Pitch: ભારત-આયરલેન્ડ મેચમાં રનોના થશે ઢગલા કે સસ્તામાં સમેટાશે ટીમો ? સામે આવ્યો ન્યૂયોર્કની પીચનો રિપોર્ટ
Nassau County International Cricket Stadium Pitch Report: T20 વર્લ્ડકપ 2024ની 8મી મેચ ભારત અને આયરલેન્ડ વચ્ચે રમાશે. બંને વચ્ચેની આ મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે
Nassau County International Cricket Stadium Pitch Report: T20 વર્લ્ડકપ 2024ની 8મી મેચ ભારત અને આયરલેન્ડ વચ્ચે રમાશે. બંને વચ્ચેની આ મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ એક નવું સ્ટેડિયમ છે, જેના પર હજુ સુધી ઘણી મેચ રમાઈ નથી. આ મેદાનની પિચ અત્યાર સુધી સમજની બહાર છે. આવી સ્થિતિમાં ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાનારી મેચમાં અહીંની પીચ કેવી રીતે બની શકે? અહીં જાણો ડિટેલ્સ....
પીચ રિપોર્ટ
ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ડ્રૉપ ઇન પિચનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે, એવી પીચ જે અન્ય જગ્યાએ બનાવવામાં આવી હતી અને પછી સ્ટેડિયમમાં સ્થાપિત કરવામાં આવી હતી. વાસ્તવમાં અહીંની પિચ માટે ઓસ્ટ્રેલિયાના એડિલેડની માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાની પીચો પર સારો ઉછાળો જોવા મળે છે, જેના કારણે ત્યાંની માટીથી બનેલી નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પીચમાં પણ બાઉન્સ જોવા મળ્યો હતો. જોકે, આ ઉછાળો અસમાન હતો, જેના કારણે બેટ્સમેનોને ઘણી મુશ્કેલી પડી હતી. આ સિવાય પીચ અને આઉટફિલ્ડ પણ ધીમી દેખાઈ હતી.
બૉલિંગમાં દેખાયો દબદબો
ટીમ ઈન્ડિયાએ આ મેદાન પર બાંગ્લાદેશ સામે વોર્મ અપ મેચ રમી હતી. જોકે ભારતીય બેટ્સમેનોએ સારી રમત દેખાડી હતી. પરંતુ આ પછી શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી મેચમાં બોલરોનો દબદબો જોવા મળ્યો હતો. મેચમાં પ્રથમ બેટિંગ કરવા આવેલી શ્રીલંકાની ટીમ આફ્રિકન બોલરોએ 19.1 ઓવરમાં માત્ર 77 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ ટાર્ગેટનો પીછો કરતા આફ્રિકાએ 16.2 ઓવરમાં જીત મેળવી લીધી હતી. મેચમાં ફાસ્ટ બોલરની સાથે સ્પિનરને પણ મદદ મળી.
ટી20 વર્લ્ડકપ માટે ભારતીય સ્ક્વૉડ
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ, સંજૂ સેમસન, શિવમ દુબે.
ટી20 વર્લ્ડકપ માટે આયરલેન્ડની સ્ક્વૉડ
પૉલ સ્ટર્લિંગ (કેપ્ટન), એન્ડ્રુ બાલ્બિર્ની, લોર્કન ટકર (wk), હેરી ટેક્ટર, કર્ટિસ કેમ્ફર, જ્યોર્જ ડૉકરેલ, ગેરેથ ડેલાની, રૉસ એડેર, બેરી મેકકાર્થી, માર્ક એડેર, જોશુઆ લિટલ, ક્રેગ યંગ, બેન્જામિન વ્હાઇટ, નીલ રોક, ગ્રેહામ હ્યુમ.