4 વાર ખિતાબ જીતી ચૂકી છે. મોટી ખાત એ છે કે ભારતીય ટીમ વર્ષ 2016 થી સતત 4 વાર ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી છે. બીજીબાજુ ઇંગ્લેન્ડ ટીમનો ઇરાદો ઇતિહાસ રચવાનો છે, અને બન્ને ટીમોની વચ્ચે આ મેચ રોમાંચક બની રહેશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગામી 5મી ફેબ્રુઆરીએ અંડર 19 વર્લ્ડકપની ફાઇનલ મેચ રમાશે, બન્ને ટીમો આ ખિતાબી જંગ માટે તૈયાર છે. એકબાજુ ઇંગ્લેન્ડ ટીમ 24 વર્ષમાં પહેલીવાર અંડર 19 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચ્યુ છે, ઇંગ્લિશ ટીમે અફઘાનિસ્તાનને સેમિ ફાઇનલમાં હારવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે, તો બીજીબાજુ ટીમ ઇન્ડિયાએ શાનદાર ફોર્મ બતાવતા કાંગારુ ટીમને માત આપી છે. ઓસ્ટ્રેલિયન ટીમને 96 રનથી સેમિ ફાઇનલમાં હારવીને ભારતીય ટીમે અંડર 19 વર્લ્ડકપની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5મી ફેબ્રુઆરીએ સાંજે 6.30 વાગે શરૂ થશે, ટૉસ સાંજે 6 વાગે થશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ એન્ટીગુઆ, નોર્થ સાઉન્ડના સર વિવિયન રિચાર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. બન્ને ટીમો આ માટે તૈયાર છે.
જો તમે મેચ જોવા માંગતા હોય તો, મેચનુ લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલ પરથી કરવામાં આવશે. મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ તમે મોબાઇલ એપ હૉટસ્ટાર પરથી જોઇ શકાશે.
આ પણ વાંચો........
લોકરક્ષક દળની લેખિત પરીક્ષા આ તારીખે લેવાશે, હસમુખ પટેલે ટ્વીટ કરી આપી જાણકારી
Omicron Origin: શું ઉંદરોમાંથી માણસોમાં આવ્યો Omicron? નવા સ્ટડીમાં કરવામાં આવ્યો દાવો
16 વર્ષની વિદ્યાર્થીને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી યુવકે માણ્યુ શરીર સુખ, અને પછી.....